અક્ષર અને અવાજ – એકસાથે ..
ઇન્ટરનેટને કારણે મને મારી વિચારધારા ગુજરાતી ભાષામાં વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો છે.
જેવું આવડે છે તેવુ, જેટલુ આવડે છે તેટલુ - અહી લખવા, દર્શાવવા અને બોલવા વિચાર્યું છે.
ઇન્ટરનેટના દરિયામાં મરજીવાની જેમ ….
વધુને વધુ ડૂબકી લગાવતા જઇએ …
તેમ તેમ આ એન્ટર અને એસ્કેપના વિશ્વમાં શું છુપાયેલુ … પડી રહ્યું છે …
તેની ખબર પડતી જાય છે.
ગુજરાતી ભાષાના બ્લોગનો આરંભ કર્યા બાદ… લખતાં લખતાં .. એમ લાગ્યા કરતું કે હજુ કંઇક ખૂટે છે.
વિચાર અક્ષર સ્વરૂપે વાક્ય બનીને અવતરે …
પણ લખનારના મનની લાગણી વગર ..
એ વિચારની તાકાતનો કે પછી નજાકતનો અંદાજ તો કેવીરીતે આવે ?
ને એટલામાં જ …. ફરતો ફરતો અહીં આવી ચડયો. બ્લોગીંગ અને પોડકાસ્ટીંગ … બંને એસ સાથે …
અક્ષર અને અવાજ – એકસાથે …
મારા વિચાર અને લાગણી – એકસાથે .. રજૂ કરી શકવાની સગવડે …
જન્મ આપ્યો .. રેડિયો અખિલને !
જુદી જુદી કેટેગરીમાં મારા લેખ અને પોડકાસ્ટને વિભાજીત કર્યા છે.
અંતરના ઊંડાણમાંથી …..
આજુ બાજુની દુનિયામાં ઘણુ બધુ એવું થાય છે કે …. જે ન થવુ જોઇએ. તો સાથે સાથે એવુ નથી બનતુ કે જે બનવું જોઇએ. ત્યારે …. શાંત અને સ્વસ્થ ચિત્તે અંતરના ઊંડાણમાંથી સ્ફૂરતી વાતો ….
અનુભવ …..
રોજ સવારે સૂર્ય જેમ નવો પ્રકાશ લઇને આવે અને ઉજાસ પાથરે … તેમ જીવનનો પ્રત્યેક દિવસ પણ આપણને રોજ જાત જાતના અને ભાત ભાતના અનુભવો કરાવે છે. જાતે થયેલા ઊપરાંત … જોયેલા, જાણેલા અને સાંભળેલા અનુભવોની રજુઆત કરી છે.
તેજાબ …..
એટલે એસીડ .. સામાન્ય રીતે સંડાસ … જાજરુ … શૌચાલયને સ્વચ્છ રાખવા ગૃહિણી તેનો ઉપયોગ કરે. મને પણ અત્યાર સુધીમાં સારા એવા લોકો મળ્યા .. પણ દુઃખ એ વાતનુ કે… નિર્બળ શબ્દોમાં જોશની વાત કરે … કયાંથી ગળે ઉતરે ? નિરાશાથી છલકાતા .. વાસી થઇ ગયેલા, કહોવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા વિચારોને વેવલાની જેમ પંપાળતા રહીને બીજાને પણ પોતાનો સડો લગાવે .. આવા… વિચારોના ઉકરડાઓને સાફ .. નામશેષ કરવા તેજાબી વિચાર જ ચાલે..
માર્ગદર્શન ……
જન્મથી જીવનના અંત સુધી માનવીને ડગલેને પગલે .. - બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા તેમજ પ્રૌઢાવસ્થા દરમ્યાન માર્ગદર્શન વગર ન ચાલે. મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે. અહી તમે જીવનની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
પ્રેરણા …..
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને. પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં. એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશ.
જનમત …..
જનમત એટલે જનતાનો મત. આમ આદમીનો દ્રષ્ટિકોણ. જીવનની જાતજાત-ભાતભાતની પરિસ્થિતિઓ અંગે જનતા શું વિચારે છે ? જનતા શું અનૂભવે છે ? જનતા શું સમજે છે ? જનતા શું અપેક્ષા રાખે છે ? જનતા શું માને છે ? જનતાને શું લાગે છે ? આ તમામ સવાલોના જવાબ એટ્લે .. જનમત
મંથન …..
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી. વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે. જેમ દૂધમાંથી દહી - દહીમાંથી છાશ - અને છાશમાંથી માખણ નીકળી શકે તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.


Dear akhilbhai, me tamari site 1st time visit kari chhe.tamara lekh par thi ghanu badhu shikva maliu, have aevu lage chhe……… ke hu ghano mdoo padyo ! nahi ?????????? really excellent, thanks….
Dear sir,gujarati vanchan no mane khub sokh chhe.ane net par gujarati vanchan khub j ochhu jova male chhe.pan tamari je vakya rachna ane knowledge joyu tena par thi ghanu saras anubhavyu.hu pan ek nankado lekhak chhu.hu ghani sari gujarati story lakhu chhu pan kam-nasibe aaj na samay ma lobby system chalti hovathi chhapati nathi.pan hu aasha nu ek kiran mara ridaypatal par prakashit kari mehnat karu chhu.kyarek to prakasit thase j