તમને નથી લાગતું કે,
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા on Sep 29th, 2008 1 Comment »
સ્નેહી,
તમને નથી લાગતું કે, કોઇ પણ ભાષાનું ભૂતકાળમાં સર્જન પામેલુ સાહિત્ય જે તે સમયે અને આજે પણ અતિશય શક્તિશાળી હોવા છતાં … આજની પ્રજામાં જોશ, ઉત્સાહ અને ઉમંગ લાવી શકતા નથી.
આનો અર્થ મારી દ્રષ્ટિએ એમ કરુ છુ કે, તે સમયના લોકોની પ્રાથમિકતા અને જરૂરીયાત સાત્વિક હતા અને આજે ભૌતિક છે. કદાચ ત્યારે દંભ કે આડંબર આજે દેખાય છે તેની સરખામણીએ નહીવત હતો. આજે લોકોની જીવનના મૂલ્યોની ‘કહેવાની‘ અને ‘જીવવાની‘ વ્યાખ્યા બદલાયેલી જણાય છે.
૧૯૫૮થી ૧૯૬૮ દરમ્યાન હું ના સમજ બાળક હતો. તે પહેલાની વાતો દાદાજી પાસેથી સાંભળતો. ૧૯૬૯થી ……. આજ સુધીની પરિસ્થિતિનો બદલાવ મે જોયો, અનુભવ્યો … અને ક્યાંક એમ લાગે છે કે,
૧૨૫ કરોડની જનતાએ પોતાનુ નેતૃત્વ કરીને પ્રગતિની દિશામા લઇ જઇ શકે તેવા ‘માણસ‘ને શોધવામાં કયારેય ગંભિરતા બતાવી નથી.
રાષ્ટ્રીય સમૃદ્ધીને બદલે અંગત સમૃદ્ધી પામવાની ઘેલછાએ વ્યક્તિને ‘માણસ‘માંથી ‘મશીન‘ બનાવી દીધો. હવે મશીનને કયાંથી હોય વેદના કે સંવેદના ?? અને જયાં એક જમાનામાં લાગણીઓની નદી વહેતી ત્યાં હવે નાનકડા ઝરણા પણ જોવા મળે છે ??
આપણને એમ કહેતા કોઇ રોકતું નથી કે, આ બધુ વડીલો સાચવી ન શકયા એટલે બગડયું છે અને આજની નવી પેઢી વધુ બગાડી રહી છે. તો …. આપણી કોઇ ભૂમિકા જ નથી ? જે થયું કે થાય છે તે તો આપણી સાક્ષીએ જ થાય છે ને ?
એક બાળકની વાત યાદ આવે છે …. દરિયા ભરતી પછી આવેલી ઓટમાં કિનારે ફસડાઇ પડેલી તરફડતી માછલીઓને પોતાના નાનકડા હાથમાં લઇ .. પોતાની તમામ શક્તિને કામે લગાડી … ફરી પાછી દરિયાના પાણીમાં ફેકતો હતો. … એક વિદ્વાન તેને જોઇ રહ્યા હતા. …. કુતુહલ સાથે તેમણે ખીસામાં હાથ રાખી બાળકને કહ્યું કે, તું આ બધી માછલીઓને નહી બચાવી શકે. રહેવા દે, તારી શક્તિ વેડફવાની કોઇ જરૂર નથી. ….. બાળકે પોતાનુ કામ ચાલુ રાખીને કહ્યુ … કેટલી બચશે તે વિચારવામાં કે ગણવા કરતાં તો બચાવવામાં જ મને વધારે આનંદ આવે છે.
ચાલો, મારા વહાલા ભારતવાસીઓ, ગુજરાતવાસીઓ … ચર્ચા–વિમર્શ કરવાને બદલે આપણે થયેલી ભૂલને સુધારવાનો આરંભ કરીએ. જો બગડવામાં ૬૧ વરસ થયા છે તો સુધારવામાં પણ ૬૧ તો થશે જ !!
આ વિશ્વ પાસેથી શીખેલુ .. બાળકો અને યુવાનોને શામેલ કરીને … આપણી તદ્દન આસપાસની દુનિયામાં શુ, કેમ, કેવીરીતે થઇ શકે …ના વિચાર રોપીને … કર્મશિલ બનીએ.
જાહેર આમંત્રણ.
ક્યારે – ગુરૂવાર, તા. ૨જી ઓક્ટોબર, ૨૦૦૮.
સમય – સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ (સમયસર)
સ્થળ – રંગભવન, જીવનભારતી સ્કૂલ, ટીમલિયાવાડ, નાનપુરા, સુરત.
કેવીરીતે પહોંચશો –
રેલ્વે/બસ સ્ટેશનથી ..
….. સ્પેશિયલ રીક્ષામાં રૂ. ૨૫/– ( ત્રણ સવારીના) જીવનભારતી સ્કૂલના મુખ્ય દ્વાર સુધી.
…… શટલ રીક્ષામાં વ્યક્તિ દીઠ રૂ. ૭/– ટીમલિયાવાડ સુધી અને ટીમલિયાવાડથી જીવનભારતી સ્કૂલ પગપાળા પાંચ મીનીટનો રસ્તો.

