Podbean Podcast Site Category :   General   Tags :                          
Feed on
Posts
Comments

Archive for October, 2008

 

એક પ્રવાસની શરૂઆત આવતી કાલે થશે.

 

તા. ૧૦મી થી ૧૪મી ઓક્ટોબર દરમ્યાન રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે માર્ગદર્શન ફિલ્મ શોનુ આયોજન થયું છે.

 

ઇન્ટરનેટ પર જેમને ઓળખતો થયો છું તેમને પ્રત્યક્ષ મળવાનો અવસર. જીજ્ઞેશ કાલાવડીયા, સંગીતા કામાણી, હિતેશ જોષી, અમિત રામોલિયા, હર્ષદ પંડિત, મારી કોલેજ – એ.વી. પારેખ ટેક. ઇનસ્ટીટયુટ, ટાગોર હોસ્ટેલ, રેસકોર્સ પર પટેલનો આઇસક્રિમ, ગેલેક્ષી પર પોણી ચા, રામકૃષ્ણ મીશન …. મારુ લીસ્ટ !!!

 

તા. ૧૫મી થી ૨૦મી દરમ્યાન નવી દિલ્હી ખાતે .. Digital Empowerment Foundation દ્વારા અપાનાર મંથન એવોર્ડ ૨૦૦૮માં અખિલટીવી ડોટ કોમ ૨૬૪ જેટલી ૧૩ વિવિધ કેટેગરીઝ માટે શોર્ટલીસ્ટ થયેલી વેબસાઇટસમાંથી ઇ–એજયુકેશન અને ઇ–લોકલાઇઝેશનની કેટેગરીમાં ફાઇનલીસ્ટ તરીકે નોમીનેશન પામી છે. આથી તૃપ્તિ અને ઉદય સાથે ગુજરાત અને ગુજરાતીઓનુ ગૌરવ વધારવા ICT Mela Connecting Masses માં અમે સક્રિય રીતે ભાગ લઇશુ.

 

આટલા દિવસો દરમ્યાન કદાચ તમારી સાથે અહીં સંપર્ક રહેવુ મુશ્કેલ રહેશે.

 

પ્રવાસેથી પાછા આવીને … મારો અનુભવ અહી લખીશ .. કે .. બોલીશ.

 

તમારી શુભેચ્છાઓ અને આશિર્વાદ સમાન પોઝીટીવ વાઇબ્રેશન્સની અમારા આ અભિયાનને અને અમને ખૂબ જ જરૂર છે.

 

તૃપ્તિ અને અખિલ.

 

Read Full Post »

 

મિત્રો,

પ્રેરણાદાયી ટૂકી વિડીયો ફિલ્મ્સ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ કોલેજમાં ભણતા સ્થાનિક વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાનનો મજબૂત પાયો નંખાઇ ગયો છે.

તા.૦૧.૧૦.૨૦૦૮

ને રમજાન ઇદની રજા જાહેર થવાથી ગુજરાતના સુરત શહેરની જીવનભારતી સ્કૂલના બાળકો માટે યોજેલ ફિલ્મ શો એક દિવસ વહેલો એટલેકે, તા. ૩૦.૦૯.૨૦૦૮ના રોજ ગોઠવી દીધો.

માધ્યમિક વિભાગના ૫૫૦ વિદ્યાર્થીઓને સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.

ફિલ્મોના ટાઇટલ્સઃ ફયુચર ઓફ ઇન્ડીયા, બાળપણ, મુંબઇની માયા, ગોદાવરીને કિનારે, કાવેરીને કિનારે, જીવનયાત્રા.

પ્રત્યેક ફિલ્મને અંતે એક સવાલ તો પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”

મળેલા જવાબો સાંભળીને …. વિશ્વાસ મજબૂત થયો કે, ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેમની વિચારવાની ક્ષમતા સાહસયુક્ત છે. એટલેકે .. કરેલા વિચારને અમલમાં મૂકીને પરિણામ મેળવવાનુ સાહસ કરી શકે તેમ છે. શરૂઆતમાં થોડા શરમાળ .. પણ પછી .. અત્યંત વાચાળ જણાયા. મર્યાદામાં રહીને જટીલ વિષયને લગતા સવાલ પૂછી શકયા .. તેમણે એવું પણ ટાંકયુ કે, ” સર, આવા સવાલ પપ્પા કે મમ્મીને કદાચ ના પૂછી શકીએ .. બીક લાગે.”

ગુજરાતી માધ્યમમાં ભણતા આ બાળકો સાથેના સંવાદમાં એવું લાગ્યું કે, અંગ્રેજી માધ્યમના ભણતરને બદલે અંગ્રેજી ભાષાના જ્ઞાનને વધારે મહત્વ આપીને શિક્ષણ લેનારા બાળકોની  વિચારવાની રીત વધારે મૌલિક હોય છે.

મને અંગત રીતે એવું લાગ્યું કે, આ વિદ્યાર્થીઓનો શારિરિક વિકાસ નબળો કહેવાય. મનના વિકાસની સરખામણીએ તનની તંદુરસ્તી પાછળ રહી ગઇ હોય એમ જોયું. તન અને મનની વૃધ્ધી વત્તા વિકાસ, ઉંમર સાથે, સરખા પ્રમાણમાં થાય તે ઇચ્છનિય છે.

ત્યાર બાદ,

પ્રાથમિક વિભાગના ૬૫૦ વિદ્યાર્થીઓને બપોરે ૧.૩૦ થી ૩.૦૦ દરમ્યાન એ જ ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.

પ્રત્યેક ફિલ્મને અંતે સવાલ પણ એજ પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”

અને એક વધારાનો સવાલ પણ પૂછયોકે …. ” ફિલ્મમાં જે પરિસ્થિતિ જોઇ તેમાં સુધારો કરવા શું કરવું જોઇએ? ”

જે જવાબો મળ્યા તેનાથી આ બાળકો દેશ માટે, પોતાના શહેરની વ્યવસ્થા અંગે શુ વિચારે છે અને શુ વિચારી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.

નાજુક બાંધાના બાળકો આગળ બેસવા મળે તે માટે એક જ ખુરશીમાં બબ્બે જણ પણ બેસી ગયા હતા ..અત્યંત ચંચળ અને ચબરાક બાળકોએ મને એટલા સવાલો પૂછયા કે જવાબ આપતા થકવી માર્યો. …. અન્યોના બાળકો મને આટલી જ વારમાં અપનાવીને આત્મિય કરી લે એ પણ એક અદભૂત અનુભવ થયો.

અખિલટીવીની વેબસાઇટ પર આવીને મને ફોન કરનારા બાળકોની સંખ્યા વધવા માંડી છે.

તા. ૦૨.૧૦.૨૦૦૮

ગાંધીજયંતિ નિમિત્તે જાહેર રજાના દિવસે સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન યોજેલ કાર્યક્રમનુ જાહેર આમંત્રણ ઇમેઇલ દ્વારા ૩૦૦૦૦ જેટલા વિશ્વભરમાં ફેલાયેલા અને ઇન્ટરનેટ વાપરનારા ગુજરાતીઓને મોકલાયુ, ત્રણ રીમાઇન્ડર અપાયા, સુરતની બહાર વસતા મિત્રોને વિનંતિ કરાઇ કે તમારા સુરત ખાતે રહેતા સબંધીઓને જાણ કરજો ..સુરતના ત્રણ સ્થાનિક અખબારોએ પ્રેસનોટ પ્રકાશિત કરી. લોકલ કેબલ ચેનલના સમાચારમાં આ કાર્યક્રમના ઉદેશ્ય અને આયોજનની સંક્ષિપ્ત જાણકારી અપાઇ હતી …. આ સૌને પરિણામે ..

સુરત શહેરના ૪૨, વલસાડથી ૧૨, વડોદરાથી ૨ અને ચીખલીથી ૧ એમ કુલ ૫૭ વ્યક્તિઓ સભાગૃહમાં હતા !! મારા પરિવાર, સબંધીઓ અને સહાયમાં રહેલા મિત્રોની સખ્યાનો આમાં સમાવેશ નથી કર્યો. ( જો તમે કહી શકો કે, આ સંખ્યા મોટી કરવામાં કયાં –શું ચૂકી ગયો.. તો મને હવે આગળના આયોજનમાં કામ લાગશે. )

શાળાના પ્રબંધન દ્વારા સાધનોની ઉપલબ્ધી થવામાં થયેલા વિલંબને કારણે કાર્યક્રમ ૧૫ મીનીટ મોડો શરૂ થયો.  

– સ્વાગત, – ગાંધીવંદના, – પ્રેરણામૂર્તિઓ, – આ પ્રોજેક્ટમાં અખિલટીવીની ભૂમિકા, – ભારતનુ ભવિષ્ય, – મુંબઇ તારી માયા, – ગોદાવરીને કિનારે, – માર્ગદર્શનનો પરિચય 

જેવી વિડીયો ફિલ્મ્સ પ્રદર્શિત કરી.

સવાલ જવાબ થયા.

અમારી અપેક્ષા તો એટલી જ કે, તમારે તો ફક્ત અમને એક શાળા સાથે જોડવાનું જ કામ કરવાનું છે. 

કોણે અને અન્યોએ શુ કરવુ જોઇએ એ વધારે કેન્દ્રમાં રહ્યુ ..

( મારા મનમાં સવાલ છે કે, કેમ આપણે નિષ્ક્રીય થવા માંડયા છીએ ? )

ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત ‘બાપુને કહા થા‘ પ્રદર્શિત કરી.

બપોરે ૧.૨૦ કલાકે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો.

 

છેલ્લે …… 

 

જે કરવા નક્કી કર્યું છે તે તો અમે કરવાના જ.

કારણકે … મનોબળ વધુ મજબૂત થયું છે.

 

Read Full Post »