Podbean Podcast Site Category :   General   Tags :                          
Feed on
Posts
Comments

5922

જીવનના ૫૦ વરસ કામ કર્યુ અને હવે વન પ્રવેશ બાદ જીવનસાથી સાથે અત્યાર સુધી ન કરેલા કામ શીખીને નવો અનુભવ મેળવી રહ્યો છું. સવારે ૬ થી રાત્રે ૧૦ દરમ્યાન અખિલ ટીવી અને અખિલ રેડિયો દ્વારા લોકોના વિચાર તેમના જ અવાજમાં વિશ્ચભરના ગુજરાતીઓ માટે પ્રસ્તુત કરીને સંતોષ તેમજ આનંદ પામીએ છીએ.

શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓના સહયોગ દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓ માટે નિઃશુલ્ક ફિલ્મ શોનું આયોજન/સંચાલન કરીએ છીએ.

ઇન્ટરનેટની દુનિયામાં આમ તો ૧૦–૧૨ વરસથી છબછબિયાં કરતો રહ્યો છું. હવે છેક ચસ્કો ચડયો છે એમ તો નહિ પણ મોજ જરૂર પડે છે. પાસપોર્ટ વગર મારા જ ઓરડામાંથી મારી જ ખુરશીમાં બેસીને તૃપ્તિએ બનાવી આપેલ ચા પીતા પીતા વર્ચુઅલ વિશ્વસફરે જવાની મજા જ કંઇ ઓર છે. અજાણ્યા વિષયોને અપરિચિત લોકો સાથે પરિચય કેળવીને જાણવાનો આ અનુભવ મને ખરેખર યોગ્ય ઉંમરે જ થઇ રહ્યાનું લાગે છે.

સરળતા અને સહજતાથી જીવન જીવવું છે. બહેતર બનાવવું છે. કોકને કામ આવવું છે. એટલેજ અખિલ ટીવી પર પ્રસ્તુત છેઃ

હોમપેજઃ

આજનો વિચાર, આજનો પ્રયત્ન, આજની તસવીરો, આજની વાત અને આજના પ્રસારણોની સંક્ષિપ્ત માહિતી.

પ્રોગ્રામ શીડયુલઃ

ગુજરાતભરના અમારા સ્થાનિક સંપર્ક ઉપરાંત અમારા પ્રવાસ તેમજ ફિલ્મ શોના આયોજનનું કેલેન્ડર.

વિડિયો પ્રોગ્રામ્સઃ

ગુજરાતી ભાષામાં વિડિયો ફિલ્મ અને લાઇવ સ્ટ્રીમીંગ દ્વારા દર્શકો સાથે ભારતના સમય પ્રમાણે રોજ સાંજે ૬ થી રાત્રે ૯ દરમ્યાન વિવિધ વિષયો પર ઇન્ટરેક્ટીવ વાતો કરીએ છીએ.

રેડિયો પ્રોગ્રામ્સઃ (ભારતિય સમય પ્રમાણે સવારે ૬ થી રાત્રે ૧૦ )

રેડિયો અખિલઃ ભક્તિસંગીત, પ્રેરક પ્રવચનો, નવાજૂની, વાદ્યસંગીત, ફિલ્મી ગીતો (નવા અને જૂના)

ફોન ઇનઃ આપણીવાત, ધંધાપાણી, કામની વાત અને સંવાદ.

ગુજરાતી વેબ રેડિયોઃ વડોદરાના કાન્તિભાઇ પટેલ દ્વારા સંચાલિત રેડિયો કાર્યક્રમ.

માર્ગદર્શનઃ

પ્રેરણાદાયી વિડિયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈળશ્વિક નાગરિક બનાવવાનું અભિયાન.

બ્લોગઃ

અંતરના ઉંડાણમાંથી – દિમાગની વાત, દિલથી. અખિલ સુતરીઆ – અક્ષર અને અવાજ એક સાથે. મારા સવાલ તમારા જવાબ – ધીર, ગંભિર અને દિમાગ હલાવી નાખે તેવા કે પછી દિમાગને હળવાશ આપે તેવી ટીખળ પણ ચાલશે.

સુવિચારઃ (ક્વોટસ)

જીવનને અર્થપૂર્ણ બનાવવામાં મદદરૂપ થાય તેવા ૩૦૦૦થી પણ વધુ સુવાક્યો જેમાં રોજે રોજ વધારો થતો જ રહે છે.

લિંક્સઃ

મને જે સાઇટસની મુલાકાત લેવામાં રસ પડયો હતો ત્યાં ફરી ફરીને જવા માટે ૨૫૦ જેટલી લિંક્સ.

અને અમારી પ્રેરણા, અમારે વીશે તેમ જ અમારો સંપર્ક કરવા અંગે માહિતી.

અમારા પ્રોજેક્ટ માર્ગદર્શનને પેપાલ દ્વારા આર્થિક સહયોગ કરી શકો છો.

વધુ જાણકારી માટે મારો સંપર્ક વીના સંકોચે કરશો.

Using SKYPE on Radio AKHIL gives an opportunity to one and all to speak to the world !!!

Dear All,

I have great pleasure in annoucing a successful test results of Radio AKHIL incorporating SKYPE for making it more user friendly. ( Afterall I wish technology to be used for the betterment of mankind, connecting minds, bringing people of the planet close enough to create a community of learning, living, leading and loving people.

Now from Radio AKHIL, we are in a position to broadcast LIVE and / or recorded telephonic and or audio chat conversations from SKYPE.

All you need to do is :

1. Download skype messenger from http://www.skype.com for FREE. ( This messenger allows you to be in audio chat conversation with anyone who too is using skype just like yahoo and google talk. )

1a. As soon as download begins you will be asked to set your user name and password as usually happens with any registration process.

2. Connect headset or Mic and Speakers to your PC.

3. Log in to SKYPE using your username & password.

4. Set your profile details. ( this helps others to find you on SKYPE ). Adding your recent photo will be appreciated. ( Refrain from procastination while updating your profile !! )

——- Now you are ready to add me to your list.

5. Click >> NEW >> NEW CONTACT ( A new window will open with a dialogue box to do a search for you. )

6. TYPE akhilsutaria and click FIND. ( My Skype ID is akhilsutaria )

——– You will see my Fullname / Skype name / Country / Nation / Profile.

7. Select it. ( It will be highlighted in blue colour )

8. Click ADD CONTACT

——– You are done.

Whenevr you are online,

log in to SKYPE and see if I am online,

( I will be !! )

call me via SKYPE for FREE

and get ready to be in conversation with me

for expressing your self to the world.

for assistance further to this, feel free :

CALL …

my cellphone - 91 94 27 222 777

my phone - 91 2632 243 474

my directline - 91 2632 240 842

I am sure all of you will participate.

Will you ??

દોસ્તો,

તમને મારા તરફથી રોજ સવારે ખાસ તમારે માટે મહત્વની અને અગત્યની માહિતી સાથેની મેઇલ મળશે. જેનું નામ રાખ્યું છે – સવારના શબ્દો.

આમ તો તમને મારા તરફથી અને અખિલ ટીવીના ઇમુખપત્ર સ્વરૂપે દિવસ દરમ્યાન મેઇલ મળ્યા કરતી હોય છે.

કદાચ તમે વાંચતા હો અથવા તમને સમય ન પણ મળતો હોય.

મારી દ્રષ્ટીએ જે તમારે જાણવું જ જોઇએ તેવી મુદ્દાસર જાણકારીનો જ આ મેઇલમાં ઉલ્લેખ હશે.

મારો ભારપૂર્વકનો તમને … એટલો તો આગ્રહ ખરો જ કે, હવે શરૂ થતા આ ‘સવારના શબ્દો’ જરૂર વાંચવાની ટેવ પાડી લેજો.

જેથી તમે જીવનમાં મેળવવા લાયક માહિતી બ્લોગ પર વાંચવા, રેડિયો અખિલ પર સાંભળવા તેમજ અખિલ ટીવી પર જોવામાં મોડા ન પડો.

Dear Friends,

Now onwards I will be sending you an exclusive personalised mail with very important information with title ” Morning Mail” in subject line.

You being a subscriber to recieve AKHIL TV eNEWS letter, must be getting few mails delivered to your mail box.

I hope you would be reading them all or might not be getting time to go through sometimes.

I would strongly suggest you to make it a habbit to read “Morning Mail” as it will include ONLY important announcements in context with what is being showcased on my blog, Radio AKHIL and Akhil TV.

——————- ઉદાહરણ —————————

Date : 11.04.2009

Blog :

  • અક્ષર અને અવાજ એક સાથે.
  • દિમાગની વાત દિલથી.

Radio AKHIL :

  • Phone IN : તમારા શહેરની નવાજૂની. ( નવસારી, ભરૂચ, નેત્રંગ, ગોધરા, લીમખેડા )
  • Interview : અડવાણીને જીતાડવામાં નરેન્દ્રભાઇને કેટલા અવરોધ આવશે ?
  • ઉપરાંત ભક્તિ સંગીત, વાદ્ય સંગીત, નવા અને જૂના ફિલ્મી ગીતો.

Akhil TV : ( Live webcast )

  • અડવાણીને જીતાડવામાં નરેન્દ્રભાઇને કેટલા અવરોધ આવશે ?
  • अडवाणीको जीतानेमें नरेन्द्रभाइ कितने अवरोधका सामना करेंगे ?
  • Challenges for Narendrtabhai in getting Advani win.

————————————————

your suggestions will help us improve.

તમારા બે શબ્દો શિખામણના અમને સેવાઓ સુધારવામાં મદદ કરશે.

04.04.2009 | 5073

akhilitv: namaste kem chho ?

Harshad Jangla: mazama ane tame?

akhilitv: ekdum maza

akhilitv: tame radio akhil sambhalyo ?

Harshad Jangla: mumbai javana cchcho?

akhilitv: www.akhiltv.com

akhilitv: ha,,…. tuesday - 7th april akhilitv: shreenathji na…. bhajan chaale chhe ….. smaranjalika

Harshad Jangla: i visited once but could not hear anything i will go again now Harshad Jangla: i will go just now

akhilitv: thankx

akhilitv: make sure spkrs are connected

Harshad Jangla: shall i go to the link u have given me?

Harshad Jangla: ok

akhilitv: and volume is set to an audiable level

akhilitv: yes akhilitv: www.akhiltv.com

Harshad Jangla: ok so lets chat again

akhilitv: we can continue here in chat if u wish

akhilitv: radio will play independently

Harshad Jangla: yes i hear our favorite bhajan

akhilitv: am learning technology and use it to communicate

akhilitv: wow…

Harshad Jangla: wonderful u r creating miracles

akhilitv: I plan to broadcast interviews of experts on various subjects to improve quality of lives.

akhilitv: my pleasure Harshadbha..

Harshad Jangla: i c

akhilitv: is bhajan playing smoothly… ?

Harshad Jangla: this radio will play 24 hrs?

akhilitv: or stopps for buffering ??

Harshad Jangla: yes very much

akhilitv: presently …… 6 am to 10 pm india time

akhilitv: very soon I intend to make it 24 hours

Harshad Jangla: no bilkul buffering nathi

akhilitv: when listener gets satisfied it encourages me.

Harshad Jangla: totally satisfied

akhilitv: thanks…..

Harshad Jangla: i am v much interested in old songs

akhilitv: will be meeting couple of people in Mumbai on Friday - 7th April. akhilitv: could you read tentative schedule of broadcast ?

Harshad Jangla: i will akhilitv: what is ur time now ?

Harshad Jangla: 11 05 pm on sat night

akhilitv: do u see 8 clocks showing local time of places ?

Harshad Jangla: yes v well

akhilitv: so its New York Time

Harshad Jangla: yes

akhilitv: and ours is Mumbai time

Harshad Jangla: newyork and atlanta is same time

akhilitv: this is just for rough reference

Harshad Jangla: good

akhilitv: my 8.30 pm would be your morning …. to listen to old songs.. akhilitv: lata

akhilitv: hemant kumar

akhilitv: rafi

akhilitv: mukesh

Harshad Jangla: oh my god i am thrilled

akhilitv: Madan Mohan

akhilitv: I am trying to get even older ….

akhilitv: suraiya

akhilitv: saigal

Harshad Jangla: unbelievable sir!

akhilitv: 1930-50s

akhilitv: 1950-70s

akhilitv: 1970-2000s

akhilitv: and

akhilitv: 2000-2009s

Harshad Jangla: wonderful

akhilitv: i will also be inserting my speeches between two songs….. later so that I can be in direct conversation with all of you.

Harshad Jangla: ok

akhilitv: and ofcourse all suggestions coming in would help us improve this FREE SERVICE !!!!!

akhilitv: lol …

Harshad Jangla: grrrrr8

akhilitv: there are good people on this planet who support us … keep supporting us …. periodically.

Harshad Jangla: oh yes because yr work is so noble

akhilitv: do let others know about this feature on my site..

Harshad Jangla: oh sure

akhilitv: keep in touch

Harshad Jangla: thanx bye akhilbhai

akhilitv: enjoy radio akhil !!!

Harshad Jangla: sure

http://www.india-forum.com/forums/index.php?showtopic=2209 after viewing and reading the contents on above link :

अब क्या कहेँ ?

चोर ही पुलिस, पुलिस ही चोर, कहनेवाला चोर, पुछनेवाला चोर, सुनानेवाला चोर, दिखानेवाला चोर, लिखनेवाला चोर, छापनेवाला चोर,

अरे.. सुनभाइ … जनता मरे तो मरे .. अपनी जेब कौन भरें ?

महंगाइकी चक्कीमें जनताको इतना पीसो के, जिंदा रहकरभी कुछ बोल ना सके।

कोइ तो सुनो … जनता क्या सुनना चाहती है ? कोइ तो देखो… जनता क्या देखना चाहती है ? कोइ तो लिखो … जनता क्या पढना चाहती है ? कोइ तो छापो … जनता क्या सोचना चाहती है ?

जीस देसकी संस्कृतिमे है महाभारत और रामायन, दिखते है चारों ओर रावण, दुशासन और दुर्योधन; कहां है दो चार अर्जुन, अभिमन्यु या हनुमान ?

कोन्डोम लगानेसे कुछ नहीं होगा,

खौलते हुए खुनसे, तपते हुए विचारसे, संस्कारोसे सुशोभीत कामक्रिडाके विग्यानमें, समजदारीसे जब बनेगा .. विर्य शक्तिशालि, तब पैदा होंगे … अर्जुन, अभिमन्यु या हनुमान ।

आपसे नहीं है मेरा सवाल … के आपने क्या कीया ?

मेरे अपने भारत देशके लिये, मेरे अपने देशके सभी बांधवोके लिये न सही, लेकिन … कमसे कम … मेरे देशके, मेरे गांवके कुछ बच्चोके लिये, मैने मेरा शेष जीवन समर्पित कीया है, क्योंकी मैं मानता हुं, देशके बच्चे और युवाशक्ति ही देशका भावि है।

क्योंकी मै चाहता हुं, आज हमारे सामने नये रूपमे है रावण, दुशासन और दुर्योधन; उनका वध करनेकी हर बच्चेमें हिम्मत हो।

याद रखो,

केवल जय हो कहनेसे कुछ नहीं होगा । आइए दोस्तो, बाते जरुर करें, लेकिन काम ज्यादा करें। जीवनको बहेतर बनाये।

www.margdarshan.ning.com

अखिल सुतरीआ । 31.03.2009 । 09427222777

મિત્રો,
 
મને એવો વિચાર આવ્યો કે,
 
– જો તમે ગુજરાત રાજયમાં રહેતા હો,
 
– જો તમારે ત્યાં બીએસએનએલનો લેન્ડલાઇન ફોન હોય,
 
– જો તમે ૧૦ થી ૩૦ મીનીટ મારી સાથે મારા ફોન નં. 02632 243474 પર વાતચિત કરી શકો,
 
અને જો તમે તમારા શહેરની નવાજૂની અંગે મારા કેટલાક સાદા .. સરળ.. સહેલા .. સવાલોના જવાબ ફોન પર આપવાની ઇચ્છા રાખતા હો તો …
 
રેડિયો અખિલ પર તમે મને આપેલી જાણકારી તમારા જ અવાજમાં વિશ્વભરના ગુજરાતી શ્રોતાઓ માટે પ્રસારીત કરીશું.
 
ઉદાહરણ તરીકે –
 
૧. ….(તમારા શહેરનું નામ)…. ની નવાજૂની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ….( તમારા શહેરનું નામ )…. ની નવાજૂની રજૂ કરશે …. ( તમારું નામ )
 
૨. નમસ્તે,  સૌ પ્રથમ તો રેડિયો અખિલના તમામ શ્રોતાઓને તમારા નામ, ગામ અને કામની સંક્ષિપ્ત માહિતી આપી દો.
 
૩. તમારા શહેરની એવી નવાજૂની કે જે વિશ્વના ગુજરાતીઓએ સાંભળવી જોઇએ તે એક કાગળ પર મુદ્દાસર લખી રાખો. ત્યાર બાદ મારી સાથે વાર્તાલાપ સ્વરૂપે રજુ કરો. ( સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા કોઇ પણ વિષયના મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવા ).
 
કોઇ સવાલ ?  વધુ માહિતી માટે ફોન કરો 9427222777
 
નવાજૂની જણાવવા ડાયલ કરો … 02632 243474
 
કેવો લાગ્યો આઇડીયા ??
4976 | 30.03.2009

4966 | 29.03.2009

રેડિયો અખિલ ( www.akhiltv.com )

સવારે ૬થી રાત્રે ૧૦ – ભારતીય સમય પ્રમાણે.

આવી રહેલા કાર્યક્રમોઃ         * ભક્તિ અને ભજન,         * વિચારધારા,         * બાલજગત,         * નવાજૂની,         * ધીંગામસ્તી,         * હસાયરો,         * યુવામંચ,         * મહિલામંડળ,         * કામનીવાત,         * સંસ્મરણ,         * સાહિત્યસભા,         * કવિ અને કવિતા,         * આપણું ગુજરાત,         * પ્રવાસ અને પ્રવાસી,         * જોયેલું કે જાણેલું,         * અવનવું,         * માર્ગદર્શન (કારકીર્દી)         * માર્ગદર્શન (વ્યાવસાયિક)         * સંવાદ અને …         * તમે બોલો !!!

ઉગતા કલાકારો માટે કલા પ્રદર્શનનું પોતિકું પ્લેટફોર્મ …

with best Regards,   Akhil Sutaria     Web : www.akhiltv.com     Cellphone : +91 9427 222 777

ફોન ઇન

Akhil: હવે અખિલ ટીવી ડોટ કોમ પર લાઇવ ફોન ઇન ની વ્યવસ્થા કરી છે
 
U: વાહ એમાં શું કરવાનું?
 
Akhil: રીયલ ટાઇમમાં ફક્ત ૧૦ સેકન્ડનો ફેર પડે છે click www.akhiltv.com
 
U: હા પણ અમારે એનો શો ઉપયોગ?
 
Akhil: તમે તમારા જ પીસીના મીડીયા પ્લેયરમાં આ ઓડીયો પ્રોગ્રામ રીયલ ટાઇમમાં ફક્ત ૧૦ સેકન્ડના ડીલે સાથે સાંભળી શકશો.
 
U: કાવેરીના કીનરે આવે છે \ \
 
Akhil: now clik Phone IN
 
U: કર્યું
 
Akhil: હવે તમારા ઇન્ટરનેટ કનેક્શનની સ્પિડ મુજબની લિંક કરો. બ્રોડબેન્ડ અથવા ડાયલ અપ
 
U: બ્રોડબેન્ડ
 
Akhil: સરસ
 
U: ક્યા બાત હૈ … તમારો અવાજ મારા પીસી પર … આ તો એકદમ રેડિયો જેવું જ !!
 
Akhil: આમેય હું અક્ષર કરતાં અવાજનો વધારે વહાલો છું !!!
 
U: આની ઉપયોગિતા શું ?
 
Akhil: દા.ત, અમદાવાદના અનિલભાઇ, વેરાવળના વસંતભાઇ, પોરબંદરના પ્રકાશભાઇ, ભાવનગરના ભરતભાઇ, નવસારીના નવિનભાઇ, સુરતના શરદભાઇ, વડોદરાના  વૈભવીબહેન, ભરૂચના ભારતીબહેન, આણંદના અનિતાબહેન ….. ટુંકમાં ગુજરાતના કોઇ પર સ્થળેથી કોઇ પણ વ્યક્તિનો ઇન્ટરવ્યુ તેમના ફોન પર મારી બીએસએનએલની લેન્ડલાઇન પરથી કોઇ ચોક્કસ વિષય પર વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ માટે કરી શકાશે.
 
U: શું વાત કરો છો ? આ તો અત્યંત આનંદના સમાચાર છે.
 
Akhil: હા …. લોકો આનો લાભ લે એ જ મનોકામના છે.
 
U: અભિનંદન
 
Akhil: આભાર. ( http://akhiltv.podbean.com )
 
Listen Now:


icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Embeddable Player | Hits (21)

4796

આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ.

ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું.

અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.

પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.

અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …

મજા ન આવી.

કારણકે,

જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું. શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.

મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.

કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.

આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.

સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.

મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,

મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.

ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.

આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.

સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?

મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.

પણ,

વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?

સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.

સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?

પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …

પણ,

ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.

તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?

પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?

મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.

મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,

રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ? (અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો

આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?

આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?

વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )

૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં

(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે

– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?

– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )

(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે

– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?

– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?

(ક) વાલીઓ અને માતા–પિતાને

– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?

– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?

એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?

લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?

લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?

લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?

કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.

જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.

તમે શું વિચારો છો ?

વિનયભાઇ,

તમે લખેલ મેઇલનો એક ભાગ મને ખળભળાવી ગયો …

૫/૩ પ્લેજરીઝમ - નવોદિતાથી ન્યુરોસર્જન સુધી પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. ૫/૩ અમારી બીજી કોઇ શાખા નથી. પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે… પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે પ્રસિદ્ધ અને સમૃદ્ધ બ્લોગની શાખ અને નામ વાપરીને નકલખોરો ઉતરી પડ્યા છે.

મારા માટે તમે ‘તમે’ છો.

મારું માનવું છે કે તમારી પાસે અન્યો પાસે છે તે કરતાં કઇક જુદુ કરી શકવાની આવડત પણ છે.

તમારી ‘ખૂણે ખાંચરેથી અવનવા વિષય પર જાણવા જેવું ખોળી કાઢવાની આવડત પર મને માન છે’

તમે ‘જોડણી’ ને લઇને …… ના સમર્થકો સાથે કરેલ શબ્દ યુધ્ધ નહોતુ ગમ્યું.

મારો બ્લોગ હોંસે હોસે શરૂ કર્યા પછી ફક્ત બે જ મહિનામાં …. ફ્લેટ ૬૦ દિવસમાં મારે કામના, મને કામ લાગે તેવા વ્યક્તિઓને તારવી લીધા …. અને તેમની સાથે જ્ઞાનગોષ્ટી / સંગાથ માણવાનું ચાલુ છે.

જેમને હું કામનો લાગ્યો એવા મારી યે નજીક આવ્યા. થોડા ટક્યા બાકીના વિદાય થઇ ગયા.

હજારો લોકોને લાખો પ્રકાર અને જાતની ટેવ અને કુટેવ હોય … એ તો અહીં જ જાણવા મળ્યું.

હું પાછો લડાયક મિજાજનો … આક્રમક વૃત્તિવાળો જીવ … ધીરે ધીરે …. સમજણો થયો !! ( ૫૧ વરસનો થયો હોં ! )

જાત અનુભવે એવું ઇમાનદારીથી કહી શકું એમ છું કે,

વર્ડપ્રેસ પર મને જે વાંચન મળ્યું તે જે તે બ્લોગરનું મૌલિક સર્જન હતું કે કેમ મને ખબર નથી.

૯૯% બ્લોગરો પ્રસ્તુત કરેલા વિચારના વખાણ જ થાય એવી અભિલાષા રાખનારા છે.

ગુજરાતમાં રહેનારા ૨૦ થી ૨૨ બ્લોગરો સાથે મેં ટેલિફોન પર જાતે વાતો કરી છે.

એટલે તેમના લખવા અને બોલવા વચ્ચેનો તફાવત મને ખબર છે. ( વાતોના વિરા કે વડા …. પણ છે વાસ્તવિકતા ) હા, તેમને જે આવડે છે તે મને નથી આવડતું એ હકિકત છે.

એટલે તેમના દ્વારા પ્રસ્તુત થયેલા ‘વિચાર’માં મને જે સારું જણાયું તે અપનાવ્યું બાકીનું … જય શ્રી કૃષ્ણ !

તેમાના ઘણાખરાના શહેરમાં ( અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ) પણ બે – ચાર થી અનેકવાર વાર જવાનું થયું છે ત્યારે …. તેમનું મારી સાથે ટેલિફોન પર બોલવું અને મને મળવા જેટલા સમયનો અભાવ … .. એક વાર, બે વાર .. ત્રણ વાર .. પણ ચોથી વારે ?? ઘણં ઘણું કહી જાય છે … સમજાવી જાય છે. વ્યક્તિની અગ્રિમતાઓ કે પ્રાથમિકતાઓ અલબત્ત વ્યક્તિગત જ હોય એ હું સારી રીતે જાણું જ છું.

માર્ગદર્શન ની પ્રવૃત્તિ સાથે મળીને કરવી જોઇએ, હું તમારી સાથે છું … કોઇ કામ હોય તો જરૂરથી જણાવજો .. એવું કહેનારાઓ … મને માત્ર ફોન અને ઇન્ટરનેટ પર જ મળ્યા છે. ગણત્રીના ૬ અપવાદ બાદ કરતાં. આ પણ વાસ્તવિકતા છે.

જેને ચોરી ખબર ન પડે એવી રીતે કરતાં ન આવડતી હોય તે ખુલ્લે આમ કરે … પણ તેણે કરેલી ચોરી કે ઉઠાંતરીથી કોને .. શું … કેવા પ્રકારનું અને કેટલું નુકશાન થાય કે થયું … એવુ તો કોઇ જણાવતું નથી … !!!

સાચું કહું તો … હું મહત્વ લખાણને આપું છું મોકલનાર કે ફોરવર્ડનાર ( નવો શબ્દ શોધાયો ! ) ને નહી.

લખનાર વ્યક્તિ વિદ્વાન છે કે નહી તે નક્કી કરવાનું કામ વાચકનું છે અને વાચક ધીમે ધીમે પોતાની ગતિએ જ સમજણો થતો હોય છે એમ મને લાગે છે.

મોટા ગજાના કે નાના ગજાના .. ધુરંધરો કે મુર્ધન્ય .. માં મને સમજ નથી પડતી. વલસાડમાં યોજાયેલ બે ચાર કવિસંમેલનમાં હાજરી આપી પણ એવું લાગ્યું કે, હું કવિતાનો જીવ નથી. એટલે કવિતા કરનારા કે લખનારા ખોટા નથી થઇ જતા.

બોટમ લાઇન – તેઓ ‘તે’ છે, તમે ‘તમે’ છો અને હું ‘હું’ છું. … કેટલું જીવવાનું છે તે ખબર નથી … તેમને કે તમને સુધારવાને બદલે ‘મને’ સુધારવાનુ મને વધુ રસપ્રદ, સરળ અને કરવા જેવું કાર્ય લાગે છે.

 

માન્યતા

૦૨.૦૩.૨૦૦૯ / ૪૫૭૧.
કોઇ પણ એક માન્યતા અંતિમ હોતી નથી ..
 
જુદા જુદા નામે કે સ્વરૂપે …
 
રામ … રહિમ … જીસસ … અને …. એવા તો ઘણાં ….
 
લોકોએ જ આપેલા નામથી ઓળખાતી
 
આ અલૌકિક શક્તિ પર આધાર રખાય છે …
 
કોઇ પણ ધર્મના, જ્ઞાતિના કે સંપ્રદાયના લોકોની
 
આસ્થા જે ધર્મગ્રંથ પર હોય તે …
 
બાઇબલ, કુરાન કે ગીતા …  પથદર્શક છે …
 
જન્મથી મૃત્યુ સુધીની સફર મળેલા શરીર સાથે કરવાનું … માર્ગદર્શન છે …
 
શરીર અને ચૈતન્યનો ભેદ સમજાવતું … ડહાપણ ( wisdom ) છે …
 
જીવાત્મા, મહાત્મા અને પરમાત્માની અવસ્થાનો … પરિચય છે …
 
વામન કે વિરાટ – એ સ્વરૂપની કલ્પના છે …
 
પણ,
 
મને લાગે છે કે,
 
‘એ’ ની અનુભુતી એ ‘એની’ સાથેનો એકાકાર છે …
 
એટલે,
 
જો ‘એ’ નથી તો એ મારૂં અજ્ઞાન છે …
 
કારણકે,
 
‘એ’ છે તો અહીં જ છે … મારામાંથી જ વિસ્તરે છે …
 
અને પછી અણુએ અણુંમાં થઇને સમગ્ર સૃષ્ટિને … પોતાના કવરેજ વિસ્તારમાં રાખે છે.
 
જીવન અને મરણ … શરીર સાથે સંબંધીત છે … ચેતના સાથે નહિં.

સ્લમડોગ

૦૧.૦૩.૦૯
 
સ્લમડોગ …. કે …. અરૂંધતિ રોયે લખેલ પુસ્તકને બુકર્સ પ્રાઇઝ મળવું …
 
સત્યજીત રે.. શ્યામ બેનેગલ જેવાઓએ સીનેમા જેવા શક્તિશાળી માધ્યમનો ઉપયોગ કરવાની તેમની આવડત કે કુશળતાનો ઉપયોગ કરતી વખતે શું વિચાર્યું હશે ? ( આર્ટફિલ્મની વ્યાખ્યા … કોણ કરે ? મહેશ ભટ્ટ ? )
 
ગાંધીજીએ મ.ઝીણા અને નહેરૂના મતભેદને ઉકેલવા કરેલ નિર્ણય પર સરદારે શું વિચાર્યું હશે ?
 
મહદઅંશે તમારી વાત સાચી છે .. દંભના આવરણ હેઠળ વિપરીત પરિસ્થિતિને અંકુશમાં લેવાની માત્ર બુધ્ધી ધરાવતા કહેવાતા સંસ્કારી, જ્ઞાની એવા લોકો પાસે એનો ઉપયોગ કરવાની આવડત છે કે કેમ ?
 
અને સૌથી મહત્વનું કે, આવડત હોય તો ….. એ અમલમાં મુકવા જેટલી હિંમત છે ?
 
મીંડાઓની દુનિયામાં એકડો થઇને જીવવું … એ અઘરૂં જરૂર છે. જે મીંડા એકડાને અનુસરે છે તેમનું મુલ્ય આપોઆપ વધી જ જાય છે.
 
ઓસ્કારે પોતાનું અવમુલ્યાંકન કર્યું હોય એમ મને લાગે છે.
 
ફિલ્મની વાર્તા અને વાસ્તવિકતા ને સંબંધિત કરવા કે નહીં તે મુદ્દો નથી.
 
વાર્તા કહેવાની રીત કેવી હોવી જોઇએ તે મુદ્દો છે.
 
એવી રીતે કહેવાયેલી વાર્તાની આમ ( ખાસ નહી ) જનસમુદાય પર કેવી અસર / કેવો પ્રભાવ પડશે તે મુદ્દો છે.
 
ઓસ્કારનું એન્ડોર્સમેન્ટ મળેલ વિચાર, વાર્તા, વ્યવહાર કેવા સમાજમાં કેટલી સરળતાથી સ્વિકારાઇ જતા હોય છે તે મુદ્દો છે.
 
ગંગા પણ આજે ગંદી થયેલી જણાય છે, એટલે ગંગાવતરણનો પ્રસંગ કહેવાની રીત બદલાઇ જાય ?
 
યમુનાને ચોખ્ખી કરવાની વાતો શરૂ થઇ છે એટલે … મોગલ સમયના દિવાને આમ અને દિવાને ખાસમાં યમુનાજળના થયેલ ઉપયોગની વાર્તા બદલાઇ જાય ?
 
ત્યારનું ભારત …. આજનું ભારત અને આવતી કાલનું ભારત કેવું ? ના જવાબ તુંડે તુંડે મતિ ભીન્ન જેવા મળશે.
 
એટલે, બદલાઇ રહેલા વાતાવરણ કે પરિસ્થિતિમાં કોડિયા જેટલી પણ રોશની આપી શકાય તો … ભયો ભયો !!

૦૧.૦૩.૦૯ / ૪૫૨૨ 

ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના શોખે મને લગભગ દરેક વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થાને જોવા માટેના વૈકલ્પિક દ્રષ્ટીકોણ શોધતા શીખવાડયું છે.

કોઇ પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર થઇ શકે અને આ ફેરફાર સુધારા કે બગાડની દિશામાં લઇ જાય.

જે આજે ન આવડતું હોય તે શીખી શકાય, શીખ્યા પછી એ આવડતના ઉપયોગે સમજાય કે … ક્ષમતા વધી કે ઘટી.

બે દ્રષ્ટાંત આપું ..

૧. મારા દાદાજીની પાયા,અડધા,પોણા જેવા દાખલા મોઢે ગણવાની આવડતમાં કેલક્યુલેટરે અવરોધ ઉભો કર્યો.

૨. મારા બાળકોનું ગણિત, કેલ્કયુલેટર વાપરવાની આવડતને કારણે સુધર્યું છે.

મારી સવાલ પૂછવાની આવડતમાં થઇ રહેલા ફેરફાર હવે હું જાતે અનુભવી શકું છું.

તો સારું – ખરાબ કે સાચું – ખોટું ને બદલે … બદલાઇ રહેલા વાતાવરણ સાથે વહેતા રહીએ તો જીવનનો આનંદ અકબંધ જ રહે છે, બલ્કે વધતો જાય છે.

એટલેકે, હું રામનામ લઇશ અને જો રામ કા નામ લે ઉસકા ભલા ઔર જો ન લે ઉસકા ભી ભલા … નો અભિગમ એટલીસ્ટ મને અને તૃપ્તિને તો જીવનનો આનંદ આપે જ છે.

અમારે જે કરવું છે તે અને અમને જે કરવું ગમે છે તે કરીએ છીએ.

અન્યો પણ કરે તો વધુ આનંદ, અને ના કરે તો આપણો આનંદ.

૨૬.૦૨.૨૦૦૯ / ૪૪૭૪

પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો સમજી શકે તેવી ભાષામાં જવાબ લખવા વિનંતી.

સ.૧ જીવન વિમો એટલે શું ?

સ.૨ જીવન વિમો શા માટે લેવો જોઇએ ?

સ.૩ જીવન વિમો ક્યારે (કઇ ઉંમરે) લેવો જોઇએ ?

સ.૪ જીવન વિમાના લાભ અને ગેરલાભ જણાવો.

સ.૫ જીવન વિમાની તમે જાણતા હો તેવી અન્ય બચત યોજના કે પધ્ધતિ સાથે સરખામણી કરો.

 

છેલ્લા ૬ માસ દરમ્યાન મારી મેઇલમાં જણાવ્યા મુજબના શહેરોમાં તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકો માટે અમે યોજેલા ફિલ્મ શો અન્વયે થયેલ સવાલ–જવાબ પરથી તારણ કાઢયા છે. ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર )

 

વૈશ્વિક નાગરિક કેવો હોય … તેવા સવાલનો જવાબ એક પણ શિક્ષક આપી ન શક્યા કેવળ તેમણે કલ્પનાના ઘોડા દોડાવ્યા.

 

સ્વેચ્છાએ સ્વિકારેલા વ્યવસાયમાં કેમ કાર્યક્ષમતાનો અભાવ જણાય છે નો જવાબ … પોતાને મળતી સગવડ વ્યાજબી નથી, વળતર પૂરતું નથી, ઘરની ઘણી જવાબદારીઓ છે .. વિ.

 

શહેરના સંપન્ન પરિવારમાં બાળકોને જરૂર કરતાં ઘણં વધારે વહાલ કરીને .. સગવડ આપીને .. છાપરે ચડાવી દેનાર માતાપિતા .. મહેમાનો આગળ બાળકોને વાંદરવેડા કરવાનું કહી નુમાઇશ કરીને પોતાની બાળઉછેરની આવડતનુ પ્રદર્શન કરતાં જણાય છે .. તેમાં પોતે ગૌરવ અનુભવે છે.

 

સામાન્યજ્ઞાન કે સામાન્યબુદ્ધી ( બુધ્ધી ) વધારવાને બદલે બધા જ સીધા ‘અસામાન્ય વ્યક્તિત્વ’ ના માલિક બનવાની સ્પર્ધા કરી રહેલા જણાય છે.

 

ગ્લેમર, ટેલિવિઝન કે સીનેમાની ઝાકઝમાળની દુનિયામાં જ ઉધ્ધાર થઇ શકે તેમ છે એવી માન્યતા મંદગતિએ મજબૂત થઇ રહી હોય તેમ લાગે છે.

 

ઘણા બધા આવું માનવા લાગ્યા છે કે, ઉચ્ચ ભણતર વગર ક્યાંય નહીં જીવાય. ગ્રેજયુએશન (બી.કોમ , બી.એસસી કે બી.એ) હવે જાણે બીજી–ત્રીજી ચોપડીનું ભણતર હોય તેમ ગણાવા માંડયું છે. બારમા પછીના ત્રણ વર્ષનું કોલેજ જઇને અંદાજે રૂ. ૩૦,૦૦૦ (વધુ થાય પણ ઓછા હરગીઝ ન થાય)ને ખર્ચે મેળવવામાં આવતું ગ્રેજયુએશન હવે યુઝલેસ ગણાય છે. છતાં દર વર્ષે લાખો બાળકો એ લેવા અને માતાપિતા એ અપાવવા મજબૂર બને છે.

 

પોસ્ટ ગ્રેજયુએશન વગર ચાલશે જ નહી .. એવી માન્યતા હવે દ્રઢ થતી જણાય છે.

 

બેઝીક લાઇફ સ્કીલ્સ પણ હવે કોલેજોમાં શીખવવી પડે છે. માતા–પિતા નથી શીખવી શકતા – કુવામાં હોય તો હવાડામાં આવે ને ?

 

….

 

સ્વામી વિવેકાનંદજીએ પણ છેવટે તો રોક પર છલાંગ જ લગાવવી પડીને ?

 

ગાંધીએ પણ છેવટે મૌન જ સ્વીકાર્યું હતું ને ?

 

લોહિયાળ લડાઇ પછી સમ્રાટ અશોકે પણ સમશેરનો ત્યાગ કર્યો જ ને ?

 

સંભોગસે સમાધીનો વિચાર આપનાર ઓશોએ પણ તત્કાલીન અમેરીકી પ્રમુખે આપેલ દેશવટો સ્વીકારવો જ પડયોને ?

 

પ.પૂ. ડોંગરેમહારાજ  અને પાંડુરંગશાસ્ત્રીજીએ તેમના જીવન કાળ દરમ્યાન ઓછા પ્રયત્નો નથી કર્યા .. છતાં … આપણે …

 

હા… આપણે …. સાલ્લા, ડુક્કર જેવા .. ડુક્કરની જેમ ઉકરડા પર જ જીવવાનું પસંદ કરતાં થઇ ગયા છીએ.

 

આજના સમયમાં પાકિસ્તાનથી કસાબ બની ભારત આવીને રાષ્ટ્રને ધમરોળી નાખવાનું કામ સહેલું લાગવા માંડયું છે …

 

પણ …

 

૧૦ ભારતિય યુવાનો …ત્યાં જઇને એમની ………. ફાડી નાખવાની તાકાત રાખે છે ?

એવા ૧૦ યુવાન પેદા કરનાર સંપૂર્ણ પણે સ્વદેશી અને સંસ્કારી ગર્ભાશય ભારતમાં છે ?

 

.

.

.

 

મારો આક્રોશ વધી રહ્યો છે … એટલે અહી અટકું છું.

.

.

.

 

બાકી આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …

 .. રોજ પૂછાયા કરે છે ..

 .. ફોરવર્ડ થતા રહે છે ..

 અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …

 વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …

 

હિતેશભાઇ લખે છેઃ

વિદ્યાર્થીઓની વધતી જતી ઉદ્ધતતા માટે કોણ જવાબદાર ?

દિવસે - વસે વિદ્યાર્થીઓમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોલેજમાં મારામારી અને ગાળાગાળી પર ઉતરી આવતા હતા. હવે આ દૂષણ ધીરે ધીરે શાળાના વિદ્યાર્થીઓમાં પણ પ્રસરી રહ્યું છે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડે એ બરાબર નથી પરંતુ કદાચ કોઈ તેનો સ્વીકાર કરી લે પરંતુ વિદ્યાર્થીઓ હદ બહાર જઈને તેમના શિક્ષકો કે આચાર્ય સામે મારામારી કરવા જાય તે કેટલું યોગ્ય છે ? ઘણીવાર તો શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હોય અને વિદ્યાર્થીને ખોટું લાગી જાય તો વિદ્યાર્થી અને તેના વાલી પણ શિક્ષકોને શાળામાં મારવા આવી ચડતા હોય છે એવા કિસ્સાઓ પણ અખબાર અને ચેનલો પરજોવા  મળે છે.

થોડા સમય પહેલાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીએ તેના શિક્ષક સાથે મારામારી કરી હતી. એવા સમાચાર સાંભળ્યા ત્યારે થયું કે આ વિદ્યાર્થીઓ આટલા બેફામ કેમ થઈ ગયા છે. વિદ્યાર્થીઓના આ પ્રકારના વર્તન પાછળ અનેક કારણો જવાબદાર છે. તે અંગે વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, આચાર્યોએ, શાળાના સંચાલકોએ તેમજ વાલીઓએ આ મામલે ખાસ ચિંતન કરવાની જરૃર છે. શિક્ષણનો મૂળ હેતુ ‘કંકર’માંથી ‘શંકર’ બનાવવાનો છે. વિદ્યાર્થી શાળામાં આવીને બધી રીતે ઘડાય અને નવું કાંઈક શીખે તે જ મહત્ત્વનું છે. શાળાની ચાર દીવાલો વચ્ચે પાટલીઓ પર બેસીને વિદ્યાર્થીઓ માત્ર લેશન શીખીને પ્રશ્નોના ઉત્તરો આપે તેટલું પૂરતું નથી પરંતુ મૂલ્યનિષ્ઠ જીવનના પાઠ પણ તેઓ શીખે તે જરૃરી છે. નેવું ટકા લાવનાર વિદ્યાર્થીમાં જો પ્રામાણિક્તા કે શિસ્ત જોવા ન મળતી હોય તો તેવા શિક્ષણને શું કરવાનું ?

વિદ્યાર્થી શાળામાં પાંચ કલાક ભણે છે જ્યારે ૧૯ કલાક તેના ઘેર હોય છે. આ રીતે જોઈએ તો શાળાના વાતાવરણ કરતાં ઘરના અને આસપાસના વાતાવરણની વધુ અસર વિદ્યાર્થી પર વધુ હોય છે. આજના વિદ્યાર્થીઓ શાળાના સમય સિવાયના કલાકોમાં અભ્યાસ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવે છે તે મહત્ત્વનું છે.  શિક્ષકને તો ૪૦ મિનિટના પિરિયડમાં તેના અભ્યાસક્રમને લઈને ચેપ્ટર કે લેશન પૂરો કરવાનો હોય છે. આવી સ્થિતિમાં ૬૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં દસેક આવા ઉદ્ધત અને ગેરશિસ્ત મચાવનારા વિદ્યાર્થીઓ હોય તો કોઈ પણ શિક્ષકને વર્ગખંડમાં ભણાવવું મુશ્કેલરૃપ બને છે. શિક્ષક વિદ્યાર્થીને શારીરિક શિક્ષા તો કરી શકે નહીં એટલે આવા વિદ્યાર્થીને ક્યારેક ક્લાસની બહાર બેસાડે, ક્યારેક ઉગ્ર મિજાજવાળા વિદ્યાર્થીઓના રોષનો ભોગ શિક્ષક - આચાર્યને બનવું પડતું હોય છે. બદલાઈ ગયેલા વાતાવરણમાં શિક્ષક વિદ્યાર્થીઓ પર વધુ દબાણ કરી શકતા નથી.

શિક્ષણને લઈને કોઈ પણ ઘટના બને છે તો આક્ષેપો સીધા શિક્ષકો પર જ થાય છે. તે બરોબર નથી. શિક્ષક તો વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ‘પંતુજી’ નહીં પણ સાવ રંેજીપેંજી થઈ ગયો છે ! તે વિદ્યાર્થીને ખખડાવીને બે શબ્દો કહી શકતો નથી. એવી સ્થિતિ બધે જ બની છે. હા એ વાત ચોક્કસ છે કે પાટણની પીટીસી કોલેજના બળાત્કારકાંડ જેવા કાંડ કરનાર શિક્ષકોને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. તે શિક્ષણજગતની અત્યંત કલંકિત ઘટના હતી. અહીં મૂળ મુદ્દો વિદ્યાર્થીઓમાં વધતી જતી ગેરશિસ્ત અને શિક્ષકો પ્રત્યેના ખરાબ વર્તનનો છે. આજે વિદ્યાર્થીઓ પહેલાંની જેમ તેમના શિક્ષકો - આચાર્યોનો આદર કરતા નથી. શિક્ષકને જોઈને વિદ્યાર્થી નમ્ર બની જાય તે બાબત જૂના જમાનાની વાત બની ગઈ છે.  વાતાવરણ જ એનું નિર્માણ થયું છે કે વિદ્યાર્થીઓમાં રહેલી તોફાની વૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ રાક્ષસીવૃત્તિ તરફ વળી જતા હોય છે. દોઢ દાયકા પહેલાં આશ્રમ રોડ પરની એક જાણીતી કોલેજના આચાર્યને વિદ્યાર્થીઓએ મારીને તેમનો શર્ટ ફાડી નાંખ્યો હતો. એક આચાર્યને તો હાથે ફેકચર કરી નાખ્યું હતું. શું આ વિદ્યાર્થીઓની ઓળખ છે ? આ શિક્ષણજગત સાથે સંકળાયેલ મામલો છે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો સાથે મળીને આ બાબતે વિચારે અને જાગૃતિ લાવે તો જ આવી સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. ભારતીય શિક્ષણના મોડેલને અમેરિકા કે અન્ય યુરોપીય દેશોના મોડેલ સાથે સરખાવવું ઉચિત નથી કારણ કે અમેરિકાની શાળાઓમાં ભારતના જેવી સ્થિતિ નથી. ત્યાં વર્ગમાં માંડ વીસ વિદ્યાર્થીઓ હોય છે. આપણે ત્યાં ૬૦ વિદ્યાર્થીઓ વર્ગમાં હોય છે. આપણી શિક્ષણપદ્ધતિ અને અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફાર લાવવામાં આવે તો પરિવર્તન લાવી શકાય. આજે એ પ્રક્રિયા શરૃ કરવામાં આવે તો તેની અસર વીસ વર્ષ પછી દેખાશે. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નવી શિક્ષણ નીતિની વાત થઈ હતી, પરંતુ તેમાં કેટલું વિધેયાત્મક પરિવર્તન આપણે લાવી શક્યા છીએ તેનો અંદાજ આજની પરિસ્થિતિ પરથી આપણને ધ્યાનમાં આવે છે. આથી આપણે આપણી શિક્ષણનીતિ ઘડતી વખતે ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને ઘડવી રહી. આપણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માનસિક્તાને પણ ધ્યાનમાં રાખવી જ રહી. પરદેશનું મેકોલે મોડેલ ભારતીય શિક્ષણ પરંપરા અને સંસ્કારને બચાવી શકશે નહીં.

હવે મને લાગે છે કેઃ

આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …   .. રોજ પૂછાયા કરે છે ..   .. ફોરવર્ડ થતા રહે છે ..   અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …   વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …   અમે ( તૃપ્તિ અને મેં )ગુજરાત રાજયમાં કરેલા પ્રવાસની સંખ્યા ભલે ઓછી છે પણ તે દરમ્યાન થયેલા જાત અનુભવો પરથી તારણ તો કાઢી જ શકાય એમ છે કે,   ૧. ૯૯% લોકોનો વ્યવહાર કહેવાનો જુદો, કરવાનો જુદો અને લખવાનો જુદો છે. ૨. સમસ્યાની સામે થઇ જઇને પડકારવાની હિંમત વિકસાવવાને બદલે પોતાનું હિત જળવાઇ જાય એટલે પત્યુંનો જ અભિગમ ચારેય બાજુ દેખાયો છે. ૩. છાપા કે અખબાર અને ટીવી વાળા જે લખે કે બતાવે એ જ  સાચું એવી મનોદશા હેઠળ મોટા ભાગના લોકો જીવે છે. ૪. રાષ્ટ્રહિતની માત્ર વાતો જ કરવામાં આવે છે. ૫. રાષ્ટ્રની સંપત્તિ તેમજ સંસ્કૃતિના જતન અંગે માત્ર ભાષણબાજી જ થાય છે.   મોદી સાહેબના કે પછી આપણા ગુજરાતમાં, પાંચ કરોડ ગુજરાતીઓના ફક્ત ૧૪ વરસની ઉંમરે પહોંચેલા, ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને ધો. ૯માં ભણતા આશરે ૧૨૦૦ બાળકો સાથે અમે કરેલ પ્રવાસ દરમ્યાન થયેલા સંવાદે મને અત્યંત અશાંત કરી મૂકયો છે.   ધો. ૮, ૯, ૧૦ અને ૧૧માં ભણતા બાળકોને એ ખબર નથી કે –   મનીઓર્ડર એટલે શું ? ટપાલખાતું કેવીરીતે ચાલે છે ? પર્યાવરણના પાઠનો સંબંધ તેમની આજુબાજુના વાતાવરણ સાથે શું છે ? રેલ્વે રીઝરવેશન કેવી રીતે થાય ? ચોરી થાય તો પોલિસ સ્ટેશને જઇને શું કરવું ? રક્તદાન એટલે શું  અને તે કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે ? મોબાઇલ ફોન કે એના જેવા અધ્યતન ઇલેક્ટ્રોનિક ઉપકરણને રમકડાની જેમ વાપરનાર બાળક સાદા ગણિતના સાદા હિસાબ કેવી રીતે કરાય ?   આવા તો બીજા અનેક રોજીંદા જીવન સાથે સંબંધીત વિષયો છે.   કોનો વાંક કાઢશો ?   બાળકો ઠોઠ છે ? શિક્ષકો નકામા થઇ ગયા છે ? સંચાલકોને કેળવણીમાં રસ નથી ? વાલીઓને ‘ભણતર’ ની સાચી સમજ નથી ?   આ સાંભળેલી વાતો નથી …. જાતે અનુભવેલી વાત છે.   એ.પી.જે. કલામસાહેબે ૨૦૨૦ સુધીમાં  ભારત સુપર પાવર બનશે તેવી આશા કયા, કેવા અને કેટલા બાળકો પર રાખી હશે ?   આજે ૨૦૦૯માં ૧૪ વરસના બાળકો જ ૨૦૨૦માં ૨૫ વરસના યુવાનો બનશેને ? કે પછી હોંશિયાર, ચતુર, ચબરાક, તેજસ્વી હોય તેવા રેડીમેડ યુવાનોની આયાત કરવા સરકાર વિચારે છે ??   વાંક કાઢીને બેસી રહેવાને બદલે ..   ૧. માતા–પિતાએ પણ શાળા/કોલેજોમાં પોતાના બાળકો સાથે દર સપ્તાહે એક કલાકનો એક પિરિઅડ ભરવાનો સમય આવી ગયો છે. ૨. પ્રત્યેક શિક્ષકના જ્ઞાનનું વર્તમાન જરૂરીયાત સંદર્ભે મુલ્યાંકન કરવું જરૂરી છે. ૩. વ્યવસ્થાપકોની સંસ્થા ચલાવવા અંગેની વૃત્તી ‘કેળવણીલક્ષી’ છે કે ‘વ્યાપારલક્ષી’ છે તે તપાસવી જરૂરી છે. ૪. અભ્યાસક્રમ સમયાનુસાર રાષ્ટ્રની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી બાળકના સર્વાંગી (શારિરિક, માનસિક, ધાર્મિક, અધ્યાત્મિક, આર્થિક અને સામાજિક) વિકાસ કરી શકવા સક્ષમ હોવો જ જોઇએ.

 

પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન માર્ગદર્શનને ધીમો પણ એકધારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વ્યાવસાયિક જીવન દરમ્યાન કરેલી આવકનો દસમો ભાગ બચાવતા રહ્યા હતા તે લઇને નજીકમાં આવેલી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો બતાવવાનું કામ કરીએ છીએ.

કરેલી બચતમાંથી સૌને માટે ફિલ્મ શોનું આયોજન કરવાની ઇચ્છા હોવા છતાં વધતી જતી માંગને કારણે હવે સંભવ નથી.

છતાં વિદ્યાર્થીઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી આ કાર્યક્રમ નિઃશુલ્ક ધોરણે જ કરવાનો સંકલ્પ કર્યો છે.

ફિલ્મ નિર્માણના સાધનો વસાવી શક્યા છીએ. આ ફિલ્મો જીવનની વાસ્તવિક પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને અમે બનાવતા હોઇએ છીએ.

માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં ૪ થી ૫ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે.

ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર રહેવું ..

વલસાડથી રેલ કે બસ માર્ગે આવવાજવાનો ખર્ચ, યજમાન સાથે રહેવુંજમવું અને મહેમાનગતિ માણવી એ જ અમારું મહેનતાણું. ..

ન નફો અને ન ખોટ ને ધોરણે સમગ્ર ગુજરાત રાજયમાં સંચાલન કરવા ઇરાદો છે.

અને એટલે જ અમે એક તમને અને અમને એમ બન્નેને અનુકુળ એવો રસ્તો શોધી કાઢયો છે.

મેં લાઇફ ઇનસ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની વિમા એજન્સી લેવાનું વિચાર્યું છે. 

મારા બાવનમા જન્મદિવસે ( ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૦૯ ) જ એજન્સી મેળવવાની અંદાજે ત્રણ સપ્તાહની વિધી આરંભાઇ જશે.

 

તમારા દ્વારા અમારી પાસેથી ખરીદાયેલા તમારી જરૂરીયાત અને પસંદગીના વિમા પર એલ.આઇ.સી પાસેથી અમને મળવા પાત્ર થતા કમીશનનો ઉપયોગ માર્ગદર્શનના સંચાલન ખર્ચને પહોંચી વળવા કરવો એમ નક્કી કર્યું છે.

પહેલા, બીજા અને ત્રીજા વર્ષે પોલીસીઓના ભરવામાં આવતા પ્રિમિઅમની રકમ પર અનુક્રમે અંદાજે ૨૦, ૭.૫ અને ૫ પ્રતિશત કમીશન મળતું હોય છે. ત્યાર બાદ પાકતી મુદત સુધી રીન્યુઅલ કમીશનનો દર ૫ પ્રતિશત હોય છે.

અમે આશા રાખીએ છીએ કે, તમે તમારા પોતાને માટે, પરિવારના સભ્યો માટે, નિકટના સ્વજનો માટે જયારે પણ જીવન વિમો ખરીદવાનો વિચાર કરો ત્યારે એકાદ પોલિસી અમારી મારફત ખરીદો.

ગુજરાત કે સમસ્ત ભારતના કોઇ પણ સ્થળેથી તમે અમારી પાસેથી તમારી જરૂરીયાત અને પસંદગીના વિમા ખરીદી શકશો.

જેના પ્રિમિઅમ તમે તમારા શહેરમાં ભરી શકશો.

તમારી પોલિસી તમારા શહેરની શાખામાં ટ્રાન્સફર પણ કરાવી શકાશે.

તમે જેમની પણ પાસેથી તમારી જરૂરીયાત મુજબની પોલિસી ખરીદશો ત્યારે એજન્સીધારકને ઉપર જણાવ્યા મુજબનું કમીશન એલ.આઇ.સી તો ચુકવશે જ.

પરંતુ અમને મળનાર આ કમીશનનો ઉપયોગ અમે પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન માર્ગદર્શનને વેગીલું બનાવવા જ કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છીક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું. સલાહ, સુચન કે સંપર્ક માટે ડાયલ કરો – ૯૪૨૭૨૨૨૭૭૭. | [4285]

दोस्तो मेरा नाम है अखिल सुतरीआ

मैं आपको परिचय दुंगा हमारे अभियान मार्गदर्शनका .. जीसके द्वारा हम स्थानिक विद्यार्थी, युवाओ और महिलाओको हमारे द्वारा निर्मित छोटी प्रेरणादायी विडीयो फिल्मे दिखाकर वैश्विक जानकारी और ग्यान देनेका काम करते है

आप और हम मीलकर यह फिल्म शोका आयोजन कर सकते है जीसके द्वारा जीवन बहेतर कैसे बनाया जा सकता है, जीवनमे तरक्की कैसे कर सकते है और एसे ही आम जीवनसे जुडे हुए कइ ओर भी विषिय पर बडी आसानीसे ग्यान और जानकारी स्थानिक लोगोको दीये जा सके

आगे सूनिये …

Listen Now:


icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Embeddable Player | Hits (1106)

 

મારા પિતાશ્રીને તા. ૨૨મીએ જમણા થાપે ફ્રેક્ચર થયું. ૨૩મીએ સ્ટીલનો બોલ બેસાડવા ઓપરેશન કર્યું. ૮૩ વરસની ઉંમરે શરીરમાં અન્ય કોઇ બીમારી ન હોવાથી સરળતાપૂર્વક અને હેમખેમ રીતે ઓપરેશન થઇ શક્યું.

મારે રાત્રે પિતાશ્રી પાસે રાત્રે હોસ્પિટલમાં રોકાવું અને મારા મોટા ભાઇ, માતુશ્રી તેમજ તૃપ્તિ દિવસ દરમ્યાન પિતાશ્રીને કંપની આપે તેવી વ્યવસ્થા ગોઠવી.

૯ વરસથી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે સેવા બજાવતા ૨૮ વરસના કલ્યાણ અને ૨૩ વરસના મુકેશની વાત આજે કરવી છે.

કલ્યાણ – બારમુ પાસ કરીને વોર્ડબોયની નોકરી સ્વીકારી. પુરૂષ દર્દીઓને હુંફાળા પાણી વડે સ્પંજ કરવાનું કામ તેની મુખ્ય ફરજ. તેને ત્રણ દિવસથી નિયમિત રીતે સવારે ૬.૩૦ કલાકે ગુડમોર્નિંગના રણકા સાથે રૂમમાં પ્રવેશતો જોઉ છું. હળવા હાથે દર્દીના નાદુરસ્ત શરીરને જરૂરી જોર અને દબાણ સાથે સ્પંજ કરવાનું કામ કરવામાં તેને આનંદ લેતો જોઇને સહજ રીતે આશ્ચર્ય તો થાય જ ને ? પહેરેલા કપડા કાઢવા, દરેક અંગ અને અવયવને સાધારણ ગરમ પાણીમાં બોળીને નીચવેલા નેપકીન વડે સાફ કરે .. સાથે સાથે કોરા નેપકીનથી લૂછતો જાય .. માથું, વાળ, કપાળ, ગાલ, આંખ, કાન, કાનની બૂટ, નાક, દાઢી, ગળુ, હાથ, બગલ, કોણી, કાંડુ, ચારેય આંગળીઓ, અંગુઠો, નખ, છાતી, કમર, પીઠ (બરડો), જાંઘ, ઘુંટણ, પાની, પગની આંગળીઓ અને અંગૂઠો. નવા.. તાજા.. કોરા કપડા પહેરાવે .. કેથેટરની નળી, સલાઇનની સોય જેવા અટેચમેન્ટને ખલેલ્યા વગર!! …. તેના ચહેરાના ભાવ એવા કે તે પોતાના જ પિતાજીની સુશુશ્રા ના કરતો હોય ?

મુકેશ – સાતમી ચોપડી પાસ કરીને કામે વળગી ગયો. દર્દીને લઘુ અને ગુરૂશંકા થાય ત્યારે સેવા આપવી તેની મુખ્ય ફરજ. મોટી ઇંમરના.. ઓર્થોપેડિક સમસ્યાના દર્દીઓને પલંગમાં જ, બીછાને સુતા સુતા મળત્યાગ કરાવવાનું પછી સફાઇ કરવાનું કામ કેવું અને કેટલું અઘરું છે તે તેને જોયા પછી વધારે સારી રીતે સમજી શક્યો.

પોતાના .. સ્વજનોની સારવાર તો કદાચ સૌ કરે .. પણ .. તદ્દન અજાણ્યા વ્યક્તિની મોં પર સ્મિત સાથે આવી સેવા કરનારાઓને કદાચ આપણે નાના ગણવાની ભૂલ તો નથી કરતાંને ?

કોણ કહે છે, નાના માણસોને પ્રભુ મોટું દિલ નથી આપતો ??

મને તો હવે એમ લાગે છે કે …

આવા માનવીઓને નાના યે ના કહેવાય .. બલ્કે સાચા અર્થમાં બહુજ વિશાળ કદના વ્યક્તિ ગણાય.

 

આયોજન

રાજકોટ, ચોરવાડ, ગડુ, તલાલા, વેરાવળ, સોમનાથ અને અમદાવાદનો પ્રવાસ.
 
૦૨.૦૨.૨૦૦૯ થી ૦૭.૦૨.૨૦૦૯
 
 
તા. ૦૨.૦૨.૨૦૦૯ને સોમવારે વલસાડથી સૌરાષ્ટ્ર જનતા એક્ષપ્રેસ દ્વારા નીકળીને તા. ૦૩.૦૨.૨૦૦૯ને મંગળવારે રાજકોટ પહોંચવું.
 
રાજકોટમાં મળશું –
 
ડો. વિમલ હેમાણી, ડો. હર્ષદ પંડીત, હિતેષ જોષી, કાજલ જોષી, હિતેન ભટ્ટ, અમિત રામોલિયા અને જો તમે પણ રાજકોટના જ
હો તો તમે !!! (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૩.૦૨.૨૦૦૯ રાજકોટથી સાંજે ૪ના સુમારે નીકળી સોમનાથ જતી બસમાં ચોરવાડ ૭.૩૦ સુધીમાં પહોંચવું.
 
તા. ૦૪.૦૨.૨૦૦૯ અને તા. ૦૫.૦૨.૨૦૦૯ ચોરવાડ, ગડુ અને તલાલાના યુવક યુવતીઓ માટે જીવનવિકાસલક્ષી કાર્યશાળા અને ફિલ્મ શો. જીતુભાઇ ભટ્ટ અને ઉજવલકુમાર. (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૬.૦૨.૨૦૦૯ વેરાવળ, સોમનાથ દર્શન અને સ્થાનિક લોકો સાથે મુલાકાત. વીડી ગોહિલ, શ્રી. તન્ના.
(સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૬.૦૨.૨૦૦૯ને શુક્રવારે રાત્રે વેરાવળથી સોમનાથ એક્ષપ્રેસ દ્વારા નીકળીને તા.૦૭.૦૨.૨૦૦૯ મળસ્કે અમદાવાદ પહોંચવું.
 
અમદાવાદમાં મળશું –
 
હસુભાઇ, પ્રિન્ટોમેજીક, ઉપરાંત અનુકૂળતા હશે અને પ્રત્યુત્તર મળે તો પ્રણય વસાવડા, જીતુ પારેખ, મહેન્દ્ર શાહ, જયવંત પંડયા, મહેશ પટેલ, અનિલ સક્સેના, ભામિની દવે, સુમનબહેન શાહ, પ્રવિણ કોઠારી અને જો તમે પણ અમદાવાદમાં જ હો તો તમે !!! (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૭.૦૨.૨૦૦૯ની સાજે ગુજરાત ક્વીન દ્વારા વલસાડ પાછા ફરવું.

- Older Posts »