તમારા શહેરની નવાજૂની..
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Mar 30th, 2009 No Comments »
![]() |
Category : General | Tags : akhil akhilsutaria akhiltv inspiration motivation gujarati india |
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Mar 30th, 2009 No Comments »
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન on Mar 21st, 2009 No Comments »
Posted in તેજાબ, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Mar 18th, 2009 No Comments »
4796
આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ.
ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું.
અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.
પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.
અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …
મજા ન આવી.
કારણકે,
જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું. શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.
મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.
કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.
આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.
સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.
મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,
મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.
ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.
આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.
સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?
મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.
પણ,
વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?
સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.
સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?
પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …
પણ,
ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.
તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?
પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?
મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.
મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,
રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ? (અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો
આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?
આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?
વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )
૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં
(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે
– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?
– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )
(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે
– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?
– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?
(ક) વાલીઓ અને માતા–પિતાને
– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?
– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?
એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?
લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?
લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?
લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?
કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.
જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.
તમે શું વિચારો છો ?
Posted in અંતરના ઊંડાણમાંથી on Mar 8th, 2009 No Comments »
વિનયભાઇ,
તમે લખેલ મેઇલનો એક ભાગ મને ખળભળાવી ગયો …
૫/૩ પ્લેજરીઝમ - નવોદિતાથી ન્યુરોસર્જન સુધી પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. ૫/૩ અમારી બીજી કોઇ શાખા નથી. પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે… પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે પ્રસિદ્ધ અને સમૃદ્ધ બ્લોગની શાખ અને નામ વાપરીને નકલખોરો ઉતરી પડ્યા છે.
મારા માટે તમે ‘તમે’ છો.
મારું માનવું છે કે તમારી પાસે અન્યો પાસે છે તે કરતાં કઇક જુદુ કરી શકવાની આવડત પણ છે.
તમારી ‘ખૂણે ખાંચરેથી અવનવા વિષય પર જાણવા જેવું ખોળી કાઢવાની આવડત પર મને માન છે’
તમે ‘જોડણી’ ને લઇને …… ના સમર્થકો સાથે કરેલ શબ્દ યુધ્ધ નહોતુ ગમ્યું.
મારો બ્લોગ હોંસે હોસે શરૂ કર્યા પછી ફક્ત બે જ મહિનામાં …. ફ્લેટ ૬૦ દિવસમાં મારે કામના, મને કામ લાગે તેવા વ્યક્તિઓને તારવી લીધા …. અને તેમની સાથે જ્ઞાનગોષ્ટી / સંગાથ માણવાનું ચાલુ છે.
જેમને હું કામનો લાગ્યો એવા મારી યે નજીક આવ્યા. થોડા ટક્યા બાકીના વિદાય થઇ ગયા.
હજારો લોકોને લાખો પ્રકાર અને જાતની ટેવ અને કુટેવ હોય … એ તો અહીં જ જાણવા મળ્યું.
હું પાછો લડાયક મિજાજનો … આક્રમક વૃત્તિવાળો જીવ … ધીરે ધીરે …. સમજણો થયો !! ( ૫૧ વરસનો થયો હોં ! )
જાત અનુભવે એવું ઇમાનદારીથી કહી શકું એમ છું કે,
વર્ડપ્રેસ પર મને જે વાંચન મળ્યું તે જે તે બ્લોગરનું મૌલિક સર્જન હતું કે કેમ મને ખબર નથી.
૯૯% બ્લોગરો પ્રસ્તુત કરેલા વિચારના વખાણ જ થાય એવી અભિલાષા રાખનારા છે.
ગુજરાતમાં રહેનારા ૨૦ થી ૨૨ બ્લોગરો સાથે મેં ટેલિફોન પર જાતે વાતો કરી છે.
એટલે તેમના લખવા અને બોલવા વચ્ચેનો તફાવત મને ખબર છે. ( વાતોના વિરા કે વડા …. પણ છે વાસ્તવિકતા ) હા, તેમને જે આવડે છે તે મને નથી આવડતું એ હકિકત છે.
એટલે તેમના દ્વારા પ્રસ્તુત થયેલા ‘વિચાર’માં મને જે સારું જણાયું તે અપનાવ્યું બાકીનું … જય શ્રી કૃષ્ણ !
તેમાના ઘણાખરાના શહેરમાં ( અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ) પણ બે – ચાર થી અનેકવાર વાર જવાનું થયું છે ત્યારે …. તેમનું મારી સાથે ટેલિફોન પર બોલવું અને મને મળવા જેટલા સમયનો અભાવ … .. એક વાર, બે વાર .. ત્રણ વાર .. પણ ચોથી વારે ?? ઘણં ઘણું કહી જાય છે … સમજાવી જાય છે. વ્યક્તિની અગ્રિમતાઓ કે પ્રાથમિકતાઓ અલબત્ત વ્યક્તિગત જ હોય એ હું સારી રીતે જાણું જ છું.
માર્ગદર્શન ની પ્રવૃત્તિ સાથે મળીને કરવી જોઇએ, હું તમારી સાથે છું … કોઇ કામ હોય તો જરૂરથી જણાવજો .. એવું કહેનારાઓ … મને માત્ર ફોન અને ઇન્ટરનેટ પર જ મળ્યા છે. ગણત્રીના ૬ અપવાદ બાદ કરતાં. આ પણ વાસ્તવિકતા છે.
જેને ચોરી ખબર ન પડે એવી રીતે કરતાં ન આવડતી હોય તે ખુલ્લે આમ કરે … પણ તેણે કરેલી ચોરી કે ઉઠાંતરીથી કોને .. શું … કેવા પ્રકારનું અને કેટલું નુકશાન થાય કે થયું … એવુ તો કોઇ જણાવતું નથી … !!!
સાચું કહું તો … હું મહત્વ લખાણને આપું છું મોકલનાર કે ફોરવર્ડનાર ( નવો શબ્દ શોધાયો ! ) ને નહી.
લખનાર વ્યક્તિ વિદ્વાન છે કે નહી તે નક્કી કરવાનું કામ વાચકનું છે અને વાચક ધીમે ધીમે પોતાની ગતિએ જ સમજણો થતો હોય છે એમ મને લાગે છે.
મોટા ગજાના કે નાના ગજાના .. ધુરંધરો કે મુર્ધન્ય .. માં મને સમજ નથી પડતી. વલસાડમાં યોજાયેલ બે ચાર કવિસંમેલનમાં હાજરી આપી પણ એવું લાગ્યું કે, હું કવિતાનો જીવ નથી. એટલે કવિતા કરનારા કે લખનારા ખોટા નથી થઇ જતા.
બોટમ લાઇન – તેઓ ‘તે’ છે, તમે ‘તમે’ છો અને હું ‘હું’ છું. … કેટલું જીવવાનું છે તે ખબર નથી … તેમને કે તમને સુધારવાને બદલે ‘મને’ સુધારવાનુ મને વધુ રસપ્રદ, સરળ અને કરવા જેવું કાર્ય લાગે છે.
Posted in અંતરના ઊંડાણમાંથી on Mar 2nd, 2009 No Comments »
Posted in અંતરના ઊંડાણમાંથી, મંથન on Mar 1st, 2009 No Comments »
Posted in અંતરના ઊંડાણમાંથી, પ્રેરણા on Mar 1st, 2009 No Comments »
૦૧.૦૩.૦૯ / ૪૫૨૨
ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના શોખે મને લગભગ દરેક વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થાને જોવા માટેના વૈકલ્પિક દ્રષ્ટીકોણ શોધતા શીખવાડયું છે.
કોઇ પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર થઇ શકે અને આ ફેરફાર સુધારા કે બગાડની દિશામાં લઇ જાય.
જે આજે ન આવડતું હોય તે શીખી શકાય, શીખ્યા પછી એ આવડતના ઉપયોગે સમજાય કે … ક્ષમતા વધી કે ઘટી.
બે દ્રષ્ટાંત આપું ..
૧. મારા દાદાજીની પાયા,અડધા,પોણા જેવા દાખલા મોઢે ગણવાની આવડતમાં કેલક્યુલેટરે અવરોધ ઉભો કર્યો.
૨. મારા બાળકોનું ગણિત, કેલ્કયુલેટર વાપરવાની આવડતને કારણે સુધર્યું છે.
મારી સવાલ પૂછવાની આવડતમાં થઇ રહેલા ફેરફાર હવે હું જાતે અનુભવી શકું છું.
તો સારું – ખરાબ કે સાચું – ખોટું ને બદલે … બદલાઇ રહેલા વાતાવરણ સાથે વહેતા રહીએ તો જીવનનો આનંદ અકબંધ જ રહે છે, બલ્કે વધતો જાય છે.
એટલેકે, હું રામનામ લઇશ અને જો રામ કા નામ લે ઉસકા ભલા ઔર જો ન લે ઉસકા ભી ભલા … નો અભિગમ એટલીસ્ટ મને અને તૃપ્તિને તો જીવનનો આનંદ આપે જ છે.
અમારે જે કરવું છે તે અને અમને જે કરવું ગમે છે તે કરીએ છીએ.
અન્યો પણ કરે તો વધુ આનંદ, અને ના કરે તો આપણો આનંદ.
Posted in અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા on Feb 15th, 2009 No Comments »
પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન માર્ગદર્શનને ધીમો પણ એકધારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વ્યાવસાયિક જીવન દરમ્યાન કરેલી આવકનો દસમો ભાગ બચાવતા રહ્યા હતા તે લઇને નજીકમાં આવેલી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો બતાવવાનું કામ કરીએ છીએ.
કરેલી બચતમાંથી સૌને માટે ફિલ્મ શોનું આયોજન કરવાની ઇચ્છા હોવા છતાં વધતી જતી માંગને કારણે હવે સંભવ નથી.
છતાં વિદ્યાર્થીઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી આ કાર્યક્રમ નિઃશુલ્ક ધોરણે જ કરવાનો સંકલ્પ કર્યો છે.
ફિલ્મ નિર્માણના સાધનો વસાવી શક્યા છીએ. આ ફિલ્મો જીવનની વાસ્તવિક પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને અમે બનાવતા હોઇએ છીએ.
માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં ૪ થી ૫ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે.
ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર રહેવું ..
વલસાડથી રેલ કે બસ માર્ગે આવવા–જવાનો ખર્ચ, યજમાન સાથે રહેવું–જમવું અને મહેમાનગતિ માણવી એ જ અમારું મહેનતાણું. ..
ન નફો અને ન ખોટ ને ધોરણે સમગ્ર ગુજરાત રાજયમાં સંચાલન કરવા ઇરાદો છે.
અને એટલે જ અમે એક તમને અને અમને એમ બન્નેને અનુકુળ એવો રસ્તો શોધી કાઢયો છે.
મેં લાઇફ ઇનસ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની વિમા એજન્સી લેવાનું વિચાર્યું છે.
મારા બાવનમા જન્મદિવસે ( ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૦૯ ) જ એજન્સી મેળવવાની અંદાજે ત્રણ સપ્તાહની વિધી આરંભાઇ જશે.
તમારા દ્વારા અમારી પાસેથી ખરીદાયેલા તમારી જરૂરીયાત અને પસંદગીના વિમા પર એલ.આઇ.સી પાસેથી અમને મળવા પાત્ર થતા કમીશનનો ઉપયોગ માર્ગદર્શનના સંચાલન ખર્ચને પહોંચી વળવા કરવો એમ નક્કી કર્યું છે.
પહેલા, બીજા અને ત્રીજા વર્ષે પોલીસીઓના ભરવામાં આવતા પ્રિમિઅમની રકમ પર અનુક્રમે અંદાજે ૨૦, ૭.૫ અને ૫ પ્રતિશત કમીશન મળતું હોય છે. ત્યાર બાદ પાકતી મુદત સુધી રીન્યુઅલ કમીશનનો દર ૫ પ્રતિશત હોય છે.
અમે આશા રાખીએ છીએ કે, તમે તમારા પોતાને માટે, પરિવારના સભ્યો માટે, નિકટના સ્વજનો માટે જયારે પણ જીવન વિમો ખરીદવાનો વિચાર કરો ત્યારે એકાદ પોલિસી અમારી મારફત ખરીદો.
ગુજરાત કે સમસ્ત ભારતના કોઇ પણ સ્થળેથી તમે અમારી પાસેથી તમારી જરૂરીયાત અને પસંદગીના વિમા ખરીદી શકશો.
જેના પ્રિમિઅમ તમે તમારા શહેરમાં ભરી શકશો.
તમારી પોલિસી તમારા શહેરની શાખામાં ટ્રાન્સફર પણ કરાવી શકાશે.
તમે જેમની પણ પાસેથી તમારી જરૂરીયાત મુજબની પોલિસી ખરીદશો ત્યારે એજન્સીધારકને ઉપર જણાવ્યા મુજબનું કમીશન એલ.આઇ.સી તો ચુકવશે જ.
પરંતુ અમને મળનાર આ કમીશનનો ઉપયોગ અમે પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન માર્ગદર્શનને વેગીલું બનાવવા જ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છીક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું. સલાહ, સુચન કે સંપર્ક માટે ડાયલ કરો – ૯૪૨૭૨૨૨૭૭૭. | [4285]
Posted in અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા, મંથન on Jan 25th, 2009 No Comments »
મારા પિતાશ્રીને તા. ૨૨મીએ જમણા થાપે ફ્રેક્ચર થયું. ૨૩મીએ સ્ટીલનો બોલ બેસાડવા ઓપરેશન કર્યું. ૮૩ વરસની ઉંમરે શરીરમાં અન્ય કોઇ બીમારી ન હોવાથી સરળતાપૂર્વક અને હેમખેમ રીતે ઓપરેશન થઇ શક્યું.
મારે રાત્રે પિતાશ્રી પાસે રાત્રે હોસ્પિટલમાં રોકાવું અને મારા મોટા ભાઇ, માતુશ્રી તેમજ તૃપ્તિ દિવસ દરમ્યાન પિતાશ્રીને કંપની આપે તેવી વ્યવસ્થા ગોઠવી.
૯ વરસથી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે સેવા બજાવતા ૨૮ વરસના કલ્યાણ અને ૨૩ વરસના મુકેશની વાત આજે કરવી છે.
કલ્યાણ – બારમુ પાસ કરીને વોર્ડબોયની નોકરી સ્વીકારી. પુરૂષ દર્દીઓને હુંફાળા પાણી વડે સ્પંજ કરવાનું કામ તેની મુખ્ય ફરજ. તેને ત્રણ દિવસથી નિયમિત રીતે સવારે ૬.૩૦ કલાકે ગુડમોર્નિંગના રણકા સાથે રૂમમાં પ્રવેશતો જોઉ છું. હળવા હાથે દર્દીના નાદુરસ્ત શરીરને જરૂરી જોર અને દબાણ સાથે સ્પંજ કરવાનું કામ કરવામાં તેને આનંદ લેતો જોઇને સહજ રીતે આશ્ચર્ય તો થાય જ ને ? પહેરેલા કપડા કાઢવા, દરેક અંગ અને અવયવને સાધારણ ગરમ પાણીમાં બોળીને નીચવેલા નેપકીન વડે સાફ કરે .. સાથે સાથે કોરા નેપકીનથી લૂછતો જાય .. માથું, વાળ, કપાળ, ગાલ, આંખ, કાન, કાનની બૂટ, નાક, દાઢી, ગળુ, હાથ, બગલ, કોણી, કાંડુ, ચારેય આંગળીઓ, અંગુઠો, નખ, છાતી, કમર, પીઠ (બરડો), જાંઘ, ઘુંટણ, પાની, પગની આંગળીઓ અને અંગૂઠો. નવા.. તાજા.. કોરા કપડા પહેરાવે .. કેથેટરની નળી, સલાઇનની સોય જેવા અટેચમેન્ટને ખલેલ્યા વગર!! …. તેના ચહેરાના ભાવ એવા કે તે પોતાના જ પિતાજીની સુશુશ્રા ના કરતો હોય ?
મુકેશ – સાતમી ચોપડી પાસ કરીને કામે વળગી ગયો. દર્દીને લઘુ અને ગુરૂશંકા થાય ત્યારે સેવા આપવી તેની મુખ્ય ફરજ. મોટી ઇંમરના.. ઓર્થોપેડિક સમસ્યાના દર્દીઓને પલંગમાં જ, બીછાને સુતા સુતા મળત્યાગ કરાવવાનું પછી સફાઇ કરવાનું કામ કેવું અને કેટલું અઘરું છે તે તેને જોયા પછી વધારે સારી રીતે સમજી શક્યો.
પોતાના .. સ્વજનોની સારવાર તો કદાચ સૌ કરે .. પણ .. તદ્દન અજાણ્યા વ્યક્તિની મોં પર સ્મિત સાથે આવી સેવા કરનારાઓને કદાચ આપણે નાના ગણવાની ભૂલ તો નથી કરતાંને ?
કોણ કહે છે, નાના માણસોને પ્રભુ મોટું દિલ નથી આપતો ??
મને તો હવે એમ લાગે છે કે …
આવા માનવીઓને નાના યે ના કહેવાય .. બલ્કે સાચા અર્થમાં બહુજ વિશાળ કદના વ્યક્તિ ગણાય.
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, પ્રેરણા on Jan 14th, 2009 No Comments »
We a group of five friends who studied in Dr Gandhy Engg College, Surat during 1976 - 80 in Department of Mechanical Engineering had begun putting Rs. 500/- aside every year since 1985 to a total sum of Rs. 2500/- and offer to a deserving student to buy text books on returnable basis.
Beneficiaries over a period of time begun returning both.. used books and the money as they started earning salary !! Now we have become a group of 60 friends .. still continueing with Rs. 500/- each every year … offering upto Rs. 30000/- ( 10 would be engineers for an upper limit of 3000 each ) and a book bank worth Rs. 45000/- !!!
વિરેશભાઇ જેવા અહિ ઇન્ટરનેટ પર મળેલા મિત્રોએ આ કામમાં સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે …
ના પાડવાનો તો સવાલ જ નથી.
પણ, આ તો .. અમે જે કોલેજમાં ભણ્યા .. તે જ કોલેજમાં ભણતા અમારા અનુગામીઓ માટે … કંઇક નક્કર કરવુંની મારી તદ્દન અંગત ઇચ્છાનું વિસ્તાર પામેલું સ્વરૂપ છે.
અમે એનજીઓ નથી કે નથી કોઇ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી.
મારી પત્નિ તૃપ્તિ અને મેં બેંક ઓફ બરોડામાં એક સ્પેશીઅલ બચતખાતું રાખ્યું છે, જેમાં સૌ પોતપોતાની અનુકુળતાએ રકમ જમા કરાવી દે છે. ઘણુ ખરૂ એપ્રિલ અને મે મહિનામાં. સામાન્ય રીતે જૂન મહિનાની તા. ૧૫થી ૩૦ દરમ્યાન કોલેજના આચાર્ય અને હેડ ઓફ ધ મીકેનીકલ એન્જી. ડીપાર્ટમેન્ટ પાસેથી નવા, જૂના, ડ્રોપ થયેલા અને ડ્રોપ પછી ફરી જોઇન થયેલા વિદ્યાર્થીઓનું લીસ્ટ મેળવી લઇને નોટીસબોર્ડ દ્વારા સૌને જાણ કરીએ અને જુલાઇના પહેલા કે બીજા સપ્તાહમાં હું અને અન્ય એકાદ.. બે મિત્ર.. આ કાર્યવાહી પૂરી કરી દઇએ.
અમે કદી માઇક્રોલેવલ પર હિસાબ કિતાબ રાખ્યા નથી…આ તો .. બસ, અખિલની વાતમાં જેમને દમ લાગ્યો, તેમણે અખિલ પર વિશ્વાસ મૂકીને .. અખિલના આ ‘અભિયાન’ને મહત્વ આપીને .. આર્થિક સહયોગ આપ્યો છે. .. મજાકમાં હું કદીક કહેતો હોઊ છું કે, અલ્યાઓ, પાછળથી હિસાબ માંગશો તો નહિ આપું .. ત્યારે તેમના આત્મીય જવાબ ‘ બીજા ૫૦૦નો ચૂનો કરી જાય તેના કરતાં તું શું ખોટો છે? ’ ..
મને સંતોષ આપે છે. મને જવાબદારીયુક્ત સ્વતંત્રતા મળ્યાનો અહેસાસ થાય છે.
પ્રોજેક્ટ માર્ગદર્શન અન્વયે ફિલ્મ શોના કાર્યક્રમ માટે મિત્રો ( સ્વદેશ અને પરદેશના ) તરફથી મળતી રકમ પણ અમારી સગવડ ખાતર હવેથી આ જ ખાતામાં ઉમેરવાનું રાખ્યું છે.
.. [ 3752]
Posted in અંતરના ઊંડાણમાંથી, પ્રેરણા on Jan 12th, 2009 No Comments »
તા. ૧૨.૦૧.૧૮૬૩ થી તા. ૦૪.૦૭.૧૯૦૨ દરમ્યાન
નરેન તરીકે જન્મી સ્વામી વિવેકાનંદ તરીકે જીવીને
આજે ૨૦૦૯માં પણ મને સુક્ષ્મસ્વરૂપે સતત પ્રેરણા આપનાર
આ મહાન વિભુતીની જન્મજયંતિએ મારો (અમારો) સંકલ્પઃ
રાષ્ટ્ર ઘડતર અને યુવાનોના ચારિત્ર્ય ચણતર માટે
કોઇ પણ જાતના વળતરની અપેક્ષા વગર
દર મહિનાની બારમી તારીખે
સાંજે ૫ કલાકે શહેરમાં રોડશો કરીશું.
સ્વામીજીના શક્તિશાળી અને પ્રેરણાદાયી વિચારમણકાઓમાંથી
તૈયાર કરેલી માળા ૧૦૦૦ જેટલા હેન્ડબીલ સ્વરૂપે
પ્રજામાં વિતરીત કરીશું.
Posted in અંતરના ઊંડાણમાંથી on Jan 3rd, 2009 No Comments »
Posted in અંતરના ઊંડાણમાંથી on Dec 31st, 2008 No Comments »
૩૧મી ડીસેમ્બર, ૨૦૦૮
આ વરસનો છેલ્લો દિવસ.
આવતી કાલે નવું અંગ્રેજી વર્ષ નંબરે ૨૦૦૯ શરૂ થશે.
મારૂ અનુમાન છે કે,
આ નવા વરસ દરમ્યાન
તમે ૩૬૫ દિવસના
૮૭૬૦ કલાકમાંથી
૨૨૫૫ કલાક ઊંઘવામાં,
૩૧૩૦ કલાક અર્થઉપાર્જન માટે,
૮૮૪ કલાક અઠવાડિક રજાના,
૨૪૯૧ કલાક તમારી મરજી મુજબ ઉપયોગમાં લઇ શકશો.
મને તમારા ફક્ત ૩૬ કલાકની જરૂર છે.
તે પણ જો .. તમારી ઇચ્છા હોય તો જ !
બોલો … આપશો ?
ના પાડશો તો ય માને ખોટું નહિ લાગે.
પણ હા કે ના ની મેઇલ જરૂર મોકલજો.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Dec 8th, 2008 No Comments »
Dear Kankshitbhai and Vimalbhai,
I am glad that this eForum has started vibrating. I agree and do believe that if at all we are looking forward to see THE CHANGE around us, we need to change ourselves as a FIRST STEP towards it.
The question here is WHAT TO CHANGE IN OURSELF ?
I THINK - We need to change the personal belief system.
We have to BEGIN BELIEVING THAT THE CHANGE IS POSSIBLE.
…… as we have thousands of people around us who have built a VERY STRONG belief of “NOTHING CAN BE CHANGED”
…. દા.તઃ ઉપરથી ભગવાન પણ ઉતરી આવે તો હવે આ દેશને કોઇ બચાવી શકે તેમ નથી.
…. એવું કહેનારાઓની વચ્ચે રહીને પણ આપણે એ માનવું જ રહ્યું કે ….
મારે જોઇતા પરિવર્તન માટેની શરૂઆત મારાથી જ થઇ શકે તેમ છે…
એટલે મારે મારી જૂની માન્યતાઓ છોડી, આ નવી માન્યતામાં શ્રધ્ધા રાખી અને મનોબળ મજબૂત કરીને ….
મારા વિચારોને મારા વર્તન તેમજ વ્યવહાર દ્વારા અમલમાં મૂકવાનું શરૂ કરી દેવું જોઇએ….
કદાચ શરૂઆતમાં આમ કરવામાં હિંમત ઓછી પડે કે ડગમગી પણ જવાય …
….. છતાં …. જબરજસ્ત ધિરજ સાથે લગે રહો !!! ….
તમને થતા ….. પ્રત્યેક અનુભવે તમે તમારુ મનોબળ મજબૂત થતું અનુભવશો……
મને થયેલા અનુભવે જ મને આ સમજ આપી છે.
ત્રણસોને સત્તરમો સંદેશ પોસ્ટ થયા પછી જ અહિ પરિણામ મળ્યુંને ? ( વાત ગંભીર છે પણ હળવાશથી લેજો …. ધીરજના ફળ મીઠા અને ઉતાવળે આંબા ના પાકે …. તે આનું નામ …)
આ જ ચર્ચાને અથવા આને સંબંધિત અન્ય વિષય પર આપણે અખિલટીવી ડોટ કોમ પર લાઇવ વેબકાસ્ટ દ્વારા પણ કરી શકીએ તેમ છીએ. તેની ખાસ નોંધ લેશો. આ માટે તમારુ પીસી માઇક, સ્પિકર અને વેબકેમ સાથે જોડેલું હોવું જોઇએ. …….
બાકીનું કામ મારે કરવાનું …..
બહુ સહેલુ છે. ચાલો ….
સાથે મળી વિશ્વના ઓટલે બેસીને એવી નક્કર યોજના બનાવીને અમલમાં મૂકીએ કે જેથી …
સાચા અર્થમાં ‘મેરા ભારત મહાન‘ બની જાય.
છો તૈયાર ??
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ on Dec 7th, 2008 No Comments »
જયવંતભાઇ,
લોકોનું માનસ સમજવા જેટલું અઘરું કોઇ કામ મને લાગ્યું જ નથી. તમારી વાત સાચી છે પણ આનો ઉકેલ મારી પાસે નથી. જેમણે મારા અખિલટીવીના ગુગલ ગૃપ એટલે કે ‘અખિલટીવી ઇ ફોરમ‘ની સદસ્યતા મેળવી છે તે સૌને મેં મારા દ્વારા હાથ ધરાયેલા સર્વેની લિંક ચાર વખત મોકલી હતી. જેમાં તમે જણાવ્યા છે તે સંબંધિત મુદ્દાઓ પર સૌના અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
૭૭૫ની સંખ્યા ધરાવતા આ ગૃપના ફક્ત ૨૨ (બાવીસ) વ્યક્તિઓંએ જ જવાબ આપવાની તસ્દી લીધી. ઇ મુખપત્રમાં ( વન વે )થી ઇ ફોરમ ( ટુ વે / મલ્ટીપલ વે )બનાવવાનો નિર્ણય લીધો. જેથી વાચકો પરસ્પર ચર્ચા કરી શકે. હજુ પણ બધા જ સભ્યોને જીમેઇલની થ્રેડ અને ન્યુ ટોપીક ની સગવડનો ઉપયોગ કરવાની ફાવટ નથી. જેને લીધે …કોઇ પણ વિષય પર વાચક તે મેઇલ જયારે વાંચે, પછી તેની પર વિચારે અને પછી તેને સમય મળે ત્યારે પોતાનો પ્રતિભાવ મોકલે….. એટલે થ્રેડ તરીકે મોકલાયેલા પ્રતિભાવ પોતાની જગ્યાએ તારીખ પ્રમાણે ગોઠવાઇ જાય પણ નવા ટોપીક તરીકે મોકલાયેલ તે જ વિષયનો પ્રતિભાવ તમે કહો છો તેવી ગરબડ ઉભી કરે છે. ગુગલ હેલ્પમાં આ બધી જ જાણકારી આપી છે.
શરૂઆતમાં મેં ૧૦૦થી ૧૨૫ મિત્રોને આ ગૃપમાં જોડી દીધા હતા. આ બધા મારા જુના યાહુ પરના મિત્રો હતા/છે. હું બધુ મળીને સાત ગૃપ મોડરેટ કરું છુ. મેં સૌને સલાહ આપી છે અને જાણ કરી છે કે પોતાના રસ પ્રમાણે જ જે તે ગૃપમાં રજીસ્ટર થવું. બે–ત્રણ મેઇલ એવી હોય છે જે બધા ને મોકલું છુ. બાકી બધી જે તે ગૃપના મુખ્ય વિષય પ્રમાણે મોકલું છુ. છેલ્લા સાત મહિના દરમ્યાન મેં એક પણ વ્યક્તિને રજીસ્ટ્રેશન માટે આમંત્રણ મોકલ્યું નથી. મારી વેબસાઇટ પરથી મુલાકાતી પોતે જ પોતાને મેઇલીંગ લીસ્ટમાં ઉમેરવાનું કામ કરી શકે તેવી સુવિધા કરી છે. વ્યક્તિ એક કરતાં વધુ ગૃપના મેમ્બર હોય તેમને સ્વાભાવિક છે કે મેઇલ્સનું ડુપ્લિકેશન થશે. આમેય ફોરવર્ડ થઇને આવતી એકની એક મેઇલ્સ કોઇ પણ ગૃપના મેમ્બર ન હોવા છતાંય મળ્યા જ કરે છે ને ? આનો મને કોઇ ઉકેલ દેખાતો નથી.
હવે તમારા જે અંગત મિત્રો છે …. કે જેઓ પત્રકાર નથી જેમને હું પણ ઓળખતો નથી… તેમના આઇડી પર ઇમુખપત્ર/ ઇફોરમમાં જોડાવાનું આમંત્રણ તમારા સુચનથી મોકલ્યું હતુ. જે તેમણે સ્વીકાર્યું અને તેમને મારી મેઇલ્સ મળતી થઇ. હવે મારી દ્રષ્ટિએ તેમની પાસે બે જ વિકલ્પ છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવો અથવા આ ગૃપમાંથી અનસબસ્ક્રાઇબ થવા માટેની લીંક પણ પ્રત્યેક પોસ્ટની નીચે ફૂટનોટમાં મૂકીજ છે તેનો ઊપયોગ કરીને વિદાય લેવી. [ akhiltv-unsubscribe@googlegroups.com ]
જગત તો માનવમેળો છે …. મળવું … જાણવું … વિદાય લેવી …. આ બધું તો ચાલ્યા કરે. અને એક સાથે .. એક જ સમયે …. સૌને પસંદ પડે તેવું કોઇ એક કામ આ વિશ્વમાં શોધ્યું જડવાનું નથી… તેથી મને લાગે છે કે, દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુધ્ધી વડે નિર્ણય લઇને એવું કામ કરવું કે જેમાં પોતાને મોજ પડે.
મારી છાપ ….. બગડે …. સુધરે ….. કોના પર ?? જે મને જાણે છે તે મને જાણે જ છે. જે મને નથી જાણતા ત્યા શું ફરક પડે છે ? આમેય ….. સ્મશાનયાત્રામાં ચાર જ હોય…. જે મને મળી ગયા છે.
આપણી મિત્રતા … એ આપણો સંબંધ છે. વિચાર કે વ્યવહાર નથી.
ગુગલ ટોક અને યાહુ મેસેન્જરે ભેટમાં વાયરસ આપ્યા છે …
ઉદય ઉદયપુરથી આવીને પીસીની સાફ સફાઇ કરી આપશે પછી ….. જરૂર મળીશુ.
આ પત્રની ઇફોરમના સૌ મેમ્બર્સને પણ મોકલી રહ્યો છું.
Posted in અંતરના ઊંડાણમાંથી, મંથન on Dec 2nd, 2008 No Comments »
માફ કરજો જો તમને મારા અભિપ્રાયમાં અવિવેક જણાયતો …
પણ એ જ લખી રહ્યો છું ; જે મને લાગી રહ્યું છે.
સારા.. સારા… સુંદર… સુંદર… વિચારોના અસંખ્ય પાના લખાતા, વંચાતા જોયા છે …
વાહ.. વાહ… મેળવાઇ ગયા પછી …
… પછી અભરાઇ પર ચડી જતાં ય જણાયા છે.
… પછી ઉધઇ અને જીવડાં ઉછેરતાં ય જણાયા છે.
… પછી ઉપયોગમાં ય લઇ ન શકાય તેવી હાલતમાં જોયાં છે.
… પછી ફરી પાછા …
સારા.. સારા… સુંદર સુંદર વિચારોના અસંખ્ય પાના લખાતા, વંચાતા જોયા છે …
માનવતાવાદી … સમાજવાદી … પ્રાંતવાદી … ભાષાવાદી … સુધારાવાદી … કે કોઇ પણ વાદી વ્યક્તિઓનું સંગઠન બની શકે એવું મને લાગતું નથી …
…. વિચારને અમલમાં લાવવો હોય તો … વિચારની શક્તિનો અહેસાસ કરવો હોય તો …
બસ… પાવર ઓફ વન …..
એકડાની શક્તિ પર મને વિશ્વાસ છે …. કારણકે …..
એકડા વગરના મિંડા બનવું મને મંજુર નથી … … મિંડામાંથી એકડો બનવું અઘરૂ નથી …
મારાથી થાય તેટલું … તેવું .. આજે .. અત્યારે .. હમણાં જ વાતોના વડા કર્યા વગર …
નક્કર કામ કરવું છે … જે મને …એવું વાતાવરણ આપે જેમાં શ્વાસ લેવાનું મને ગમે.
Since November 26th .. નવેમ્બર ૨૬થી
in all directions, જયાં જુઓ ત્યાં
everywhere ….everybody is seen to be TALKING TALKING and TALKING.
બધા વાતો …. જ વાતો …. કરે છે.
print and eMedia … are worried about the security & safety of the 125 billion people country …as if NO OTHER is …
અખબાર અને ટેલિવિઝન …વાળાઓને જ જાણે ૧૨૫ કરોડ લોકોની વસતી ધરાવતા આ દેશની ચિંતા હોય અને બીજા કોઇને નહી …
WHAT DO YOU THINK ?
તમે શું વિચારો છો ?
- HAS ANY OF THEM EVOLVED AN ACTION PLAN TO COMBAT THE SITUATION ?
શું તેમનામાંથી કોઇએ પણ આવી પરિસ્થતિને અંકુશ કે નિયંત્રણમાં લઇને ભવિષ્યમાં ફરી આવું ન જ બને તેવો એક્શન પ્લાન .. અમલમાં મૂકી શકાય તેવો પ્લાન બનાવ્યો છે ?
- DOES ANY ONE OF THEM APPEAR TO BE SINCERE ENOUGH TO SAY “ENOUGH IS ENOUGH” ?
‘હવે બહુ થયુ .. હવે આ રોકવું જ જોઇએ‘ ના સવાર, બપોર અને સાંજે વાગતા તેમના વાજાં કે નગારાંમાં તેમની કર્તવ્ય નિષ્ઠા તમને જણાય છે ?
- DO YOU ENDORSE ANY ONE OF THEM FOR WHAT THEY SAY AND HOW THEY SHOW ?
તેઓ જે કહે છે કે જે, જેવું અને જેવી રીતે બતાડે છે તે પર તમને વિશ્ચાસ કે ભરોસો છે ?
Do you think its time to take small action rather than talking BIG things ?
તમે માનો છો કે હવે મોટી મોટી વાતો કરવાને બદલે ….. ભલે, નાના તો નાના…. પણ જોઇતા પરિણામ મેળવવા નકકર કામ કરવા …. એક્શન લેવી જરૂરી છે ?
Will it be possible for you to spare just ONE hour every week to inspire & educate undereducated people to ensure that they dont get carried away with some liqour and biriyani but reject politicians who are useless ?
તમે દર અઠવાડિયે ફક્ત એક વખત તમારા વિસ્તારના ફક્ત પાંચ અશિક્ષિત વ્યક્તિઓને આવી રહેલી ચુંટણીમાં નાલાયક પોલિટીશીયન્સની ઓળખ આપીને, તેમના દારુ કે બીરીયાનીની લાલચથી દૂર રહીને સફાયો કરવાની પ્રેરણા આપવા માટે પ્રામાણિકતાથી નિયમિત રીતે એક કલાકનો સમય ફાળવી શકશો ?
Believe in your self …. તમને તમારી જાત પર તો ભરોસો છે ને ?
તમારી પાસે બે વિકલ્પ છે.
૧. પીસી શટડાઉન કરીને … ઉભા થાઓ … દેશદાઝમાં તમે સળગી રહ્યા છો એ સાબિત કરવા .. કામે વળગો.
૨. નાલાયક પોલિટીશીયનોની વારતા માંડીને બેઠેલી ચેનલો સામે બેસી રહો અને સારા… સારા…. ભારેખમ શબ્દોમાં અમલમાં ના મૂકી શકાય તેવી વાતો સાંભળ્યા કરો.
જયહિંદ.
Posted in અંતરના ઊંડાણમાંથી, મંથન on Nov 19th, 2008 5 Comments »
મુંબઇમાં સાંભળેલી નહીં પણ સગી આંખે જોયેલી વાત.. ઘટના .. ક્રમ ..સીલસીલો છે.
ઝેરના પારખા ના હોય …પણ
ગળે કદી ન ઉતરી શકે…
અરે, આવું હોઇ શકે એવું …
મને તો સ્વપનુ પણ ૫૧ વરસના જીવનમાં આવ્યું નથી…
સંસ્કારથી લાખ્ખો માઇલ દૂર …
ગણ્યા ગણાય નહી તેટલા વ્યસનોથી ગ્રસ્ત …
છડે ચોક .. અસભ્યતા .. અશ્લિલતા …નો
આવો તે કેવો અનુભવ થયો …
બે દિવસ સુધી અસ્વસ્થતાએ મને ઘેરી રાખ્યો.
જોયેલું … સાંભળેલું … પડઘાયા કરતું હતુ.
દિમાગ બહેર મારી ગયું … દિલ વ્યક્ત કરી ન શકાય તેવી લાગણી અનુભવી રહ્યું હતુ…
પ્રેશર કુકર પર જે કામ સીસોટી કરે તે કામ કદાચ મારો બ્લોગ કરશે ….
સર્વે કર્યો … સવાલનો જવાબ સૌએ ‘હા‘ માં જ આપ્યો. એટલે લખવાનુ શરૂ કર્યુ છે.
અંતરના ઊંડાણમાંથી મંથન કરીને આ વાત રજુ કરવાનો પ્રયાસ કરું છુ.
બધા જ નામ, અટક, સ્થળ બદલી નાખ્યા છે.
કેટલાક .. ગુજરાતી પરિવારો (સંખ્યા મોટી છે)ના આધેડ પુરૂષો, પ્રૌઢ મહિલાઓ, યુવાનો અને તરૂણ બાળકોના ગંદા, વિકૃત, વાસનાયુક્ત, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદત, સંબંધ, સ્વચ્છંદતા …. જોયા બાદ …
પ્રકરણ ૧
તા.૧૫.૧૧.૦૮
સમય સવારે ૬.૪૫ થી ૯.૩૦
સવારે સુરતથી મુંબઇ જતી ફ્લાઇંગ રાણીમાં વલસાડથી રોજ અપડાઉન કરનારા સતિશની નજર મારા પર પડી, મારી નજીક આવ્યો અને મને તેણે આમંત્રણ આપ્યું તેના મિત્રમંડળ સાથે આરામથી બારી પાસે બેસીને જવા માટે. ૩૬૫ દિવસ ભરચક જતી, સુરતથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે મરોલી, નવસારી, બિલિમોરા, વલસાડ, વાપી, દહાણુ, પાલઘર, બોરીવલી અને અંધેરી જેવા સ્ટેશનોએ થોભતી, બાવિસમાંથી ૧૮ ડબલડેકર કોચવાળી આ સુપરફાસ્ટ એક્ષપ્રેસ ટ્રેનમાં સતિષ જેવાનું આમંત્રણ જેમને નહોતુ મળ્યું એવા સૌ ટીકીટધારકોએ પાસધારકોની મહેરબાની મેળવીને રૂ. ૮નો સુપરફાસ્ટ ચાર્જ ચૂકવીને લગભગ અઢી કલાકની મુસાફરી ઊભા ઊભા જ કરવાની હતી. દાળ વાળા, શીંગ વાળા, ચા વાળા, પાઉવડા વાળા, ગુટકા–સીગારેટવાળા અને એવા તો અનેક ફેરિયાઓ તેમને શાંતિથી ઊભા પણ રહેવા દેતા ન હતા.
સતિષે તેના મિત્રો સાથે પરિચય કરાવવો શરૂ કર્યો. ગગન, વિશાલ, મધુ, પ્રવિણ, જેકબ, ઝાહિર, સુલતાન અને જોષીસાહેબ. સ્થાનિક વેપારીઓ અને કારખાના કે ફેક્ટરીઓ માટે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ મુંબઇ શહેરના જુદા જુદા વિસ્તારોની રઝળપાટ કરીને લાવી આપવાનુ કામ કરનારા આર્થિક રીતે મધ્યમ વર્ગના આ ઓછુ ભણેલા ૨૨ થી ૩૫ વરસની વય જુથના યુવાનો રોજે રોજ ચોક્કસ કોચમાં .. ચોક્ક્સ કમ્પાર્ટમેન્ટમાં .. ચોક્કસ સીટ કે પાટિયા પર બેસીને .. પાના રમતાં રમતાં જવાને ટેવાયેલા લાગ્યા. એકલદોકલ ટીકીટધારક જો આવી ચડે .. અને બેસવાની જગ્યા માટે વિનંતી કરે તો … છેલ્લી પાયરીની ભાષામાં ….આગળ જવાનુ કહેવામાં આવે.પહેલા ત્રણ બટન ખુલ્લા, મોંમાં તમાકુવાળા પાનનો ચાવી મુકેલો કૂચો, ગળી ન શકાય તેવા ગળફાને ગળામાં રાખીને બોલાતી ગાળ સાંભળીને … કોઇને પણ થાય કે કયાં સવાર સવારમાં આ ભટકાણો ? જે ચા કે કોફી રૂ. પાંચમાં આમ જનતાને વેચાતી હોય તે આવા અપડાઉનીયાઓને રૂ. પાંચમાં બે ને ભાવે પૈસા શામકો મીલેગા ..ના ક્રેડીટકાર્ડ પર અપાતી હોય. ચાલૂ ગાડીએ બારીની બહાર .. દૂરથી મંદિરના દર્શન થાય એટલે .. બાપા સીતારામ કે જલારામ બાપાકી જય .. જય સ્વામીનારાયણ કે હરી ૐ … નો નાદ થાય. ચંપલ, બૂટ … પગરખાં નીચે મૂકીને જ ઊપરને પાટિયે ચડવાનું. ઉતરનારની જગ્યા ત્યાં ઊભેલાને નહી પણ તે સ્ટેશનેથી ચડેલા તેમના ‘માણસ‘ માટે આરક્ષિત રહે.
સતિષે મારી ઓળખાણ સૌને આપતાં કહ્યું કે… આ અખિલભાઇ છે, બહુ કામના માણસ છે. હું વિચારવા માંડયો કે .. કેવીરીતે ? હજુ કંઇ કામ તો કર્યુ કે કહ્યું યે નથી ! હશે ..
બાજુમાં જોષીસાહેબ બેઠા હતા. મધ્યમ વર્ગના.. અડધી બાંયનો બુશકોટ, ખીસામાં મોબાઇલ, પેન, પરચૂરણ, દોરી બાંધેલા ચશ્મા, કાળા રંગનુ પેન્ટ, બ્રાઉન સેન્ડલ, પાતળી મૂછ, સફાઇદાર દાઢી, ૪૫ના હશે એવી મારી કલ્પના ખોટી પડી. ૫૯ની ઉંમરે તેમણે અપડાઉનના ૩૦ વરસ પૂર્ણ કર્યા છે. મુંબઇની એક ખાનગી કંપનીમાં તેઓ નોકરી કરે. બોરીવલી ઉતરી બસમાં ઘણુ ખરૂં ઊભા ઊભા મલાડ – ગોરેગાંવ વચ્ચેના વિસ્તારમાં લિંક રોડ પર આવેલી ઓફિસે જાય. સાંજે વળતાં અંધેરીથી ફરી પાછી ફ્લાઇંગ રાણી પકડવાની. મારાથી રહેવાયું નહી… પૂછી નાખ્યા થોડા સવાલ … આ ઉંમરે આટલી હાડમારી શા માટે ? પરિવારમાં કોણ કોણ ? દિકરા–દિકરીઓ શું કરે છે ? પત્નિ ? તેમને માટે કેટલો સમય મળે છે ? તમે તેમની સાથે કેટલુ જીવો છો ? આવક–જાવકનુ સમીકરણ કેવી રીતે સચવાય છે ? ….. મારી સામે તેઓ જોઇ રહ્યા. .. હું મુંઝાયો .. ક્ષોભ થયો કે, પહેલી જ મુલાકાતમાં આવું પૂછાય ? …
દહાણુ સ્ટેશનમાં ટ્રેને પ્રવેશ કર્યો.. ધીમી પડી .. ઊભી રહી .. બારીમાં આવીને કાન પાસે એક ફેરિયાએ પોતાનો માલ વેચવા તારસપ્તકમાં બૂમ પાડી … મારા જમણા હાથની ટચલી આંગળી તરત કાન પાસે પહોંચી ગઇ અને રક્ષણાત્મક ક્રિયા કરી રહી… જોષીસાહેબ મલક્યા અને બોલ્યા ઘણા ઘોંઘાટ વચ્ચે જીવન ખેંચીએ છીએ. અમારે તો આ રોજનું થયું .. કાન બહેરા અને આંખ આંધળી થઇ ગઇ છે. જે જેવું હોવું જોઇએ તે તેવું નથી .. જે હોવુ જ ન જોઇએ તે જ (ગાળ) સામે ને સામે આવે છે .. જે ગાળ જેવી રીતે બોલાઇ તેમાં તેમનો પરિસ્થિતી સામેનો આક્રોશ છલકાતો હતો… માફ કરજો, મારી ભાષા બગડી પણ .. યાર, આ જમાનામાં જીવવું હોય તો હવે દાદાગીરી જ કરવી પડે છે. લોકો હવે સીધીરીતે સાંભળતા નથી અને સરખી રીતે જીવવા નથી દેતા. જેના નસીબમાં જયાંના રોજીરોટી હોય ત્યાં રોજ સલામ મારવા જવાનુ. શેઠીયાની સાત વાત સાંભળવાનો જ પગાર મળે છે એમ માનીએ તો જ જીવાય.ઉપરવાળો પણ યાર એવો છે ને કે …. જેને પૈસાની જરૂર છે તેને તડપાવે અને આપે છે તેને લખલૂટ … ખોબેખોબા ભરીને … અમીર બાપની ઓલાદોને તો પૈસાની નવાઇ જ ના હોય .. એક કહેતા દસ મળતા હોય … માટલાને તો ઓળખતા જ ના હોય … મીનેરલ વોટર વગર તો ચાલે જ નહી.. દુનિયાભરના દુર્ગુણો એમનામાં દેખાય. નાની .. કાચી ઉંમરે વાપરવા મળતા પૈસા વેડફતા થઇ જાય.. છેલ્લા દસ વરસ દરમ્યાન ટેલીવીઝન પર આવતા કાર્યક્રમોએ તો સામાજિક જીવનની … પૈણી નાંખી છે. એમાં બી સાલી પેલી …. નામ એકતા … અને તેની સીરીયલો ઘરને તોડવાનુ કામ કરે… લોકો બી … યાર… એવા તો (ગાળ) છે ને કે, આ ટીવી વાળા (ગાળ) બનાવે છે તેમ બોલતા બી જાય અને (ગાળ) બનતા બી જાય. મધ્યમ વર્ગના મારા જેવા માણસનો મહિનાનો ખર્ચ આ બધાને લીધે બમણો થઇ ગયો છે … અને તે વધતો જ જાય છે. ઘરના લોકોને સાહેબી જોઇએ છે પણ મહેનત કરીને પૈસા લાવતા (ગાળ) કેટલી લાલ થઇ જાય છે તે ખબર છે ? .. આપણે કહીએ કે આ (ગાળ) લોકોને તો આ અભિનય કરવાના પૈસા મળે છે. અને તમે તેની સામે કલાકો સુધી બેસીને (ગાળ) લાઇટનાબીલ મોટા કરો છો. ….. પ્રત્યેક વાક્યે વધતી જતી ગાળની સંખ્યાથી અંદાજ આવી રહ્યો હતો કે વર્તમાન પરિસ્થિતીમાં કોમન મેન કેટલો પરેશાન છે. …. મેં પૂછયું, તમારે નોકરીમાં શું કરવાનું ? આઇ મીન, નેચર ઓફ યોર વર્ક ? …….. જવાબ સાંભળીને હું … સજજડ થઇ ગયો… ઐયાશ શેઠીયાની લફરાબાજ પત્નિના વંઠી ગયેલા દિકરા દિકરીની જરૂરીયાત પૂરી પાડવાની…બાપદાદાની સચવાય નહી એટલી મિલકતમાં મુંબઇમાં કેટલીક જમીન વેચીને કરોડો તેમાં ઉમેર્યા .. અને હવે …. આ જ તેમનો ધંધો.
વધુ .. આવતા અંકે.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ on Nov 10th, 2008 No Comments »
રોહિતભાઇ,
તમારી પ્રોત્સાહક મેઇલ બદલ આભાર.
‘ … Our contact arose when you responded to a note about Australian type leadership that some readers were critical off. You were firmly convinced about who the ‘terrorists’ were and were content to dismiss others as secularists and ‘kinnars’. Of course you are, like rest of net users, entitled to your own views. However, I remember thinking that such a view was incompatible with plural and diverse nature of Indian society. … ‘
સાચી વાત … પ્રત્યેક વ્યક્તિની પોતાની એક અંગત પધ્ધતિ હોય છે વિચારવાની અને વર્તવાની.
થોડા જાણીતા નામ … મો.ક.ગાંધી, મોરારજી દેસાઇ, કપિલ દેવ, …. દાઉદ ઇબ્રાહિમ, લાદેન …. લીસ્ટમાં આપણે પણ કયાંક આવી જ જઇએ. પછી તે પોઝીટીવથી નેગેટીવ હોય કે નેગેટીવથી પોઝીટીવ. આમેય … આ બંને શબ્દો પરસ્પર અચળ સંબંધ ધરાવે છે.
મને લાગે છે, વ્યક્તિને થયેલા અનુભવોને આધારે તેની માન્યતા આકાર લેતી હોય .. જેની પર વાતાવરણ અને તેની આંખે અને કાને પડતા દ્રશ્યો અને અવાજની અસર હોય … ગમતુ અને અણગમતું હોય … પોતાના માપદંડ પર બધા માપ લેવાતા હોય … ‘ તે સાચા જ છે ‘ના, જો કદાચ ભ્રમ હોય તો તે કાળક્રમે જ દૂર થાય …
મારે એવી ઘણી વ્યક્તિઓ સાથે ગાઢ મિત્રતા થઇ છે કે જેમની સાથેની પહેલી મુલાકાત ખાસ્સી ગરમ બની રહી હોય… ‘આપણી વચ્ચે મતભેદ છે‘ એવુ સ્વીકારી શકવાની પરિપક્વતાએ પહોંચ્યા પછી બધુ બદલાતુ લાગે છે.
“… Your own Internet television work is very interesting as you are able to offer some interesting items and drawing attention of the Gujarati speakers to globalised nature of their lives. Educational work that you do sounds very good to me and I am sure your approach is universal, encompassing all those who use Gujarati as a medium of communication. I must warmly congratulate you on your devotion to this worthy project. …”
તમે ખરેખર .. અંગ્રેજી ભાષામાં સરસ રીતે વિચાર વ્યક્ત કરી શકો છો.. સાદા, સરળ અને સમજાઇ જાય તેવા શબ્દો પસંદ કરવાની તમારી ક્ષમતા મને સ્પર્શી ગઇ છે.
‘… I welcome you messages and like to learn about your important work. Yesterday there were quite a few messages from you and may be you can perhaps reduce the volume by cutting down on marginal items. Just a suggestion. …‘
તમારી મેઇલ વાચીને તરત જ …. ગુગલીંગ કરીને …. સર્વે કરી શકાય એવી સાઇટ શોધી … સાત સવાલનો સર્વે તૈયાર કર્યો … અને સૌને મોકલ્યાને અત્યારે ૮ કલાક થવા આવ્યા છે … અને મને ફક્ત ૬ જ પ્રતિભાવ મળ્યા છે !
‘ …. Hi All, I have hosted an online survey with just seven questions to know your minds. click the following link and complete the survey. http://www.surveymonkey.com/s.aspx?sm=1BCwZONTGSNwDnCWT4woIg_3d_3d Thank you in advance. ….‘
આ સર્વે પર જવા માટે www.akhiltv.com ના હોમપેજ પર “સર્વે” ની લીંક આપી છે.
‘…. Best wishes to you in your work. ….‘ આભાર તો અજનબીઓનો હોય, તમે હવે અજનબી નથી રહ્યા એવું લાગે છે.
અખિલ …
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન, જનમત on Nov 9th, 2008 No Comments »
હજુ તાજો તાજો જ ગુજરાતી લીપીમાં અહીં લખતો થયો છું …
જોડણીની ભૂલો‘ય કરતો હોઇશ ..
વ્યાકરણ, વાકયો અને સાહિત્યના પ્રકાર અંગે કદાચ સમજ નહીવત્ છે.
પણ ..
જેવું વિચારું છું તેવું જ લખી નાખું છુ.
મને લાગે છે કે,
www.akhiltv.com પર
દર શનિવારે
ભારતિય સમયાનુસાર રાત્રે ૮ થી ૯ દરમ્યાન
સાહિત્યસભાનું જીવંત પ્રસારણ સ્વરૂપે આયોજન / સંચાલન કરી શકાય;
કે જે દ્વારા મારા જેવા સાહિત્ય અંગેની ઓછી કે અધકચરી સમજવાળા દર્શકોને પણ લાભ પહોંચાડી શકાય.
જો તમને લાગતું હોય કે,
તમે ૧૦, ૨૦ કે ૩૦ મીનીટ ની સમય અવધી દરમ્યાન તમારી રચનાની પ્રસ્તુતિ કરી શકો એમ છો
અને
બાકીની અનુક્રમે ૫૦, ૪૦ કે ૩૦ મીનીટ દરમ્યાન દર્શકો સાથે સંવાદ કે સવાલજવાબ કરી શકો એમ છો
તો … ૫૦ ટકા કામ પાર પડી ગયું જ જાણજો.
હવે આ માટે તમારી પાસે માઇક અને વેબકેમની વ્યવસ્થા હોવી જોઇએ. એટલે બીજા ૨૫ ટકા કામ થઇ ગયું.
અને છેલ્લા ૨૫ ટકા – તમે આ પ્લેટફોર્મ કેવી રીતે વાપરવુંની તાલીમ મારી પાસેથી લઇ લેશો એટલે પાર પડી જશે.
રસ પડે એવી વાત છે ?
તો,
તમારુ નામ
શહેરનું નામ,
રાજય,
રાષ્ટ્ર,
ઇમેઇલ આઇડી,
સેલ નંબર
અને
તમે નીચે જણાવેલ કેટલી મીનીટના ફોર્મેટમાં રજૂઆત કરવાનુ પસંદ કરશો તે જણાવશો. a.(10+50 mins), b.(20+40 mins), c.(30+30 mins), d.(40+20 mins), e.(50+10 mins)
મને વળતી ટપાલે … વહેલામાં વહેલી તકે જવાબ આપશો તો ગમશે.
તા.કઃ જેમનો લાભ જનતાને મળવો જોઇએ તેવા સૌને આ મેઇલ ફોરવર્ડ કરી … તેમની વિગતો મને મેળવી આપવા મહે … નત કરજો. – મહેરબાની તો ઇશ્વર કરે.
ઉદાહરણ તરીકે મારી વિગતો આપુ છું.
“Akhil Sutaria” - Valsad, - Gujarat, - India, - akhilsutaria@yahoo.com, +91 9427222777, - b.(20+40 mins)
ધન્યવાદ.
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Nov 6th, 2008 No Comments »
હિનાબહેન પારેખની મેઇલમાં સીગ્નેચર વાંચી …
… ( If you become a little more silent, more and more joy will arise out of you.The moment you are totally silent infinite exposion of joy happens.-Osho )
તમારી દુનિયામાં તમે મસ્ત હો તો બાકીના શું કરે છે નો તો કદાચ વિચાર પણ ન આવે…
ખાલી હાથે આવ્યા હતા .. ખાલી હાથે જવાના છીએ … તે પણ જાણીએ જ છીએને ?? બાકી … જીવવા જેટલા જરૂરી દામ મળી રહે .. ગમતું કામ મળી રહે તો … પછી નામ કમાવાની ક્યાં જરૂર જ છે ?
અસ્તિત્વને ઓગાળીને જીવવાની મજા લેવા જેવી ખરી હોં !
દોસ્તો,
રાજકોટ, નવી દિલ્હી, મથુરા, આગ્રા અને ઉદયપુરના પ્રવાસેથી પાછા આવીને પહેલુ કામ … અખિલ ટીવી ડોટ કોમના સ્વરુપને બદલવાનુ કર્યું. આશા છે તમને ગમશે. ત્રણ દિવસ માટે મુંબઇના પ્રવાસે જઇ રહ્યો છું.
પરત આવીને લાઇવ કાર્યક્રમો દ્વારા આપ સૌને મારા પ્રવાસ દરમ્યાન થયેલા અનુભવની વાતો કરીશ. થોડી પ્રતિક્ષા જરૂરથી કરી લેશો
અને આ દરમ્યાન જોતા રહો … www.akhiltv.com
- Next »