ફોન ઇન
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન on Mar 21st, 2009 No Comments »
![]() |
Category : General | Tags : akhil akhilsutaria akhiltv inspiration motivation gujarati india |
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન on Mar 21st, 2009 No Comments »
Posted in તેજાબ, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Mar 18th, 2009 No Comments »
4796
આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ.
ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું.
અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.
પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.
અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …
મજા ન આવી.
કારણકે,
જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું. શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.
મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.
કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.
આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.
સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.
મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,
મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.
ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.
આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.
સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?
મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.
પણ,
વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?
સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.
સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?
પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …
પણ,
ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.
તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?
પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?
મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.
મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,
રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ? (અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો
આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?
આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?
વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )
૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં
(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે
– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?
– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )
(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે
– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?
– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?
(ક) વાલીઓ અને માતા–પિતાને
– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?
– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?
એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?
લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?
લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?
લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?
કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.
જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.
તમે શું વિચારો છો ?
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, પ્રેરણા on Jan 14th, 2009 No Comments »
We a group of five friends who studied in Dr Gandhy Engg College, Surat during 1976 - 80 in Department of Mechanical Engineering had begun putting Rs. 500/- aside every year since 1985 to a total sum of Rs. 2500/- and offer to a deserving student to buy text books on returnable basis.
Beneficiaries over a period of time begun returning both.. used books and the money as they started earning salary !! Now we have become a group of 60 friends .. still continueing with Rs. 500/- each every year … offering upto Rs. 30000/- ( 10 would be engineers for an upper limit of 3000 each ) and a book bank worth Rs. 45000/- !!!
વિરેશભાઇ જેવા અહિ ઇન્ટરનેટ પર મળેલા મિત્રોએ આ કામમાં સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે …
ના પાડવાનો તો સવાલ જ નથી.
પણ, આ તો .. અમે જે કોલેજમાં ભણ્યા .. તે જ કોલેજમાં ભણતા અમારા અનુગામીઓ માટે … કંઇક નક્કર કરવુંની મારી તદ્દન અંગત ઇચ્છાનું વિસ્તાર પામેલું સ્વરૂપ છે.
અમે એનજીઓ નથી કે નથી કોઇ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી.
મારી પત્નિ તૃપ્તિ અને મેં બેંક ઓફ બરોડામાં એક સ્પેશીઅલ બચતખાતું રાખ્યું છે, જેમાં સૌ પોતપોતાની અનુકુળતાએ રકમ જમા કરાવી દે છે. ઘણુ ખરૂ એપ્રિલ અને મે મહિનામાં. સામાન્ય રીતે જૂન મહિનાની તા. ૧૫થી ૩૦ દરમ્યાન કોલેજના આચાર્ય અને હેડ ઓફ ધ મીકેનીકલ એન્જી. ડીપાર્ટમેન્ટ પાસેથી નવા, જૂના, ડ્રોપ થયેલા અને ડ્રોપ પછી ફરી જોઇન થયેલા વિદ્યાર્થીઓનું લીસ્ટ મેળવી લઇને નોટીસબોર્ડ દ્વારા સૌને જાણ કરીએ અને જુલાઇના પહેલા કે બીજા સપ્તાહમાં હું અને અન્ય એકાદ.. બે મિત્ર.. આ કાર્યવાહી પૂરી કરી દઇએ.
અમે કદી માઇક્રોલેવલ પર હિસાબ કિતાબ રાખ્યા નથી…આ તો .. બસ, અખિલની વાતમાં જેમને દમ લાગ્યો, તેમણે અખિલ પર વિશ્વાસ મૂકીને .. અખિલના આ ‘અભિયાન’ને મહત્વ આપીને .. આર્થિક સહયોગ આપ્યો છે. .. મજાકમાં હું કદીક કહેતો હોઊ છું કે, અલ્યાઓ, પાછળથી હિસાબ માંગશો તો નહિ આપું .. ત્યારે તેમના આત્મીય જવાબ ‘ બીજા ૫૦૦નો ચૂનો કરી જાય તેના કરતાં તું શું ખોટો છે? ’ ..
મને સંતોષ આપે છે. મને જવાબદારીયુક્ત સ્વતંત્રતા મળ્યાનો અહેસાસ થાય છે.
પ્રોજેક્ટ માર્ગદર્શન અન્વયે ફિલ્મ શોના કાર્યક્રમ માટે મિત્રો ( સ્વદેશ અને પરદેશના ) તરફથી મળતી રકમ પણ અમારી સગવડ ખાતર હવેથી આ જ ખાતામાં ઉમેરવાનું રાખ્યું છે.
.. [ 3752]
Posted in અનુભવ on Jan 13th, 2009 No Comments »
આજે બજારમાં મારા કેટલાક કામનું લીસ્ટ લઇને નીકળ્યો. સરસ મજાની થંડીમાં ૪ રૂપિયાનો ૨૦૦ એમએલ તાજો થંડો નીરો પીધો.
રાજયની શાળાઓમાં પરીક્ષાઓ ચાલે છે. એક ફોટોકોપી કરનારની દુકાને જાણીતી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ માઇક્રોઝેરોક્ષ કરાવી રહ્યા હતા.
૨૦૦૯ની નાની ખીસામાં મૂકી શકાય તેવી ડાયરી સાઇઝ નંબર બે નંગ એક ખરીદી.
વિલાયતી (ગોરસ) આમલી અને બોર લીધા. મિત્રની ઓફિસે પહોચ્યો. … બંને ફળના બી / ઠળીયા કાઢીને મોજથી ખાધા.
એક અન્ય સંગીતપ્રેમી મિત્રને ત્યાં જવાનું પ્લાનિંગ નહતું. તેના ઘર નીચેથી પસાર થઇ રહ્યો હતો ત્યારેજ તેનું બાલ્કનીમાં આવીને મને જોવું … પહેલી આંગળી અને અંગૂઠાની મદદથી જોરદાર સીસોટી વગાડીને મારા નામની પહાડી બૂમ મારીને … બોલાવ્યો.
ગયે સપ્તાહે જ તેણે ખરીદેલ યામાહા જી૮૦ વર્કસ્ટેશન વગાડતો હતો .. બે કલાક જૂના .. નવા ગીતો સાંભળવામાં ક્યાં જતા રહ્યા તે જ ખબર ના પડી.
ભાન થયું કે … જમવાનો સમય ચૂકી ગયો .. સુભાષની રજા લઇને ત્યાંથી ભાગ્યો..
રસ્તે સલીમ સાયકલવાળો મળી ગયો. … એક સાયકલ ખરીદવાનો વિચાર તો મનમાં હતો જ .. તે સલીમને જોઇને મજબૂતીથી સળવળ્યો … એવોન જીનીયસ અને હિરો સાયક્લોન એમ બે મોડેલ જોયા … સાદી.. સારી.. સસ્તી ના; વ્યાજબી લાગી ..
પછી વાત .. કરીને નિકળ્યો … તે જાણી ગયો ..
તેણે પૂછયું, ‘મૂકી જાઉં ?’ … મેં કહ્યું .. નેકી ઔર પૂછ પૂછ ? … ચાલ ચાલ … જલ્દી કર … આજે તો … વાટ લાગી જવાની છે.
જેવો ઘરે પહોંચ્યો … કે … તરત જ … તૃપ્તિ બોલી …
( બોલો જોઇએ, મારા પર શું વીતી હશે ? ) …..
Posted in અનુભવ on Jan 7th, 2009 No Comments »
ગઇકાલે વલસાડ જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી વલસાડ જીલ્લાના પાંચ તાલુકાઓ .. ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર અને વલસાડની ૧૯૬ માધ્યમિક શાળાઓના આચાર્યોને સંપર્ક કરવા માટે જરૂરી એવી માહિતી મેળવી લીધી છે. તે સૌને તેમની શાળાના ધોરણ ૭ થી ૧૨માં ભણતા બાળકો માટે પ્રેરણાદાયી ફિલ્મોના નિઃશુલ્ક આયોજન માટે ત્રણ દિવસમાં કહેણ મોકલાવી દઇશું. અને પછી .. વહેલો તે પહેલો ને ધોરણે .. તેમજ ઓછા ખર્ચે એક પ્રવાસમાં એક જ લાઇન પર આવતી શાળાઓને આવરી લેતા પ્રવાસ યોજવા છે. આ કાર્યક્રમને સી.એસ.આર પ્રોજેક્ટ સાથે જોડી શકાશે. તે માટે ઉત્સુક સંસ્થાઓ મારો સંપર્ક કરે.
ન નફો ન ખોટને ધોરણે ચાલતા આ અભિયાનના વાસ્તવિક ખર્ચને પહોંચી વળવા બેનર અને બાળકોને આપવામાં આવનાર હેન્ડબીલ માટે પ્રાયોજકોનું ઉમળકા સાથે સ્વાગત છે.
માફ કરજો, અમે કાર્યક્રમ દરમ્યાન સ્વાગત, મહેમાનના બે શબ્દો, પુષ્પગુચ્છ અને આભારવિધી જેવી સમય ખાઇ જતી પરંપરાઓને તીલાંજલી આપી દીધી છે.
આજે ૦૬ જાન્યુઆરી, ૨૦૦૯
ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮.૦૦ કલાકે
લાઇવ વેબકાસ્ટ દરમ્યાન
આ વિષય પર ચર્ચા કરવા તમને મારું નિમંત્રણ છે.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Dec 8th, 2008 No Comments »
Dear Kankshitbhai and Vimalbhai,
I am glad that this eForum has started vibrating. I agree and do believe that if at all we are looking forward to see THE CHANGE around us, we need to change ourselves as a FIRST STEP towards it.
The question here is WHAT TO CHANGE IN OURSELF ?
I THINK - We need to change the personal belief system.
We have to BEGIN BELIEVING THAT THE CHANGE IS POSSIBLE.
…… as we have thousands of people around us who have built a VERY STRONG belief of “NOTHING CAN BE CHANGED”
…. દા.તઃ ઉપરથી ભગવાન પણ ઉતરી આવે તો હવે આ દેશને કોઇ બચાવી શકે તેમ નથી.
…. એવું કહેનારાઓની વચ્ચે રહીને પણ આપણે એ માનવું જ રહ્યું કે ….
મારે જોઇતા પરિવર્તન માટેની શરૂઆત મારાથી જ થઇ શકે તેમ છે…
એટલે મારે મારી જૂની માન્યતાઓ છોડી, આ નવી માન્યતામાં શ્રધ્ધા રાખી અને મનોબળ મજબૂત કરીને ….
મારા વિચારોને મારા વર્તન તેમજ વ્યવહાર દ્વારા અમલમાં મૂકવાનું શરૂ કરી દેવું જોઇએ….
કદાચ શરૂઆતમાં આમ કરવામાં હિંમત ઓછી પડે કે ડગમગી પણ જવાય …
….. છતાં …. જબરજસ્ત ધિરજ સાથે લગે રહો !!! ….
તમને થતા ….. પ્રત્યેક અનુભવે તમે તમારુ મનોબળ મજબૂત થતું અનુભવશો……
મને થયેલા અનુભવે જ મને આ સમજ આપી છે.
ત્રણસોને સત્તરમો સંદેશ પોસ્ટ થયા પછી જ અહિ પરિણામ મળ્યુંને ? ( વાત ગંભીર છે પણ હળવાશથી લેજો …. ધીરજના ફળ મીઠા અને ઉતાવળે આંબા ના પાકે …. તે આનું નામ …)
આ જ ચર્ચાને અથવા આને સંબંધિત અન્ય વિષય પર આપણે અખિલટીવી ડોટ કોમ પર લાઇવ વેબકાસ્ટ દ્વારા પણ કરી શકીએ તેમ છીએ. તેની ખાસ નોંધ લેશો. આ માટે તમારુ પીસી માઇક, સ્પિકર અને વેબકેમ સાથે જોડેલું હોવું જોઇએ. …….
બાકીનું કામ મારે કરવાનું …..
બહુ સહેલુ છે. ચાલો ….
સાથે મળી વિશ્વના ઓટલે બેસીને એવી નક્કર યોજના બનાવીને અમલમાં મૂકીએ કે જેથી …
સાચા અર્થમાં ‘મેરા ભારત મહાન‘ બની જાય.
છો તૈયાર ??
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ on Dec 7th, 2008 No Comments »
જયવંતભાઇ,
લોકોનું માનસ સમજવા જેટલું અઘરું કોઇ કામ મને લાગ્યું જ નથી. તમારી વાત સાચી છે પણ આનો ઉકેલ મારી પાસે નથી. જેમણે મારા અખિલટીવીના ગુગલ ગૃપ એટલે કે ‘અખિલટીવી ઇ ફોરમ‘ની સદસ્યતા મેળવી છે તે સૌને મેં મારા દ્વારા હાથ ધરાયેલા સર્વેની લિંક ચાર વખત મોકલી હતી. જેમાં તમે જણાવ્યા છે તે સંબંધિત મુદ્દાઓ પર સૌના અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
૭૭૫ની સંખ્યા ધરાવતા આ ગૃપના ફક્ત ૨૨ (બાવીસ) વ્યક્તિઓંએ જ જવાબ આપવાની તસ્દી લીધી. ઇ મુખપત્રમાં ( વન વે )થી ઇ ફોરમ ( ટુ વે / મલ્ટીપલ વે )બનાવવાનો નિર્ણય લીધો. જેથી વાચકો પરસ્પર ચર્ચા કરી શકે. હજુ પણ બધા જ સભ્યોને જીમેઇલની થ્રેડ અને ન્યુ ટોપીક ની સગવડનો ઉપયોગ કરવાની ફાવટ નથી. જેને લીધે …કોઇ પણ વિષય પર વાચક તે મેઇલ જયારે વાંચે, પછી તેની પર વિચારે અને પછી તેને સમય મળે ત્યારે પોતાનો પ્રતિભાવ મોકલે….. એટલે થ્રેડ તરીકે મોકલાયેલા પ્રતિભાવ પોતાની જગ્યાએ તારીખ પ્રમાણે ગોઠવાઇ જાય પણ નવા ટોપીક તરીકે મોકલાયેલ તે જ વિષયનો પ્રતિભાવ તમે કહો છો તેવી ગરબડ ઉભી કરે છે. ગુગલ હેલ્પમાં આ બધી જ જાણકારી આપી છે.
શરૂઆતમાં મેં ૧૦૦થી ૧૨૫ મિત્રોને આ ગૃપમાં જોડી દીધા હતા. આ બધા મારા જુના યાહુ પરના મિત્રો હતા/છે. હું બધુ મળીને સાત ગૃપ મોડરેટ કરું છુ. મેં સૌને સલાહ આપી છે અને જાણ કરી છે કે પોતાના રસ પ્રમાણે જ જે તે ગૃપમાં રજીસ્ટર થવું. બે–ત્રણ મેઇલ એવી હોય છે જે બધા ને મોકલું છુ. બાકી બધી જે તે ગૃપના મુખ્ય વિષય પ્રમાણે મોકલું છુ. છેલ્લા સાત મહિના દરમ્યાન મેં એક પણ વ્યક્તિને રજીસ્ટ્રેશન માટે આમંત્રણ મોકલ્યું નથી. મારી વેબસાઇટ પરથી મુલાકાતી પોતે જ પોતાને મેઇલીંગ લીસ્ટમાં ઉમેરવાનું કામ કરી શકે તેવી સુવિધા કરી છે. વ્યક્તિ એક કરતાં વધુ ગૃપના મેમ્બર હોય તેમને સ્વાભાવિક છે કે મેઇલ્સનું ડુપ્લિકેશન થશે. આમેય ફોરવર્ડ થઇને આવતી એકની એક મેઇલ્સ કોઇ પણ ગૃપના મેમ્બર ન હોવા છતાંય મળ્યા જ કરે છે ને ? આનો મને કોઇ ઉકેલ દેખાતો નથી.
હવે તમારા જે અંગત મિત્રો છે …. કે જેઓ પત્રકાર નથી જેમને હું પણ ઓળખતો નથી… તેમના આઇડી પર ઇમુખપત્ર/ ઇફોરમમાં જોડાવાનું આમંત્રણ તમારા સુચનથી મોકલ્યું હતુ. જે તેમણે સ્વીકાર્યું અને તેમને મારી મેઇલ્સ મળતી થઇ. હવે મારી દ્રષ્ટિએ તેમની પાસે બે જ વિકલ્પ છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવો અથવા આ ગૃપમાંથી અનસબસ્ક્રાઇબ થવા માટેની લીંક પણ પ્રત્યેક પોસ્ટની નીચે ફૂટનોટમાં મૂકીજ છે તેનો ઊપયોગ કરીને વિદાય લેવી. [ akhiltv-unsubscribe@googlegroups.com ]
જગત તો માનવમેળો છે …. મળવું … જાણવું … વિદાય લેવી …. આ બધું તો ચાલ્યા કરે. અને એક સાથે .. એક જ સમયે …. સૌને પસંદ પડે તેવું કોઇ એક કામ આ વિશ્વમાં શોધ્યું જડવાનું નથી… તેથી મને લાગે છે કે, દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુધ્ધી વડે નિર્ણય લઇને એવું કામ કરવું કે જેમાં પોતાને મોજ પડે.
મારી છાપ ….. બગડે …. સુધરે ….. કોના પર ?? જે મને જાણે છે તે મને જાણે જ છે. જે મને નથી જાણતા ત્યા શું ફરક પડે છે ? આમેય ….. સ્મશાનયાત્રામાં ચાર જ હોય…. જે મને મળી ગયા છે.
આપણી મિત્રતા … એ આપણો સંબંધ છે. વિચાર કે વ્યવહાર નથી.
ગુગલ ટોક અને યાહુ મેસેન્જરે ભેટમાં વાયરસ આપ્યા છે …
ઉદય ઉદયપુરથી આવીને પીસીની સાફ સફાઇ કરી આપશે પછી ….. જરૂર મળીશુ.
આ પત્રની ઇફોરમના સૌ મેમ્બર્સને પણ મોકલી રહ્યો છું.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ on Nov 10th, 2008 No Comments »
રોહિતભાઇ,
તમારી પ્રોત્સાહક મેઇલ બદલ આભાર.
‘ … Our contact arose when you responded to a note about Australian type leadership that some readers were critical off. You were firmly convinced about who the ‘terrorists’ were and were content to dismiss others as secularists and ‘kinnars’. Of course you are, like rest of net users, entitled to your own views. However, I remember thinking that such a view was incompatible with plural and diverse nature of Indian society. … ‘
સાચી વાત … પ્રત્યેક વ્યક્તિની પોતાની એક અંગત પધ્ધતિ હોય છે વિચારવાની અને વર્તવાની.
થોડા જાણીતા નામ … મો.ક.ગાંધી, મોરારજી દેસાઇ, કપિલ દેવ, …. દાઉદ ઇબ્રાહિમ, લાદેન …. લીસ્ટમાં આપણે પણ કયાંક આવી જ જઇએ. પછી તે પોઝીટીવથી નેગેટીવ હોય કે નેગેટીવથી પોઝીટીવ. આમેય … આ બંને શબ્દો પરસ્પર અચળ સંબંધ ધરાવે છે.
મને લાગે છે, વ્યક્તિને થયેલા અનુભવોને આધારે તેની માન્યતા આકાર લેતી હોય .. જેની પર વાતાવરણ અને તેની આંખે અને કાને પડતા દ્રશ્યો અને અવાજની અસર હોય … ગમતુ અને અણગમતું હોય … પોતાના માપદંડ પર બધા માપ લેવાતા હોય … ‘ તે સાચા જ છે ‘ના, જો કદાચ ભ્રમ હોય તો તે કાળક્રમે જ દૂર થાય …
મારે એવી ઘણી વ્યક્તિઓ સાથે ગાઢ મિત્રતા થઇ છે કે જેમની સાથેની પહેલી મુલાકાત ખાસ્સી ગરમ બની રહી હોય… ‘આપણી વચ્ચે મતભેદ છે‘ એવુ સ્વીકારી શકવાની પરિપક્વતાએ પહોંચ્યા પછી બધુ બદલાતુ લાગે છે.
“… Your own Internet television work is very interesting as you are able to offer some interesting items and drawing attention of the Gujarati speakers to globalised nature of their lives. Educational work that you do sounds very good to me and I am sure your approach is universal, encompassing all those who use Gujarati as a medium of communication. I must warmly congratulate you on your devotion to this worthy project. …”
તમે ખરેખર .. અંગ્રેજી ભાષામાં સરસ રીતે વિચાર વ્યક્ત કરી શકો છો.. સાદા, સરળ અને સમજાઇ જાય તેવા શબ્દો પસંદ કરવાની તમારી ક્ષમતા મને સ્પર્શી ગઇ છે.
‘… I welcome you messages and like to learn about your important work. Yesterday there were quite a few messages from you and may be you can perhaps reduce the volume by cutting down on marginal items. Just a suggestion. …‘
તમારી મેઇલ વાચીને તરત જ …. ગુગલીંગ કરીને …. સર્વે કરી શકાય એવી સાઇટ શોધી … સાત સવાલનો સર્વે તૈયાર કર્યો … અને સૌને મોકલ્યાને અત્યારે ૮ કલાક થવા આવ્યા છે … અને મને ફક્ત ૬ જ પ્રતિભાવ મળ્યા છે !
‘ …. Hi All, I have hosted an online survey with just seven questions to know your minds. click the following link and complete the survey. http://www.surveymonkey.com/s.aspx?sm=1BCwZONTGSNwDnCWT4woIg_3d_3d Thank you in advance. ….‘
આ સર્વે પર જવા માટે www.akhiltv.com ના હોમપેજ પર “સર્વે” ની લીંક આપી છે.
‘…. Best wishes to you in your work. ….‘ આભાર તો અજનબીઓનો હોય, તમે હવે અજનબી નથી રહ્યા એવું લાગે છે.
અખિલ …
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન, જનમત on Nov 9th, 2008 No Comments »
હજુ તાજો તાજો જ ગુજરાતી લીપીમાં અહીં લખતો થયો છું …
જોડણીની ભૂલો‘ય કરતો હોઇશ ..
વ્યાકરણ, વાકયો અને સાહિત્યના પ્રકાર અંગે કદાચ સમજ નહીવત્ છે.
પણ ..
જેવું વિચારું છું તેવું જ લખી નાખું છુ.
મને લાગે છે કે,
www.akhiltv.com પર
દર શનિવારે
ભારતિય સમયાનુસાર રાત્રે ૮ થી ૯ દરમ્યાન
સાહિત્યસભાનું જીવંત પ્રસારણ સ્વરૂપે આયોજન / સંચાલન કરી શકાય;
કે જે દ્વારા મારા જેવા સાહિત્ય અંગેની ઓછી કે અધકચરી સમજવાળા દર્શકોને પણ લાભ પહોંચાડી શકાય.
જો તમને લાગતું હોય કે,
તમે ૧૦, ૨૦ કે ૩૦ મીનીટ ની સમય અવધી દરમ્યાન તમારી રચનાની પ્રસ્તુતિ કરી શકો એમ છો
અને
બાકીની અનુક્રમે ૫૦, ૪૦ કે ૩૦ મીનીટ દરમ્યાન દર્શકો સાથે સંવાદ કે સવાલજવાબ કરી શકો એમ છો
તો … ૫૦ ટકા કામ પાર પડી ગયું જ જાણજો.
હવે આ માટે તમારી પાસે માઇક અને વેબકેમની વ્યવસ્થા હોવી જોઇએ. એટલે બીજા ૨૫ ટકા કામ થઇ ગયું.
અને છેલ્લા ૨૫ ટકા – તમે આ પ્લેટફોર્મ કેવી રીતે વાપરવુંની તાલીમ મારી પાસેથી લઇ લેશો એટલે પાર પડી જશે.
રસ પડે એવી વાત છે ?
તો,
તમારુ નામ
શહેરનું નામ,
રાજય,
રાષ્ટ્ર,
ઇમેઇલ આઇડી,
સેલ નંબર
અને
તમે નીચે જણાવેલ કેટલી મીનીટના ફોર્મેટમાં રજૂઆત કરવાનુ પસંદ કરશો તે જણાવશો. a.(10+50 mins), b.(20+40 mins), c.(30+30 mins), d.(40+20 mins), e.(50+10 mins)
મને વળતી ટપાલે … વહેલામાં વહેલી તકે જવાબ આપશો તો ગમશે.
તા.કઃ જેમનો લાભ જનતાને મળવો જોઇએ તેવા સૌને આ મેઇલ ફોરવર્ડ કરી … તેમની વિગતો મને મેળવી આપવા મહે … નત કરજો. – મહેરબાની તો ઇશ્વર કરે.
ઉદાહરણ તરીકે મારી વિગતો આપુ છું.
“Akhil Sutaria” - Valsad, - Gujarat, - India, - akhilsutaria@yahoo.com, +91 9427222777, - b.(20+40 mins)
ધન્યવાદ.
Posted in અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Nov 6th, 2008 No Comments »
હિનાબહેન પારેખની મેઇલમાં સીગ્નેચર વાંચી …
… ( If you become a little more silent, more and more joy will arise out of you.The moment you are totally silent infinite exposion of joy happens.-Osho )
તમારી દુનિયામાં તમે મસ્ત હો તો બાકીના શું કરે છે નો તો કદાચ વિચાર પણ ન આવે…
ખાલી હાથે આવ્યા હતા .. ખાલી હાથે જવાના છીએ … તે પણ જાણીએ જ છીએને ?? બાકી … જીવવા જેટલા જરૂરી દામ મળી રહે .. ગમતું કામ મળી રહે તો … પછી નામ કમાવાની ક્યાં જરૂર જ છે ?
અસ્તિત્વને ઓગાળીને જીવવાની મજા લેવા જેવી ખરી હોં !
દોસ્તો,
રાજકોટ, નવી દિલ્હી, મથુરા, આગ્રા અને ઉદયપુરના પ્રવાસેથી પાછા આવીને પહેલુ કામ … અખિલ ટીવી ડોટ કોમના સ્વરુપને બદલવાનુ કર્યું. આશા છે તમને ગમશે. ત્રણ દિવસ માટે મુંબઇના પ્રવાસે જઇ રહ્યો છું.
પરત આવીને લાઇવ કાર્યક્રમો દ્વારા આપ સૌને મારા પ્રવાસ દરમ્યાન થયેલા અનુભવની વાતો કરીશ. થોડી પ્રતિક્ષા જરૂરથી કરી લેશો
અને આ દરમ્યાન જોતા રહો … www.akhiltv.com
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન, મંથન on Oct 4th, 2008 6 Comments »
મિત્રો,
પ્રેરણાદાયી ટૂકી વિડીયો ફિલ્મ્સ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ કોલેજમાં ભણતા સ્થાનિક વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાનનો મજબૂત પાયો નંખાઇ ગયો છે.
તા.૦૧.૧૦.૨૦૦૮
ને રમજાન ઇદની રજા જાહેર થવાથી ગુજરાતના સુરત શહેરની જીવનભારતી સ્કૂલના બાળકો માટે યોજેલ ફિલ્મ શો એક દિવસ વહેલો એટલેકે, તા. ૩૦.૦૯.૨૦૦૮ના રોજ ગોઠવી દીધો.
માધ્યમિક વિભાગના ૫૫૦ વિદ્યાર્થીઓને સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.
ફિલ્મોના ટાઇટલ્સઃ ફયુચર ઓફ ઇન્ડીયા, બાળપણ, મુંબઇની માયા, ગોદાવરીને કિનારે, કાવેરીને કિનારે, જીવનયાત્રા.
પ્રત્યેક ફિલ્મને અંતે એક સવાલ તો પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”
મળેલા જવાબો સાંભળીને …. વિશ્વાસ મજબૂત થયો કે, ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેમની વિચારવાની ક્ષમતા સાહસયુક્ત છે. એટલેકે .. કરેલા વિચારને અમલમાં મૂકીને પરિણામ મેળવવાનુ સાહસ કરી શકે તેમ છે. શરૂઆતમાં થોડા શરમાળ .. પણ પછી .. અત્યંત વાચાળ જણાયા. મર્યાદામાં રહીને જટીલ વિષયને લગતા સવાલ પૂછી શકયા .. તેમણે એવું પણ ટાંકયુ કે, ” સર, આવા સવાલ પપ્પા કે મમ્મીને કદાચ ના પૂછી શકીએ .. બીક લાગે.”
ગુજરાતી માધ્યમમાં ભણતા આ બાળકો સાથેના સંવાદમાં એવું લાગ્યું કે, અંગ્રેજી માધ્યમના ભણતરને બદલે અંગ્રેજી ભાષાના જ્ઞાનને વધારે મહત્વ આપીને શિક્ષણ લેનારા બાળકોની વિચારવાની રીત વધારે મૌલિક હોય છે.
મને અંગત રીતે એવું લાગ્યું કે, આ વિદ્યાર્થીઓનો શારિરિક વિકાસ નબળો કહેવાય. મનના વિકાસની સરખામણીએ તનની તંદુરસ્તી પાછળ રહી ગઇ હોય એમ જોયું. તન અને મનની વૃધ્ધી વત્તા વિકાસ, ઉંમર સાથે, સરખા પ્રમાણમાં થાય તે ઇચ્છનિય છે.
ત્યાર બાદ,
પ્રાથમિક વિભાગના ૬૫૦ વિદ્યાર્થીઓને બપોરે ૧.૩૦ થી ૩.૦૦ દરમ્યાન એ જ ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.
પ્રત્યેક ફિલ્મને અંતે સવાલ પણ એજ પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”
અને એક વધારાનો સવાલ પણ પૂછયોકે …. ” ફિલ્મમાં જે પરિસ્થિતિ જોઇ તેમાં સુધારો કરવા શું કરવું જોઇએ? ”
જે જવાબો મળ્યા તેનાથી આ બાળકો દેશ માટે, પોતાના શહેરની વ્યવસ્થા અંગે શુ વિચારે છે અને શુ વિચારી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.
નાજુક બાંધાના બાળકો આગળ બેસવા મળે તે માટે એક જ ખુરશીમાં બબ્બે જણ પણ બેસી ગયા હતા ..અત્યંત ચંચળ અને ચબરાક બાળકોએ મને એટલા સવાલો પૂછયા કે જવાબ આપતા થકવી માર્યો. …. અન્યોના બાળકો મને આટલી જ વારમાં અપનાવીને આત્મિય કરી લે એ પણ એક અદભૂત અનુભવ થયો.
અખિલટીવીની વેબસાઇટ પર આવીને મને ફોન કરનારા બાળકોની સંખ્યા વધવા માંડી છે.
તા. ૦૨.૧૦.૨૦૦૮
ગાંધીજયંતિ નિમિત્તે જાહેર રજાના દિવસે સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન યોજેલ કાર્યક્રમનુ જાહેર આમંત્રણ ઇમેઇલ દ્વારા ૩૦૦૦૦ જેટલા વિશ્વભરમાં ફેલાયેલા અને ઇન્ટરનેટ વાપરનારા ગુજરાતીઓને મોકલાયુ, ત્રણ રીમાઇન્ડર અપાયા, સુરતની બહાર વસતા મિત્રોને વિનંતિ કરાઇ કે તમારા સુરત ખાતે રહેતા સબંધીઓને જાણ કરજો ..સુરતના ત્રણ સ્થાનિક અખબારોએ પ્રેસનોટ પ્રકાશિત કરી. લોકલ કેબલ ચેનલના સમાચારમાં આ કાર્યક્રમના ઉદેશ્ય અને આયોજનની સંક્ષિપ્ત જાણકારી અપાઇ હતી …. આ સૌને પરિણામે ..
સુરત શહેરના ૪૨, વલસાડથી ૧૨, વડોદરાથી ૨ અને ચીખલીથી ૧ એમ કુલ ૫૭ વ્યક્તિઓ સભાગૃહમાં હતા !! મારા પરિવાર, સબંધીઓ અને સહાયમાં રહેલા મિત્રોની સખ્યાનો આમાં સમાવેશ નથી કર્યો. ( જો તમે કહી શકો કે, આ સંખ્યા મોટી કરવામાં કયાં –શું ચૂકી ગયો.. તો મને હવે આગળના આયોજનમાં કામ લાગશે. )
શાળાના પ્રબંધન દ્વારા સાધનોની ઉપલબ્ધી થવામાં થયેલા વિલંબને કારણે કાર્યક્રમ ૧૫ મીનીટ મોડો શરૂ થયો.
– સ્વાગત, – ગાંધીવંદના, – પ્રેરણામૂર્તિઓ, – આ પ્રોજેક્ટમાં અખિલટીવીની ભૂમિકા, – ભારતનુ ભવિષ્ય, – મુંબઇ તારી માયા, – ગોદાવરીને કિનારે, – માર્ગદર્શનનો પરિચય
જેવી વિડીયો ફિલ્મ્સ પ્રદર્શિત કરી.
સવાલ જવાબ થયા.
અમારી અપેક્ષા તો એટલી જ કે, તમારે તો ફક્ત અમને એક શાળા સાથે જોડવાનું જ કામ કરવાનું છે.
કોણે અને અન્યોએ શુ કરવુ જોઇએ એ વધારે કેન્દ્રમાં રહ્યુ ..
( મારા મનમાં સવાલ છે કે, કેમ આપણે નિષ્ક્રીય થવા માંડયા છીએ ? )
ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત ‘બાપુને કહા થા‘ પ્રદર્શિત કરી.
બપોરે ૧.૨૦ કલાકે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો.
છેલ્લે ……
જે કરવા નક્કી કર્યું છે તે તો અમે કરવાના જ.
કારણકે … મનોબળ વધુ મજબૂત થયું છે.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન, જનમત, મંથન on Sep 17th, 2008 1 Comment »
પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ્સ દ્વારા
સ્થાનિક વિધ્યાર્થીઓ અને યુવાનોને
વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન
માર્ગદર્શન
ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા આપને અમારુ હાર્દિક આમંત્રણ છે.
તારીખ – ગુરુવાર, ૨ જી ઓક્ટોબર, ૨૦૦૮ ( જાહેર રજા – ગાંધીજયંતી )
સમય – સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ ( સમયસર શરૂઆત અને સમયસર સમાપન )
સ્થળ – રંગભવન, જીવનભારતી, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત. ( બેઠક વ્યવસ્થા ૫૫૦ વ્યક્તિઓની છે.)
– કાર્યક્રમ –
તમારા મોબાઇલ ફોન્સ કાર્યક્રમમાં અધવચ્ચે રણકી ન ઉઠે તે માટે સાઇલેન્ટ/વાઇબ્રેટ મોડમાં કરીને જ સભાગૃહમાં પ્રવેશ કરવા વિનંતી.
૦૯.૪૫ – ૦૯.૫૮- સભાગૃહમાં બેઠક લઇ લેવી.
૧૦.૦૦ – ૧૦.૧૦ - ગાંધીજીને વંદન, વૈશ્નવજન તો … ફિલ્મ. (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)
૧૦.૧૦ – ૧૦.૩૦ -દિમાગની વાત, દિલથી – અખિલ સુતરીઆ ( નથી કોઇ અતિથીવિશેષ, નથી કોઇ મુખ્ય મહેમાન કારણકે …. અને આજે, અત્યારે, અહીં …. આયોજક, સંચાલક અને પ્રાયોજક …) (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)
૧૦.૩૦ – ૧૦.૪૦ - ત્રણ ફિલ્મોનુ સ્ક્રીનીંગ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)
૧૦.૪૦ – ૧૧.૧૦ - પ્રોજેક્ટ માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી અને જાણકારી .. મલ્ટીમીડીઆ પ્રેઝેન્ટેશન (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)
૧૧.૧૦ – ૧૧.૫૫ - સૌને સ્પર્શતા તમારા સવાલના જવાબ અને સંવાદ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)
૧૧.૫૫ – ૧૨.૫૨ - ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ ” બાપૂને કહા થા” (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)
૧૨.૫૨ – ૧૨.૫૭ - અને છેલ્લે બે શબ્દો.
૧૨.૫૭ – ૦૧.૦૦ - રાષ્ટ્રગીત. – કાર્યક્રમની સમાપ્તિ.
૦૧.૦૦ – ૦૧.૩૦ - માર્ગદર્શનની ટીમમાં જોડાવા ઇચ્છુકોનુ રજીસ્ટ્રેશન અને વ્યક્તિગત સવાલોના વ્યક્તિગત જવાબ.
ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનોમાં સંસ્કાર સિંચનનો નવો ચીલો ચાતરતો આ કાર્યક્રમ રસ ધરાવનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના ઉપક્રમે તદ્દન નિઃશુલ્ક યોજી શકાશે.
તૃપ્તિ અને અખિલ સુતરીઆ.
મોબાઇલ – ૯૪૨૭ ૨૨૨ ૭૭૭. | ફોન – ૦૨૬૩૨ ૨૪૩૪૭૪. | વેબ – www.akhiltv.com
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, પ્રેરણા on Sep 5th, 2008 1 Comment »
મિત્રો,
સાહિત્યની સમજ દિલને પડે છે.
દિમાગને તેના નિયમોની સમજ નથી.
સાહિત્યના પ્રકાર .. તેના વિવિધ સ્વરૂપ … તેનો ઇતિહાસ … વર્તમાન … સર્જકો … એમ રાખોને કે, કંઇજ જાણતો નથી.
પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી જાણુ છુ.
સુરેશભાઇ જાની અને કાંતિભાઇ પરમારે મને વેબજગતમાં ગુજરાતી લખવાની પ્રેરણા આપી.
ઉત્તમભાઇ ગજજર અને હિમાંશુભાઇ મિસ્ત્રીએ ગુજરાતી ફોન્ટ અને કીબોર્ડ લેઆઉટ / સેટઅપ કરવામાં માર્ગદર્શન આપ્યું.
અને …. અખિલ જેવુ આવડયું તેવુ … કદાચ જોડણીદોષ સહિતનુ લખવા મંડયો…
મૂળમાં અવાજની દુનિયાનો જીવ એટલે થયું …..
ચાલોને આ બધાને લાઇવ વેબકાસ્ટમાં મહેમાન બનાવીને એકાદ મઝાના પ્રોગ્રામનુ જ સાપ્તાહિક આયોજન કરી લઇએ.
ઇમહેફિલ પીડીએફ થઇને આવતી જ હતીને ?
અને આજે ……
અત્યારે …
આપ સૌને આમંત્રણ આપુ છું કે …
અખિલ ટીવી ડોટ કોમ પર …
ભારતિય સમય પ્રમાણે …
દર શનિવારે …
રાત્રે ૮.૩૦ થી ૯.૦૦ …
લાઇવ … હા… સાહેબ…. જીવંતપ્રસારણ
વેબકાસ્ટ દ્વારા કરવાની ગોઠવાણ કરી દીધી છે.
યજમાન તો જાણે મારે જ બનવાનુ છે …
પણ મહેમાન કોણ ?
અફકોર્સ, તમે.
હા…… ભઇશાબ … તમે જ. ….
તમારા ઘરમાંથી …
તમારા વેબકેમ દ્વારા …..
તમારા માઇક વડે ….
તમે સુસજજ થઇ જાઓ ..
અને બસ … લાઇટસ … સાઉન્ડ …. કેમેરા …. એક્શન …
વિશ્વને ઓટલે આપણે સૌ સાથે મળીને ભરીશુ …
સાહિત્યસભા
બાપુ, આઇડિયા કેવો છે ?
પણ યાદ રાખજો, …..
મહેમાન વગર …. યજમાનથી કાંઈ કાંદો ન વળે હોકે ?? !!!
આપણે આ ગૃપના કેલેન્ડર દ્વારા તમારી અનુકુળતાને અનુરૂપ મહેમાન અને વિષયની ગોઠવણી કરશું, બરાબરને?
તો કરીએ શ્રી ગણેશ ???
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, મંથન on Sep 1st, 2008 No Comments »
વાત જાણે એમ છે કે,
અરે, નિતાબહેન, એમાં કંઇ પૂછવાનુ હોય ?
તમે પૂછયું તેનો આનંદ તો થયો જ છે.
ઇન્ટરનેટની દુનિયામાં તો કદાચ ૯૦ ટકા વપરાશકર્તાનો ધંધો કટ, કોપી અને પેસ્ટ પર ચાલે છે !!!!
ફોરવર્ડ કે સેન્ડનુ બટન ક્લિક કરતાં પહેલા પોતાના બે અક્ષર પાડવાનુ કામ પણ ભાગ્યે જ કોક કરે છે.
જેમની પાસેથી તેમના પર એ લખાણ આવ્યુ હોય કે તેના મૂળ લેખકનુ નામ પણ કયારેક તો ઉડાવી દઇને પોતાને નામે …. !!!
ચાલ્યા કરે !!
અગાઉની એક મેલમાં આજે જ સવારે જણાવ્યુ તેમ, મૌલિક રીતે પોતાનુ લખનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે …. !!!
બસ …. પોતા પર આવેલુ લખાણ બહુ જ સરસ લાગે એટલે પોતાના જ મિત્રો પર ધકેલી દેતા લોકોની આ ટેવ જ કદાચ એકની એક મેલ વારંવાર મળવાનુ કારણ હોઇ શકે…. ખરૂને ???
તમે આપણા પ્રોજેક્ટ માર્ગદર્શનના ફન્ડ રેઇઝીંગમાં મદદ કરી શકો તો ખૂબ જ આનંદ થશે.
માહિતી માટે આ લીંક ક્લિક કરો – http://www.akhiltv.com/md.htm neeta kotecha wrote:
akhil bhai ganpati bapa na phota ane aa badhu hu copy kari saku ne blog mate???????????????
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, પ્રેરણા, જનમત, મંથન on Aug 26th, 2008 1 Comment »
૨૬.૦૮.૨૦૦૮
મિત્રો,
બે દિવસ સુરતનો પ્રવાસ હતો.
વરસાદ એની મરજી પ્રમાણે ધરતીને ભીંજવતો હતો. બસ કે ટ્રેનોમાં લોકો પાકીટ કરતાં વધારે ધ્યાન છત્રી અને રેઇનકોટનુ રાખતા જણાયા … સુરત સ્ટેશને પહોંચીને … ગરમા ગરમ કાંદાના ભજીયા અને આદુવાળી ચાનો નાસ્તો કરી લીધો.
મિશન હતુ – પ્રોજેક્ટ માર્ગદર્શનમાં કોઇને કોઇ રીતે સહયોગ આપવા ઉત્સુક એવા મારા ઓનલાઇન કેલેન્ડરમાં દર્શાવેલ વ્યક્તિઓને મળવાનુ.
મારી પાસે ખાસ આજ હેતુ માટે તૈયાર કરેલી ૧૨ મીનીટની વીસીડી હતી. મારે જોવુ હતુ, અનુભવ કરવો હતો કે …. જોનાર પર એની શું અસર થાય છે.
માર્ગદર્શનના પ્રોજેક્ટ અંગે તેમનામાં જેટલી અપેક્ષા રાખી હતી તેનાથી વધારે ઉત્સુકતા વીસીડી પેદા કરી શકી.
ત્યાર બાદ જાણવુ હતુ કે, એના અનુસંધાને મારા દ્વારા પૂછાયેલા સવાલોના શુ જવાબ મળે છે.
સવાલ – ૧ તમને શુ લાગે છે ?
…. આ પ્રોજેક્ટ તો અમલમાં આવવો જ જોઇએ. …. જોરદાર પરિણામ આવી શકે હોં. …
… તમારે ( એટલેકે મારે – અખિલે ) દંભી લોકોનો સામનો કરવાનો આવશે … સાચવજો. ….
… માળા બેટા, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ .. જોજો તમને આંટા ના મરાવે …. તમારી શક્તિ એમાં જ ખર્ચાઇ જશે …
સવાલ – ૨ તમે કોઇ રીતે સહયોગ આપી શકો તેમ છો ?
…. પૈસાનો તો થોડો પ્રોબલેમ છે ….
…. તમે કહેજોને… તમારી સેવામાં સ્વયંસેવક તરીકે હાજર રહીશ ….
…. તમને મારા ઓળખીતા પ્રિન્સીપાલો તેમજ ટ્રસ્ટીઓ પાસે લઇ જઇશ ….
…. મારા બાળકો જે સ્કુલમાં ભણે છે … ત્યાં તો તમને જરૂર લઇ જઇશ ….
…. મારા ઓળખીતા બે–ચાર વેપારી મિત્રો છે પણ, … કહેવાય નહી તેમનો પ્રતિભાવ કેવો મળે …
સવાલ – ૩ તમારા કોઇ સબંધી પરદેશથી આર્થિક સહયોગ આપી શકે ખરા ?
…. કંઇ કહી ન શકાય … પણ વાત કરીશ …
…. તમને તેમનો ઇમેઇલ આપીશ, તમેજ તેમને ડાયરેક્ટ જણાવી દેજોને ….
…. મને થોડો સમય આપોને, મારી નાની બચતમાંથી હું જ તમને ફૂલની પાંખડી તો આપી જ શકીશ ….
–––––– જેમને મળ્યો હતો તેમાંના મોટા ભાગના મધ્યમ વર્ગના નોકરીઆત વ્યક્તિઓ હતી. બીજી પરચૂરણ વાતો અહી લખી નથી –––––
વડોદરાના શૈલેશ શાહે રૂ. ૩૦૦૦ ગયા મહિને મોકલીને પ્રોજેકટ માર્ગદર્શનને ગતિશીલ કર્યો. આ રકમમાંથી વીસીડી / ડીવીડી પ્લેયર વસાવ્યું છે.
તૃપ્તિએ ઘરખર્ચની રકમમાંથી બચાવેલા રૂ. ૧૨૦૦માં મે રૂ. ૪૦૦૦ ઉમેરીને પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને માઇક્રોફોન્સ લીધા છે.
યુએસએના અટલાંટાથી હર્ષદભાઇ જાંગ્લાએ યુએસડી ૧૦ અને મુંબઇની વિશાખા પટેલે યુએસડી ૩ આ મહિનાની શરૂઆતમાં જ ઓનલાઇન પે પાલ દ્વારા મોકલ્યા છે જેને લીધે આ વ્યવસ્થા બરાબર કામ કરે છે તે પણ નક્કી થઇ ગયું.
યુએસએના ડલાસથી સુરેશભાઇ જાનીએ પત્ર દ્વારા સપ્રેમ, શુભેચ્છા અને આશિર્વાદ સાથે મોકલેલા રૂ. ૫૦૦૦ આજે મળી ગયા છે.
––– ( રૂ. ૫૫૦૦ જમા થયા. ) … http://go.to/akhil
––– એલ.સી.ડી. ડેટા પ્રોજેક્ટરની કિંમત રૂ. ૫૦,૦૦૦/–
––– ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૮ સુધીમાં ખૂટતો સહયોગ મેળવી લેવા સઘન પ્રયત્ન કરવા છે. –––
તમારા સાથ .. સહકાર .. અને ભલામણની, પ્રોજેક્ટ માર્ગદર્શનને ખૂબ જ જરૂર છે.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન on Aug 21st, 2008 No Comments »
૨૧.૦૮.૨૦૦૮
મિત્રો,
ગઇકાલના અનુભવને આધારે તમારે માટે બે મહત્વની વાત.
પહેલી વાત …
તા. ૧૫મી ઓગષ્ટથી નિયમિત રીતે ભારતિય સમય પ્રમાણે દરરોજ રાત્રે ૮.૦૦ કલાકે અખિલટીવી પરથી લાઇવ વેબકાસ્ટ પ્રસ્તુત કરી રહ્યો છુ.
ટેકનીકલ આસપેક્ટ ધ્યાનમાં રાખીને આશરે ૭ થી ૧૦ મીનીટનો એક, એવા બે કે ત્રણ એપીસોડ ઓન એર કરુ છુ.
બીજા દિવસે આ એપીસોડસ પ્રીરેકોર્ડેડ ફોરમેટમાં ઉપલબ્ધ થઇ જાય છે.
સાઇટ એનાલાઇઝર મને જાણ કરે છે કે, ક્યારે, કયા દેશના કયા ક્ષેત્ર કે વિસ્તારમાંથી, કેટલા દર્શકોએ કેટલો સમય સાઇટ પર રોકાણ કર્યું.
ફીજી, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પૂર્વ એશિયાના દેશો, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા અને અખાતના દેશો, આફ્રિકા, યુકે, ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ, યુએસએ, કેનેડાથી આછી–પાતળી સંખ્યામાં દર્શકોએ મુલાકાત લીધી છે / લેતા રહે છે.
મારી ઇચ્છા છે કે, વિશ્ચભરના ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાત દર્શન કરાવતી આ વેબસાઇટ .. પર લાઇવ કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સાથે સંપર્ક કરી શકાય.
જીવનને બહેતર બનાવવાના ઇરાદાને કેન્દ્રસ્થાને રાખી, વાસ્તવિકતા પર આધારીત, આધુનિક વિચારોને આધ્યાત્મિકતાની એરણ પર ટીપીને અમલમાં મૂકવા લાયક બનાવી શકાય કે કેમ તેવી ચર્ચા તમારા સૌ સાથે કરવી છે.
હવે બીજી વાત …
કેટલાક મિત્રોની મેઇલ પરથી એમ જાણવા મળ્યુકે, અખિલ ટીવી ડોટ કોમ પર નેવીગેશનમાં તકલીફ પડે છે. જુદા જુદા સેક્શનમાં જતાં ગુંચવાઇ જવાય છે.
તો … તમને સાદો પરિચય કરાવી દઉ કે, અખિલ ટીવી ડોટ કોમ પર નેવીગેશન / સર્ફીંગ કેવી રીતે કરવુ.
અખિલ ટીવી ડોટ કોમ હોમપેજના ત્રણ ભાગ પાડયા છે.
૧. સૌથી ઉપર – લાઇવ / રેકોર્ડેડ વિડિયો જોવા અને ટેક્ષ્ટ ચેટ કરવા માટે.
૨. વચ્ચે – ગુજરાત દર્શન … અખિલ ટીવી દ્વારા નિર્મિત વિડિયો જોવા માટે.
૩. સૌથી નીચે – અમારા અંગે, ફિલ્મ શો, સેમિનાર્સ, સુવિચાર, અન્ય લીંકસ, કેલેન્ડર, પોડકાસ્ટ અને સંપર્ક જેવી માહિતી.
જયારે તમે અખિલ ટીવી ડોટ કોમ પર આવશો ત્યારે…
– સૌ પ્રથમ કામ તમારે કરવાનુ છે સ્પીકર્સ કનેક્ટ અને સ્વિચ ઓન કરવા !
ભાગ – ૧.
– સૌથી ઉપર ડાબી બાજુએ અખિલ ટીવી ડોટ કોમનો લોગો દેખાશે.
– અખિલ ટીવી ડોટ કોમના લોગોની જમણી બાજુ પર એનીમેટેડ ઇમેજમાં ફિલ્મ શો અને માર્ગદર્શન વંચાશે. આની પર ક્લિક કરવાથી નવી વિન્ડોમાં આપણા પ્રોજેક્ટ માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી અને જાણકારી વાંચવા, તેને સંબંધિત વિડિયો જોવા અને મારી ૧૦ મીનીટની ઓડિયો કોમેન્ટરી સાંભળવા મળશે.
– જમણી બાજુએ ખૂણામાં અખિલ સુતરીઆ .. અક્ષર અને અવાજ એક સાથેની ઇમેજ દેખાશે. આની પર ક્લિક કરવાથી નવી વિન્ડોમાં તમે મારા બ્લોગ અને પોડકાસ્ટીંગ સાઇટ પર પહોંચશો.
તેની નીચે …
– લોગોની નીચે તારીખ, મુલાકાતીઓની સંખ્યા, આપણુ લક્ષ્ય, જાહેરાત આપવા માટેની લીંક દેખાશે.
– જાહેરાત આપવા માટેની લીંકની જમણી બાજુએ પોડકાસ્ટ પ્લેયર દ્વારા મારા અવાજમાં દિવસની શરૂઆત કરવા લાયક વિચાર પ્લે પર ક્લિક કરવાથી સાંભળી શકશો. આ ટ્રેક દર સપ્તાહે – શનિવારે બદલવામાં આવે છે.
તેની નીચે …
– યુસ્ટ્રિમ ટીવીની બે વિન્ડો દેખાશે. ડાબી બાજુની વિન્ડોમાં લાઇવ કે પ્રિરેકોર્ડેડ વિડિયો જોવા મળશે અને જમણી બાજુની વિન્ડોમાં તમે પ્રોગ્રામ હોસ્ટ સાથે ચેટ કરી શકશો.
તેની નીચે …
– સાપ્તાહિકી અને જીવંત કાર્યક્રમોની સૂચિમાં દર્શાવેલ કાર્યક્રમના નામ પર ક્લિક કરવાથી જે તે કાર્યક્રમની વધારાની માહિતી મળશે.
– મેસેજ બોર્ડ પર તમે અખિલટીવીની ટીમ માટે સંદેશો લખી શકશો.
તેની નીચે …
ભાગ – ૨.
– ડાબી બાજુ પર ગુજરાત દર્શનની ઇમેજ દેખાશે.
– એની જ લાઇનમાં તમને ભાગ.૩ માં જણાવેલ માહિતી પર જવા માટેની લીંક્સ દેખાશે.
– જીવન બનાવીએ બહેતરના બેનરની નીચે વિડિયો વિન્ડો છે. બ્રાઇટકોવ પરથી આ પ્લેયર લોડ થશે. આ માટે તમારા પીસીમાં ફ્લેશ પ્લેયર હોવું અનિવાર્ય છે.
– તેની જમણી બાજુ પર એક્ટીવ વિડિયોના થમ્બનેઇલ્સ અને સ્ક્રોલબાર છે, જેના દ્વારા તમને જે વિડિયો જોવાની ઇચ્છા હોય તે પસંદ કરી તેના પર ક્લિક કરી શકો છો.
– વિડિયો વિન્ડોની નીચે વિડિયો ફિલ્મનુ શિર્ષક વંચાશે.
– તેની નીચે વિશ્વભરના ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનું જીવન દર્શન કરાવતી વિશ્વની સૌ પ્રથમ વેબસાઇટનું બેનર દેખાશે.
તેની નીચે …
ભાગ – ૩
– ફિલ્મ શો, સેમિનાર, પ્રવાસ અને પ્રોડક્શન શીડયુલ દર્શાવતુ કેલેન્ડર દેખાશે. એજ વિન્ડોને સ્ક્રોલ ડાઉન કરતાં તમને વિશ્વ ઘડિયાળ જોવા મળશે.
– અબાઉટ અસ પર ક્લિક કરવાથી … નેચરલી અમારી માહિતી વાંચી શકશો.
– ફિલ્મ શો પર ક્લિક કરવાથી ….. પ્રોજેક્ટ માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી મળશે.
– સેમિનાર્સ પર ક્લિક કરવાથી … જીવનને બહેતર બનાવવાના હેતુથી તૈયાર કરેલા સેમિનાર્સ જેવાકે; જીવનજ્ઞાન, જીવનધારા, જીવનસાફલ્ય, જીવનસાગર, પ્રોફિટ, બિઝનેસ ઇંગ્લીશની પ્રાથમિક જાણકારી, કોર્સ આઉટલાઇન, મેથડોલોજી અને બજેટરી વિગતો મળશે.
– ક્વોટસ પર ક્લિક કરવાથી અંદાજે ૫૦૦૦થી પણ વધુ સુવિચારો વાંચી શકશો.
– લીંક્સ પર ક્લિક કરવાથી અંદાજે ૩૦૦ જેટલી રસપ્રદ સાઇટ પર જવા માટેની લીંક્સ મળશે.
– પોડકાસ્ટ પર ક્લિક કરવાથી તમને અંદાજે ૩૦ કલાકના વિવિધ સેમિનાર્સ તેમજ અન્ય વિષય પર વિચારબિંદુ રીયલ ટાઇમ ઓડિયો ટ્રેક સાંભળવા મળશે.
– કોન્ટેક્ટ અસ પર ક્લિક કરવાથી ….નેચરલી .. અમારો સંપર્ક કરવા જરૂરી એવી જાણકારી મળશે.
અને સૌથી છેલ્લે .. નીચે …..
– ગુગલ અને યાહુ ના લોગો પર ક્લિક કરવાથી તમે અખિલ ટીવીના ગૃપ પર જઇ શકશો.
– અખિલ સુતરીઆ .. અક્ષર અને અવાજ એક સાથેની ઇમેજ દેખાશે. આની પર ક્લિક કરવાથી નવી વિન્ડોમાં તમે મારા બ્લોગ અને પોડકાસ્ટીંગ સાઇટ પર પહોંચશો.
– ડોનેટ નાઉ ફોર માર્ગદર્શન પર ક્લિક કરવાથી તમે તમારા ક્રેડિટ કાર્ડ અને પે–પાલ દ્વારા અમને આર્થિક સહયોગ આપી શકશો. ( પ્રોજેક્ટ માર્ગદર્શન માટે અમારી વર્તમાન જરૂરીઆત ૯૦૦૦ યુએસ ડોલરની છે. )
આશા છે કે, હવે તમે … અખિલ ટીવીનો સર્વોત્તમ લાભ લેશો અને તમારા મિત્રો તથા સગાં–સબંધીઓને પણ જાણ કરશો.
છતાં કોઇ મુશ્કેલી પડે તો વિના સંકોચે જણાવજો ..
શિખું છું … શિખતા રહેવાની મઝા પડે છે .. એકલે હાથે, તમારે માટે; મારા આનંદ સાથે આ બધુ થયે રાખ્યે છે.
અખિલ સુતરીઆ
Posted in Uncategorized, અનુભવ on Aug 19th, 2008 No Comments »
તે : akhilbhai, I am an exception there whatever I do is mostly for others on the internet, whatever I do for myself, it is a part of a larger effort to do more for others… sorry Gujarati typing ni practice karni nathi!
Akhil: તમે ગુજરાતી વાચી તો શકો છોને ?
તે: fully my education was entirely in gujarati
Akhil: આઇ મીન … ગુજરાતી ફોન્ટસ બરાબર વંચાય તો છે ને ?
તે: till ssc
Akhil: વંચાય
તે: haa vanchaay chhe
Akhil: મને હવે ગુજરાતીમાં જ લખવાની વધારે મજા આવે છે. એટલે જેમને ગુજરાતી વાંચતા આવડે છે એમની સાથે તો ગુજરાતીમાં જ વ્યવહાર ચાલે.
તે: theekaj chhe
Akhil: રોજ રાત્રે ૮.૦૦ વાગ્યે મારી સાઇટ પરથી લાઇવ શો કરીએ છીએ બે .. ચાર લોકો મળે છે
તે: aakhi jindagi emaj karto aavyo chhun… gujarati bhasha nu gaurav gujarationej nathi
Akhil: ધાડાના ધાડા હજુ ઉમટી નથી પડતા !!!
તે: invitations aave chhe parantu aa time mane yogya nathi vaar laagshe akhilji
Akhil: તો તમને કયો સમય ફાવે ?
તે: utavle amba na paake .. 10.00pm pachhij
Akhil: સાચી વાત ઓકે
તે: dhiraj vagar kashooy upajtun nathi
Akhil: મારે તો પ્રયોગ કરતા રહેવુ છે
તે: chhodi naa deta
Akhil: એકદમ સાચી વાત કરી
તે: sharuaat maan to aavunj hoy
Akhil: મારા આનંદ માટે જ કરુ છુ
તે: internet ni vichitrato no paar nathi
Akhil: અને આનો એક મોટો ફાયદો એ છે કે…. જે લોકો લાઇવ ના જોઇ શકે તેઓ પછી રેકોર્ડેડ જોઇ શકે છે
તે: barabar
Akhil: તેમને સમયે… તેમની અનુકુળતાએ એટલો સંતોષ છે
તે: ghana lokone vaat kari chhe, jonara vadhta jashe
Akhil: હા … સાઇટ કાઉન્ટર પરથી ખબર પડે છે
તે: okay
Akhil: ફિલ્મ શો દ્વારા માર્ગદર્શનના કાર્યક્રમને પણ વેગ આપવો છે .. બે .. ચાર મોટી સ્પોન્સરશીપ મળી જાય તો કામ દોડવા લાગે તેમ છે
તે: aha
Akhil: http://www.akhiltv.com/
તે: ambani bandhuone pakdo ne … Surat maan to paisani kyaan tangi chhe?
Akhil: અંબાણી ભાઇઓ સુધી પહોંચાડી શકે તેવી વ્યક્તિ કોણ ? સુરતના લોકો તો બધા … ખાણી–પીણીમાં વાપરનારા …. ઘાસની ગંજીમાં સોય કેવી રીતે શોધુ ?
તે: evaj loko ne guilty conscience hoy chhe jene lidhe achook sara kaam maan paisa lagadva padta hoy chhe aato maare tamara maate seminar karvi pade em lage chhe aatlu negative thinking hoy to tarataj tamare dukan bandh karvi padshe
Akhil: વાહ ….. તમે મારા શિક્ષક …
તે: naa bhai
Akhil: સવાલ નેગેટીવ થીંકીંગનો નથી
તે: maraathi shikshakgiri nahinj thaay
Akhil: મળતા પ્રતિભાવ / પ્રતિસાદનો છે
તે: ghana lafda laeene betho chhoon savaal negative thinkijng NOJ chhe akhilbhai
Akhil: કોના ?
તે: jara vaancho pachaa pharine
Akhil: મારા કે લોકોના ?
તે: tamari vaat chaale chhe bhuli gayaa?
Akhil: યુ મીન મારુ થિંકીંગ નેગેટીવ ?
તે: YES
Akhil: ઓહ… કેવી રીતે ?
તે: jara upar lakhelu vaancho this is ‘resource myopia’ in creativity management
Akhil: ઘાસની ગંજીમાં સોય કેવી રીતે શોધુ ? એટલે ?
તે: tamne nahin samajhay HAAAA
Akhil: તો બાપા… સમજાવોને
તે: jyare samasya aatli vishall lage tyare tamara samagra prayas nakama chhe spnsorship melavvi ek kalaa chhe
Akhil: ઘાસની ગંજીમાં સોય કેવી રીતે શોધુ ? …….. નો મારો ભાવાર્થ …. તમે શુ કર્યો ?
તે: aam be paanch minute maan na samajavaay ejke tame daghaai gayaa, ohhhoo ketlo moto problem chhe
Akhil: આગ એક જ સેકન્ડમાં લાગે…
તે: evun chhej nahim
Akhil: ના… પ્રોબલેમથી ડઘાઇ નથી ગયો
તે: tamaru wisdom khota maarge chadhi gayun chhe akhilbhai
Akhil: પણ તમારા જેવા અનુભવી પારેથી કોઇ રસ્તો … મળી આવે એવી આશા ખરી
તે: mari darek vaatni saame argument karsho to marathi kashun kehvashe nahi rasto ene male jene rasto joie tame to nakki karine besi gaya chho ghaas ni ganji maan soy shodhvaanu
Akhil: મારે એકશનપ્લાન જોઇએ
તે: bimar maanas ni dava thaay, marella ni nahim nahin
Akhil: બીમાર કોણ ? મરેલા કોણ ?
તે: tamara yuddho tamarej ladavaana hoy bimar e jene vicharta beek lage marela e jemne ghaasni ganji dekhay soy shodhva maate
Akhil: આવી શિખામણો બાળપણથી સાંભળતો આવ્યો છુ.
તે: negative thinking etle shun tame janta j nathi pachi shun vaat thay to bandh karo sambhalvanu marela ne jivta naa karay
Akhil: ચાલો …. ત્યારે…….. જય શ્રી કૃષ્ણ … બોલો સત્યનારાયણ કી જય … બીજુ શુ ?
…. આ અનુભવે એટલીસ્ટ એટલુ તો સમજી જ શક્યો છુ કે, ગોળ ગોળ .. મસ મોટી વાતો કરનારા આપણા વિચારોને નબળા કરવા કોઇ પણ જાતની શિખામણ આપી શકે છે કારણકે તેઓ અમલમાં મૂકી શકાય તેવી યોજના વિચારી જ ન શકતા હોય.
તમે શું વિચારો છો ?
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, જનમત, મંથન on Aug 12th, 2008 1 Comment »
બેબી કે બાબો .. અસલના સમયમાં લગ્ન પછી દંપતિને પૂછાતો સવાલ …
બાળક કે બાળકી … બોય કે ગર્લના સંદર્ભે …
મને વિચાર આવ્યો કે … સાંભળો ..
Posted in Uncategorized, અનુભવ, માર્ગદર્શન, પ્રેરણા on Aug 12th, 2008 1 Comment »
આ કાના માત્રા વગરના જાદુઇ શબ્દની તાકાત કેટલી ?
જરા સાંભળો … તો ખરા !!
Posted in Uncategorized, અનુભવ on Aug 12th, 2008 No Comments »
પરદેશથી – કેનેડાથી એના જીવનમાં ત્રીજી વખત ભારત આવ્યો હતો ….
અને પહેલી વખત .. ગુજરાતના … વલસાડમાં …
એ અજનબીને આપણા ગુજરાતીઓએ કેવો અનુભવ કરાવ્યો ?
સાંભળો …
- Next »