તમારા શહેરની નવાજૂની..
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Mar 30th, 2009 No Comments »
![]() |
Category : General | Tags : akhil akhilsutaria akhiltv inspiration motivation gujarati india |
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Mar 30th, 2009 No Comments »
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન, જનમત on Nov 9th, 2008 No Comments »
હજુ તાજો તાજો જ ગુજરાતી લીપીમાં અહીં લખતો થયો છું …
જોડણીની ભૂલો‘ય કરતો હોઇશ ..
વ્યાકરણ, વાકયો અને સાહિત્યના પ્રકાર અંગે કદાચ સમજ નહીવત્ છે.
પણ ..
જેવું વિચારું છું તેવું જ લખી નાખું છુ.
મને લાગે છે કે,
www.akhiltv.com પર
દર શનિવારે
ભારતિય સમયાનુસાર રાત્રે ૮ થી ૯ દરમ્યાન
સાહિત્યસભાનું જીવંત પ્રસારણ સ્વરૂપે આયોજન / સંચાલન કરી શકાય;
કે જે દ્વારા મારા જેવા સાહિત્ય અંગેની ઓછી કે અધકચરી સમજવાળા દર્શકોને પણ લાભ પહોંચાડી શકાય.
જો તમને લાગતું હોય કે,
તમે ૧૦, ૨૦ કે ૩૦ મીનીટ ની સમય અવધી દરમ્યાન તમારી રચનાની પ્રસ્તુતિ કરી શકો એમ છો
અને
બાકીની અનુક્રમે ૫૦, ૪૦ કે ૩૦ મીનીટ દરમ્યાન દર્શકો સાથે સંવાદ કે સવાલજવાબ કરી શકો એમ છો
તો … ૫૦ ટકા કામ પાર પડી ગયું જ જાણજો.
હવે આ માટે તમારી પાસે માઇક અને વેબકેમની વ્યવસ્થા હોવી જોઇએ. એટલે બીજા ૨૫ ટકા કામ થઇ ગયું.
અને છેલ્લા ૨૫ ટકા – તમે આ પ્લેટફોર્મ કેવી રીતે વાપરવુંની તાલીમ મારી પાસેથી લઇ લેશો એટલે પાર પડી જશે.
રસ પડે એવી વાત છે ?
તો,
તમારુ નામ
શહેરનું નામ,
રાજય,
રાષ્ટ્ર,
ઇમેઇલ આઇડી,
સેલ નંબર
અને
તમે નીચે જણાવેલ કેટલી મીનીટના ફોર્મેટમાં રજૂઆત કરવાનુ પસંદ કરશો તે જણાવશો. a.(10+50 mins), b.(20+40 mins), c.(30+30 mins), d.(40+20 mins), e.(50+10 mins)
મને વળતી ટપાલે … વહેલામાં વહેલી તકે જવાબ આપશો તો ગમશે.
તા.કઃ જેમનો લાભ જનતાને મળવો જોઇએ તેવા સૌને આ મેઇલ ફોરવર્ડ કરી … તેમની વિગતો મને મેળવી આપવા મહે … નત કરજો. – મહેરબાની તો ઇશ્વર કરે.
ઉદાહરણ તરીકે મારી વિગતો આપુ છું.
“Akhil Sutaria” - Valsad, - Gujarat, - India, - akhilsutaria@yahoo.com, +91 9427222777, - b.(20+40 mins)
ધન્યવાદ.
Posted in Uncategorized, તેજાબ, અંતરના ઊંડાણમાંથી, જનમત, મંથન on Sep 25th, 2008 1 Comment »
આખી દુનિયા જાણે છે કે,
આતંકવાદ ફેલાવવામાં
– કોણ સક્રિય છે.
– કયા દેશમાં આતંકવાદના કેમ્પ યોજાય છે.
– કઇ અને કેટલી કોમ તેને ઉછેરવાનું કામ કરે છે.
– કયા રાષ્ટ્રો તેમને આર્થિક મદદ કરે છે.
– કોણ ભાગ લે છે.
– કોણ પકડાય છે.
– કોણ ભોગ બને છે
– કેટલુ નુકશાન થાય છે
– કેટલી કિંમત ચુકવાય છે
– વિકાસ અને પ્રગતિના કાર્યો સામે કેવા અવરોધ ઉભા થાય છે
– રાષ્ટ્રની પ્રતિષ્ઠા / આબરૂનુ ….શું થાય છે.
આ બધુ તમે પણ જાણતા જ હશો.
મને લાગે છે કે એક બીજી કોમ પણ અસ્તિત્વમાં આવી છે.
સ્યુડોસેકયુલર.
આમની પાસે કોઇ કામ–ધંધો છે જ નહીં.
મને તો લાગે છે કે આ કિન્નરોના વંશજ છે.
જેના અસ્તિત્વને પણ હવે ગણત્રીમાં લેવામાં આવતું નથી.
પાયાની વાત એ છે,
વ્યક્તિ વધુમતિ કોમનો હોય કે લઘુમિતિ કોમનો ..
જે રાષ્ટ્રમાં તે રહેતો હોય ત્યાના કાયદા અને વ્યવસ્થા તેણે સ્વીકારવા જ પડે.
પોતાના કાયદે રહેવું હોય તો જે/તે કોમની વધુમતિ જે રાષ્ટ્રમાં હોય ત્યાં જતા રહેવાનું.
ધર્મપ્રેમ ઘરની અંદર રાખવાનો .. અને રાષ્ટ્રપ્રેમ લઇને જ ઘરની બહાર નિકળવાનુ.
જરૂર લાગે તો …..
શોપિંગ મોલ્સની જેમ મંદિરમોલ્સ બાંધી દેવાના …
બધા જ ભગવાન, ઇશ્ચર … એક જ સાથે, એક જ જગ્યાએ !!
યા તો બધાને બોમ્બ મુકીને ઉડાવો કે પછી સૌની ઉપાસના કરો !!
અરે, ભાઇ … તે .. તો માણસની અંદર છે .. પત્થરમાં નહીં.
વિશ્વશાંતિ કદાચ તો જ સંભવ છે, જો ધર્મ ઝનુનને રાષ્ટ્રપ્રેમમાં ફેરવી નાખવામાં આવે.
અમારા પ્રેરણાદાયી ફિલ્મશો નો આ પણ એક હેતુ છે. કે, વિદ્યાર્થીઓ અને યુવાનોની શામેલગીરી વડે વર્તમાન વ્યવસ્થા કે પરિસ્થિતિમાં કેવુ પરિવર્તન કેવી રીતે અમલમાં લાવી શકાય કે જેથી આવી સમસ્યાનો અંત આવે.
‘આ પરિસ્થિતિમાં કોઇ ફેર નહી પડે‘ની માન્યતાવાળાઓથી અમે દૂર રહીએ છીએ.
‘માત્ર વાતોના વડા કરનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.
‘સ્ટેજ પર બેસીને રાષ્ટ્રિયતાને બદલે બીનસાંપ્રદાયિકતા કે સાંપ્રદાયિકતાની પીપુડી વગાડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.
‘કોણે, કયાં,શું કરવું જોઇએની માત્ર સલાહ આપનારા અને વિચારને અમલમાં મૂકવાથી ફસકી પડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.
પણ …
આ દિશામાં … તનની પરવા રાખ્યા વગર અને મનની સચ્ચાઇ સાથે દેશદાઝથી સળગી રહેલા તમામ વ્યક્તિ / સંસ્થાઓને અમારો સહયોગ છે.
છેલ્લે … પરિવર્તન વાતો / ચર્ચા / મીટીંગો કરવાથી જ થતુ હોત તો કયારનુયે થઇ ગયુ હોત.
તમને શું લાગે છે ?
છતાં …. કોઇ નક્કર કાર્ય હાથ પર લેવું હોય તો જરૂર કહેજો.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, માર્ગદર્શન, જનમત, મંથન on Sep 17th, 2008 1 Comment »
પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ્સ દ્વારા
સ્થાનિક વિધ્યાર્થીઓ અને યુવાનોને
વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન
માર્ગદર્શન
ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા આપને અમારુ હાર્દિક આમંત્રણ છે.
તારીખ – ગુરુવાર, ૨ જી ઓક્ટોબર, ૨૦૦૮ ( જાહેર રજા – ગાંધીજયંતી )
સમય – સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ ( સમયસર શરૂઆત અને સમયસર સમાપન )
સ્થળ – રંગભવન, જીવનભારતી, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત. ( બેઠક વ્યવસ્થા ૫૫૦ વ્યક્તિઓની છે.)
– કાર્યક્રમ –
તમારા મોબાઇલ ફોન્સ કાર્યક્રમમાં અધવચ્ચે રણકી ન ઉઠે તે માટે સાઇલેન્ટ/વાઇબ્રેટ મોડમાં કરીને જ સભાગૃહમાં પ્રવેશ કરવા વિનંતી.
૦૯.૪૫ – ૦૯.૫૮- સભાગૃહમાં બેઠક લઇ લેવી.
૧૦.૦૦ – ૧૦.૧૦ - ગાંધીજીને વંદન, વૈશ્નવજન તો … ફિલ્મ. (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)
૧૦.૧૦ – ૧૦.૩૦ -દિમાગની વાત, દિલથી – અખિલ સુતરીઆ ( નથી કોઇ અતિથીવિશેષ, નથી કોઇ મુખ્ય મહેમાન કારણકે …. અને આજે, અત્યારે, અહીં …. આયોજક, સંચાલક અને પ્રાયોજક …) (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)
૧૦.૩૦ – ૧૦.૪૦ - ત્રણ ફિલ્મોનુ સ્ક્રીનીંગ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)
૧૦.૪૦ – ૧૧.૧૦ - પ્રોજેક્ટ માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી અને જાણકારી .. મલ્ટીમીડીઆ પ્રેઝેન્ટેશન (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)
૧૧.૧૦ – ૧૧.૫૫ - સૌને સ્પર્શતા તમારા સવાલના જવાબ અને સંવાદ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)
૧૧.૫૫ – ૧૨.૫૨ - ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ ” બાપૂને કહા થા” (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)
૧૨.૫૨ – ૧૨.૫૭ - અને છેલ્લે બે શબ્દો.
૧૨.૫૭ – ૦૧.૦૦ - રાષ્ટ્રગીત. – કાર્યક્રમની સમાપ્તિ.
૦૧.૦૦ – ૦૧.૩૦ - માર્ગદર્શનની ટીમમાં જોડાવા ઇચ્છુકોનુ રજીસ્ટ્રેશન અને વ્યક્તિગત સવાલોના વ્યક્તિગત જવાબ.
ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનોમાં સંસ્કાર સિંચનનો નવો ચીલો ચાતરતો આ કાર્યક્રમ રસ ધરાવનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના ઉપક્રમે તદ્દન નિઃશુલ્ક યોજી શકાશે.
તૃપ્તિ અને અખિલ સુતરીઆ.
મોબાઇલ – ૯૪૨૭ ૨૨૨ ૭૭૭. | ફોન – ૦૨૬૩૨ ૨૪૩૪૭૪. | વેબ – www.akhiltv.com
Posted in Uncategorized, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Sep 3rd, 2008 1 Comment »
મિત્રો,
મને આજે એક વિચાર આવ્યો કે,
જો તમારી પાસે હેડસેટ કે માઇક અને સ્પિકર્સ હોય …
સાથે સાથે વેબ કેમ પણ હોય તો …
તમે તમારા જ ઘરમાંથી …
અખિલ ટીવી દ્વારા વિશ્વને ઓટલે મારી સાથે બેસી શકશો…. કો–હોસ્ટ બનીને !
આ તો ટેકનોલોજીની જ કમાલ છે.
અખિલ ટીવી પર સાહિત્ય સભાનું લાઇવ અને ત્યાર પછી રેકોર્ડેડ પ્રસારણ કરી શકાય.
ઇચ્છા હોય …
તૈયારી હોય …
કંઇક નવુ કરવામાં રસ હોય …
અખતરા કરવામાં આબરૂ નથી જતી … આત્મ વિશ્વાસ વધે છે.
તો …
શરમમાં રહેવાને કોઇ કારણ નથી.
મારો સંપર્ક કરો…
અખિલ સુતરીઆ
Posted in Uncategorized, તેજાબ, અંતરના ઊંડાણમાંથી, જનમત, મંથન on Aug 28th, 2008 2 Comments »
આ પત્ર બે ભાગમાં લખી રહ્યો છુ – દરેક સીક્કાને બે બાજુઓ હોય છે.
ભાગ – ૧ ( ભૂરા રંગના ફોન્ટ )
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સેટેલાઇટ ચેનલોવાળા …
આશારામબાપૂની પાછળ પડી ગયા છે …
આશ્રમમાં બાળકોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ ..
સાધકો અને પત્રકારો વચ્ચે અથડામણ ..
ઘટનાની માહિતિની મીડીયામાં પ્રસિધ્ધી …
નવો રેલો મધ્યપ્રદેશથી આવ્યો …
ગઇકાલે સાંજે ૫.૩૦થી … ટીવી પર .. ત્રણ ત્રણ ચેનલો …
દર્શકો પર રાત્રે ૧૧.૩૦ સુધી … હથોડા મારતી રહી …
ભાગ – ૨ ( લાલ રંગમા )
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સેટેલાઇટ ચેનલોવાળા …
આશારામબાપૂની પાછળ પડી ગયા છે … કોઇ મદ્રેસાના મૌલવી નથી જડતા કે હિંમત નથી ?
આશ્રમમાં બાળકોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ .. શું બીજે ક્યાંય આવા અપમૃત્યુ થતા જ નથી ?
સાધકો અને પત્રકારો વચ્ચે અથડામણ .. રાઇટ ટુ ઇન્ફોરમેશનનો ઉપયોગ ન કરી શકાયો હોત ?
ઘટનાની માહિતિની મીડીયામાં પ્રસિધ્ધી … મારી ખીચડીમાં મારુ ઘી જેવુ નથી લાગતુ ?
નવો રેલો મધ્યપ્રદેશથી આવ્યો … સ્ટીંગ ઓપરેશન શબ્દથી હવે દર્શકોને શુ, કેટલુ, કેવુ, કેટલી વખત, કેટલી વાર, કેવી રીતે બતાડવુ તે નક્કી થતુ હોય એવુ નથી લાગતુ ?
ગઇકાલે સાંજે ૫.૩૦થી … ટીવી પર .. ત્રણ ત્રણ ચેનલો … તેમના નામમાં ભારત આવે અને સાંપ્રદાયિક બીનસાંપ્રદાયિકતાની પોક મૂકે અને મહેમાનો પાસે મૂકાવતી હોય એવુ નથી લાગતુ ?
દર્શકો પર રાત્રે ૧૧.૩૦ સુધી … હથોડા મારતી રહી … સરવાળે દેશની પ્રગતિમાં ૬ કલાક ગુણ્યા કાર્યક્રમ જોનારાની સંખ્યા … આશરે / અંદાજે ફક્ત ૫ કરોડ જ હોય તો પણ … ૩૦ કરોડ માનવકલાકોનો બગાડ કર્યો હોય એવું નથી લાગતુ ?
…….. હુ આશારામજીનો ભક્ત / સાધક / કે વકિલ નથી.
…….. હુ પણ તમારી જેમ જ સ્વતંત્ર ભારતમાં મીડીયાની પરતંત્રતા, મોંઘવારી, ભાવવધારા અને રોજની સ્પર્ધાનો સામનો કરતો સામાન્ય નાગરિક છુ.
સામાન્યરીતે હુ ચેનલ બદલી જ નાખુ … પણ …
આ વખતે જાણવાની ઇચ્છા થઇ કે,
સ્ટીંગ ઓપરેશનના નામે અને કોમપ્યુટરની એડીટીંગની ક્ષમતા દ્વારા ….
વિષયની રજુઆતમાં કેવા અને કેટલા રંગ પૂરી શકાય …!!!
કહેવાય છે કે, ૧૦૦ વાર જુઠ્ઠાણુ ચલાવવામાં આવે તો એ પણ સત્ય લાગવા માંડે !
સાચું શુ અને ખોટુ શુ ?
સાચા કોણ અને ખોટા કોણ ?
સામાન્ય નાગરિકે કોનો ભરોસો કરવો ?
આ બધામાં દૂધે ધોયેલો એક જણ પણ છે ?
…… મારા વિચારોનો આ બળાપો નથી …
…. કંઇક સરસ લખવાના હેતુથી આ લખ્યુ નથી …
… હવે આપણા સૌનુ શું થશે એવો ભય નથી …
…. જન્માષ્ટમી ગઇ … કાન્હાએ જન્મ લઇ લીધો … એ મોટો થઇને આ પ્રોબલેમ સોલ્વ કરશે એવી આશા નથી …
….. દુખની વાત અને સવાલ એક જ છે કે ….
.. મોટી મોટી વાતો કરનારા ભણેલા… ગણેલા… સુસંસ્કૃત .. સંસ્કારી …વિકસેલા… પ્રતિષ્ઠીતો …
નાની નાની એક્શન લેવામાં બીકણ, બાયલા, ડરપોક કેમ બની જાય છે ?
… દિમાગની વાત દિલથી કરી છે …
ઇચ્છા થાય તો જ જવાબ આપજો …. આપવા ખાતર કે વિવેક જાળવવા ખાતર નહી.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, પ્રેરણા, જનમત, મંથન on Aug 26th, 2008 1 Comment »
૨૬.૦૮.૨૦૦૮
મિત્રો,
બે દિવસ સુરતનો પ્રવાસ હતો.
વરસાદ એની મરજી પ્રમાણે ધરતીને ભીંજવતો હતો. બસ કે ટ્રેનોમાં લોકો પાકીટ કરતાં વધારે ધ્યાન છત્રી અને રેઇનકોટનુ રાખતા જણાયા … સુરત સ્ટેશને પહોંચીને … ગરમા ગરમ કાંદાના ભજીયા અને આદુવાળી ચાનો નાસ્તો કરી લીધો.
મિશન હતુ – પ્રોજેક્ટ માર્ગદર્શનમાં કોઇને કોઇ રીતે સહયોગ આપવા ઉત્સુક એવા મારા ઓનલાઇન કેલેન્ડરમાં દર્શાવેલ વ્યક્તિઓને મળવાનુ.
મારી પાસે ખાસ આજ હેતુ માટે તૈયાર કરેલી ૧૨ મીનીટની વીસીડી હતી. મારે જોવુ હતુ, અનુભવ કરવો હતો કે …. જોનાર પર એની શું અસર થાય છે.
માર્ગદર્શનના પ્રોજેક્ટ અંગે તેમનામાં જેટલી અપેક્ષા રાખી હતી તેનાથી વધારે ઉત્સુકતા વીસીડી પેદા કરી શકી.
ત્યાર બાદ જાણવુ હતુ કે, એના અનુસંધાને મારા દ્વારા પૂછાયેલા સવાલોના શુ જવાબ મળે છે.
સવાલ – ૧ તમને શુ લાગે છે ?
…. આ પ્રોજેક્ટ તો અમલમાં આવવો જ જોઇએ. …. જોરદાર પરિણામ આવી શકે હોં. …
… તમારે ( એટલેકે મારે – અખિલે ) દંભી લોકોનો સામનો કરવાનો આવશે … સાચવજો. ….
… માળા બેટા, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ .. જોજો તમને આંટા ના મરાવે …. તમારી શક્તિ એમાં જ ખર્ચાઇ જશે …
સવાલ – ૨ તમે કોઇ રીતે સહયોગ આપી શકો તેમ છો ?
…. પૈસાનો તો થોડો પ્રોબલેમ છે ….
…. તમે કહેજોને… તમારી સેવામાં સ્વયંસેવક તરીકે હાજર રહીશ ….
…. તમને મારા ઓળખીતા પ્રિન્સીપાલો તેમજ ટ્રસ્ટીઓ પાસે લઇ જઇશ ….
…. મારા બાળકો જે સ્કુલમાં ભણે છે … ત્યાં તો તમને જરૂર લઇ જઇશ ….
…. મારા ઓળખીતા બે–ચાર વેપારી મિત્રો છે પણ, … કહેવાય નહી તેમનો પ્રતિભાવ કેવો મળે …
સવાલ – ૩ તમારા કોઇ સબંધી પરદેશથી આર્થિક સહયોગ આપી શકે ખરા ?
…. કંઇ કહી ન શકાય … પણ વાત કરીશ …
…. તમને તેમનો ઇમેઇલ આપીશ, તમેજ તેમને ડાયરેક્ટ જણાવી દેજોને ….
…. મને થોડો સમય આપોને, મારી નાની બચતમાંથી હું જ તમને ફૂલની પાંખડી તો આપી જ શકીશ ….
–––––– જેમને મળ્યો હતો તેમાંના મોટા ભાગના મધ્યમ વર્ગના નોકરીઆત વ્યક્તિઓ હતી. બીજી પરચૂરણ વાતો અહી લખી નથી –––––
વડોદરાના શૈલેશ શાહે રૂ. ૩૦૦૦ ગયા મહિને મોકલીને પ્રોજેકટ માર્ગદર્શનને ગતિશીલ કર્યો. આ રકમમાંથી વીસીડી / ડીવીડી પ્લેયર વસાવ્યું છે.
તૃપ્તિએ ઘરખર્ચની રકમમાંથી બચાવેલા રૂ. ૧૨૦૦માં મે રૂ. ૪૦૦૦ ઉમેરીને પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને માઇક્રોફોન્સ લીધા છે.
યુએસએના અટલાંટાથી હર્ષદભાઇ જાંગ્લાએ યુએસડી ૧૦ અને મુંબઇની વિશાખા પટેલે યુએસડી ૩ આ મહિનાની શરૂઆતમાં જ ઓનલાઇન પે પાલ દ્વારા મોકલ્યા છે જેને લીધે આ વ્યવસ્થા બરાબર કામ કરે છે તે પણ નક્કી થઇ ગયું.
યુએસએના ડલાસથી સુરેશભાઇ જાનીએ પત્ર દ્વારા સપ્રેમ, શુભેચ્છા અને આશિર્વાદ સાથે મોકલેલા રૂ. ૫૦૦૦ આજે મળી ગયા છે.
––– ( રૂ. ૫૫૦૦ જમા થયા. ) … http://go.to/akhil
––– એલ.સી.ડી. ડેટા પ્રોજેક્ટરની કિંમત રૂ. ૫૦,૦૦૦/–
––– ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૮ સુધીમાં ખૂટતો સહયોગ મેળવી લેવા સઘન પ્રયત્ન કરવા છે. –––
તમારા સાથ .. સહકાર .. અને ભલામણની, પ્રોજેક્ટ માર્ગદર્શનને ખૂબ જ જરૂર છે.
Posted in Uncategorized, માર્ગદર્શન, જનમત, મંથન on Aug 18th, 2008 2 Comments »
આવનારા દિવસોમાં ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. …
રક્ષાબંધન તો ગઇ .. રાંધણ છઠ … શિતળા સાતમ .. જન્માષ્ટમી … ગણેષ ચતુર્થી … ગણેષ વિસર્જન … નવરાત્રી … દિવાળી …
દોસ્તો, જીવનમાં તહેવારોની ઉજવણી તો થવી જ જોઇએ. પણ સવાલ છે કેવી રીતે ?
અખિલ ટીવી ડોટ કોમ પર આજે લાઇવ પ્રસ્તુત થશે ..
અભિપ્રાય.
આજનો વિષયઃ
તહેવારોની ઉજવણી પાછળ પૈસા વપરાય છે કે વેડફાય છે ?
તમારા અભિપ્રાય તમે અહી નીચે કોમેન્ટસમાં લખીને જણાવી શકો છો.
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Aug 15th, 2008 No Comments »
૧૫ ઓગસ્ટના દિવસે આ પ્રતિજ્ઞા લઈએ કે,
આપણે નિશાળમા બધી ચોપડીઓમાં ખુલતા જ પાને ઘણી વાર વાંચેલી,
મારી સ્કૂલમાં તો દરરોજ બોલાવતા,
પણ અમલ કરવામાં……..
જો કે અત્યારની લગભગ બધી મોટી સમસ્યાનો હલ આજ છે.
ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા શિક્ષકો અને વડિલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારૂં સુખ રહ્યું છે.
જય હિન્દ
India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give respect to my parents, teachers and elders and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well being and prosperity alone lies my happiness. Jai Hind!
Posted in Uncategorized, માર્ગદર્શન, પ્રેરણા, જનમત on Aug 13th, 2008 No Comments »
Dear Indian, Greetings on Independence Day!
The National Flag (flag) is a symbol of the Nation’s respect and pride. There is a liberal use of the flag on Independence Day and Republic day. There is a new trend of selling flags made up of paper and plastic, which is incorrect.
Do’s and Don’ts
Pass on the message to your friends and help to create awareness.
Lyrics of Vande Mataram
वन्दे मातरम् सुजलां सुफलां मलयजशीतलाम् शस्यशामलां मातरम् ।
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं फुल्लकुसुमितद्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुर भाषिणीं सुखदां वरदां मातरम् ।। १ ।। वन्दे मातरम् ।
कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले, अबला केन मा एत बले । बहुबलधारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरम् ।। २ ।। वन्दे मातरम् ।
तुमि विद्या, तुमि धर्म तुमि हृदि, तुमि मर्म त्वं हि प्राणा: शरीरे बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति, तोमारई प्रतिमा गडि मन्दिरे-मन्दिरे मातरम् ।। ३ ।। वन्दे मातरम् ।
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी, नमामि त्वाम् नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरम् ।। ४ ।। वन्दे मातरम् ।
श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरम् ।। ५ ।। वन्दे मातरम् ।।
Posted in Uncategorized, તેજાબ, અંતરના ઊંડાણમાંથી, જનમત, મંથન on Aug 13th, 2008 No Comments »
અમદાવાદ, મુંબઇ, જયપુર અને બેંગલોરના
આતંકવાદને તસ્વિરોમાં કે ટીવી પર જોયા પછી …
…. કોઇએ કવિતા કરવી નહીં.
સરદાર અને ગાંધીની ભૂમિ પર જીવો છો એ યાદ રાખીને …..
બહાદુર ગુજરાતીને શોભે એવો સંકલ્પ કરવો ..
યાદ રાખો …
તમારી ચબરાક નજર અને ચાલાક વૃત્તિ જ આતંકને કબ્જે કરી શકે એમ છે.
મોત તો આમેય, એક જ વાર આવશે …
આમને આવી ગયુ ….
તમારુ ક્યારે ??
મોતના ભયથી ફફડવાની જરૂર નથી ..
જો તમારા શરીરમાં
સાચા ગુજરાતીનુ લોહી વહેતુ હોય …
સાચા ભારતિયનુ લોહી વહેતુ હોય …
તો .. કાંડા મજબૂત કરો…
બાવડામાં તાકાત પૂરો …
બરગર કે કુરકુરે છોડીને ઘી–ભાખરી–શાકનુ લોહી બનવા દો …
રામ કે રહીમની કડાકૂટમાં ના પડશો ..
કૃષ્ણ કે કરીમની ભાંજગડમાં ના પડશો ..
જે રાક્ષસ
ગરવી ગુજરાતને કે મા ભોમને લજવતો જણાય ..
નુકશાન પહોંચાડતો જણાય ..
તો..તેને …પકડીને ..
ત્યાંને ત્યાં જ .. ……
જાત પર જરૂર શંકા કરજો ..
જો આટલું વાંચીને તમારી રક્તવાહીની ફુલી ન જાય ..
આંખનો રંગ લાલ ન થઇ જાય …
બાકી … પ્રેસ .. પોલિસ કે પોલિટીશીયનો … પ્રજાને ..
એટલેકે .. તમને કે મને બચાવે …
એ વાતમાં .. …… … …..
Posted in Uncategorized, અંતરના ઊંડાણમાંથી, અનુભવ, જનમત, મંથન on Aug 12th, 2008 1 Comment »
બેબી કે બાબો .. અસલના સમયમાં લગ્ન પછી દંપતિને પૂછાતો સવાલ …
બાળક કે બાળકી … બોય કે ગર્લના સંદર્ભે …
મને વિચાર આવ્યો કે … સાંભળો ..
Posted in Uncategorized, તેજાબ, અનુભવ, જનમત, મંથન on Aug 12th, 2008 No Comments »
કહેવાતા વિકસેલા, આગળ વધેલા, ભણેલા–ગણેલા વર્ગનું તેજાબી અપમાન એટલે ….
૬૧ વરસ પછીના આઝાદ ભારતમા પછાત વર્ગનુ અસ્તિત્વ !!
પછાત કોમ, પછાત વર્ગ, પછાત જ્ઞાતિ ……..
પાકી ગયા છે કાન મારા ….
પછાત અને પછાતોની રામકહાણી સાંભળીને.
સાલ્લા, બધા જ રડે ….
બધાને જ ફાયદો જોઇએ ….
બધાને જ લાભ … નિરંતર લાભ જોઇએ…..
દાદાએ લીધો .. દિકરાએ લીધો .. દિકરાના દિકરાએ પણ લીધો … એના દિકરાના દિકરા – જમાઇ લાઇનમાં ઉભા છે….
સમાજ કલ્યાણ ખાતાની મુખ્ય કામગીરી શું ? એવો સવાલ જયારે મે શહેરના જાહેર માર્ગો પર ચાલતા જતા સામાન્ય નાગરિકોને કર્યો ત્યારે ….
જવાબ – ૧ .. બોસ, આપણને ખબર નથી.
જવાબ – ૨ .. ભગવાન જાણે ..
જવાબ – ૩ .. પબ્લિકના પૈસા ચાઉં કરી જવાનુ..
જવાબ – ૪ .. બેકવર્ડ ક્લાસના ફોરવર્ડ માણસોને વિવિધ યોજનાઓના લાભ આપવાનુ..
જવાબ – ૫ .. સવર્ણોનું શોષણ કરવાનુ..
જવાબ – ૬ .. સરકાર કે મુખ્યમંત્રીની ચાપલૂસી કરવાનુ..
…… સાતમો જવાબ મેળવવાને બદલે …. મે સવાલ બદલ્યો ….
યાર, ૬૧ વરસથી આપણા દેશમા આ પછાત વર્ગના લોકો કરે છે શું ?
પછાત વર્ગના લોકોને શા માટે પછાત ગણવા જોઇએ ?
પછાત વર્ગના લોકોને કેવીરીતે પછાત ગણવા જોઇએ ?
પછાત વર્ગની આ માનસીકતા નાબૂદ કરવા શું કરી શકાય ?
જેનુ કામ જે કરેના સિધ્ધાંત પર અસલની વર્ણ અને વ્યવહાર વ્યવસ્થાની ચાર મુખ્ય જ્ઞાતિઓ – બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્રની જાણકારી સૌને છે જ.
આજનુ તંત્ર કેમ ખોરવાઇ ગયુ છે ?
કયાં, કોની, કેવી ભૂલ થઇ છે ?
કેવીરીતે આ ભૂલ સુધારી શકાય ?
… છે કોઇ રસ્તો ?
હા … જલદ .. તેજાબી રસ્તો .. છે.
આજે રાત્રે ૮.૦૦ કલાકે ભારતિય સમયાનુસાર .. www.akhiltv.com .. પર લાઇવ !!