Podbean Podcast Site Category :   General   Tags :                          
Feed on
Posts
Comments

Archive for the 'તેજાબ' Category

http://www.india-forum.com/forums/index.php?showtopic=2209 after viewing and reading the contents on above link :

अब क्या कहेँ ?

चोर ही पुलिस, पुलिस ही चोर, कहनेवाला चोर, पुछनेवाला चोर, सुनानेवाला चोर, दिखानेवाला चोर, लिखनेवाला चोर, छापनेवाला चोर,

अरे.. सुनभाइ … जनता मरे तो मरे .. अपनी जेब कौन भरें ?

महंगाइकी चक्कीमें जनताको इतना पीसो के, जिंदा रहकरभी कुछ बोल ना सके।

कोइ तो सुनो … जनता क्या सुनना चाहती है ? कोइ तो देखो… जनता क्या देखना चाहती है ? कोइ तो लिखो … जनता क्या पढना चाहती है ? कोइ तो छापो … जनता क्या सोचना चाहती है ?

जीस देसकी संस्कृतिमे है महाभारत और रामायन, दिखते है चारों ओर रावण, दुशासन और दुर्योधन; कहां है दो चार अर्जुन, अभिमन्यु या हनुमान ?

कोन्डोम लगानेसे कुछ नहीं होगा,

खौलते हुए खुनसे, तपते हुए विचारसे, संस्कारोसे सुशोभीत कामक्रिडाके विग्यानमें, समजदारीसे जब बनेगा .. विर्य शक्तिशालि, तब पैदा होंगे … अर्जुन, अभिमन्यु या हनुमान ।

आपसे नहीं है मेरा सवाल … के आपने क्या कीया ?

मेरे अपने भारत देशके लिये, मेरे अपने देशके सभी बांधवोके लिये न सही, लेकिन … कमसे कम … मेरे देशके, मेरे गांवके कुछ बच्चोके लिये, मैने मेरा शेष जीवन समर्पित कीया है, क्योंकी मैं मानता हुं, देशके बच्चे और युवाशक्ति ही देशका भावि है।

क्योंकी मै चाहता हुं, आज हमारे सामने नये रूपमे है रावण, दुशासन और दुर्योधन; उनका वध करनेकी हर बच्चेमें हिम्मत हो।

याद रखो,

केवल जय हो कहनेसे कुछ नहीं होगा । आइए दोस्तो, बाते जरुर करें, लेकिन काम ज्यादा करें। जीवनको बहेतर बनाये।

www.margdarshan.ning.com

अखिल सुतरीआ । 31.03.2009 । 09427222777

Read Full Post »

4796

આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ.

ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું.

અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.

પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.

અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …

મજા ન આવી.

કારણકે,

જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું. શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.

મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.

કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.

આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.

સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.

મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,

મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.

ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.

આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.

સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?

મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.

પણ,

વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?

સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.

સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?

પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …

પણ,

ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.

તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?

પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?

મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.

મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,

રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ? (અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો

આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?

આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?

વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )

૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં

(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે

– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?

– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )

(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે

– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?

– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?

(ક) વાલીઓ અને માતા–પિતાને

– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?

– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?

એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?

લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?

લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?

લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?

કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.

જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.

તમે શું વિચારો છો ?

Read Full Post »

 

છેલ્લા ૬ માસ દરમ્યાન મારી મેઇલમાં જણાવ્યા મુજબના શહેરોમાં તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકો માટે અમે યોજેલા ફિલ્મ શો અન્વયે થયેલ સવાલ–જવાબ પરથી તારણ કાઢયા છે. ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર )

 

વૈશ્વિક નાગરિક કેવો હોય … તેવા સવાલનો જવાબ એક પણ શિક્ષક આપી ન શક્યા કેવળ તેમણે કલ્પનાના ઘોડા દોડાવ્યા.

 

સ્વેચ્છાએ સ્વિકારેલા વ્યવસાયમાં કેમ કાર્યક્ષમતાનો અભાવ જણાય છે નો જવાબ … પોતાને મળતી સગવડ વ્યાજબી નથી, વળતર પૂરતું નથી, ઘરની ઘણી જવાબદારીઓ છે .. વિ.

 

શહેરના સંપન્ન પરિવારમાં બાળકોને જરૂર કરતાં ઘણં વધારે વહાલ કરીને .. સગવડ આપીને .. છાપરે ચડાવી દેનાર માતાપિતા .. મહેમાનો આગળ બાળકોને વાંદરવેડા કરવાનું કહી નુમાઇશ કરીને પોતાની બાળઉછેરની આવડતનુ પ્રદર્શન કરતાં જણાય છે .. તેમાં પોતે ગૌરવ અનુભવે છે.

 

સામાન્યજ્ઞાન કે સામાન્યબુદ્ધી ( બુધ્ધી ) વધારવાને બદલે બધા જ સીધા ‘અસામાન્ય વ્યક્તિત્વ’ ના માલિક બનવાની સ્પર્ધા કરી રહેલા જણાય છે.

 

ગ્લેમર, ટેલિવિઝન કે સીનેમાની ઝાકઝમાળની દુનિયામાં જ ઉધ્ધાર થઇ શકે તેમ છે એવી માન્યતા મંદગતિએ મજબૂત થઇ રહી હોય તેમ લાગે છે.

 

ઘણા બધા આવું માનવા લાગ્યા છે કે, ઉચ્ચ ભણતર વગર ક્યાંય નહીં જીવાય. ગ્રેજયુએશન (બી.કોમ , બી.એસસી કે બી.એ) હવે જાણે બીજી–ત્રીજી ચોપડીનું ભણતર હોય તેમ ગણાવા માંડયું છે. બારમા પછીના ત્રણ વર્ષનું કોલેજ જઇને અંદાજે રૂ. ૩૦,૦૦૦ (વધુ થાય પણ ઓછા હરગીઝ ન થાય)ને ખર્ચે મેળવવામાં આવતું ગ્રેજયુએશન હવે યુઝલેસ ગણાય છે. છતાં દર વર્ષે લાખો બાળકો એ લેવા અને માતાપિતા એ અપાવવા મજબૂર બને છે.

 

પોસ્ટ ગ્રેજયુએશન વગર ચાલશે જ નહી .. એવી માન્યતા હવે દ્રઢ થતી જણાય છે.

 

બેઝીક લાઇફ સ્કીલ્સ પણ હવે કોલેજોમાં શીખવવી પડે છે. માતા–પિતા નથી શીખવી શકતા – કુવામાં હોય તો હવાડામાં આવે ને ?

 

….

 

સ્વામી વિવેકાનંદજીએ પણ છેવટે તો રોક પર છલાંગ જ લગાવવી પડીને ?

 

ગાંધીએ પણ છેવટે મૌન જ સ્વીકાર્યું હતું ને ?

 

લોહિયાળ લડાઇ પછી સમ્રાટ અશોકે પણ સમશેરનો ત્યાગ કર્યો જ ને ?

 

સંભોગસે સમાધીનો વિચાર આપનાર ઓશોએ પણ તત્કાલીન અમેરીકી પ્રમુખે આપેલ દેશવટો સ્વીકારવો જ પડયોને ?

 

પ.પૂ. ડોંગરેમહારાજ  અને પાંડુરંગશાસ્ત્રીજીએ તેમના જીવન કાળ દરમ્યાન ઓછા પ્રયત્નો નથી કર્યા .. છતાં … આપણે …

 

હા… આપણે …. સાલ્લા, ડુક્કર જેવા .. ડુક્કરની જેમ ઉકરડા પર જ જીવવાનું પસંદ કરતાં થઇ ગયા છીએ.

 

આજના સમયમાં પાકિસ્તાનથી કસાબ બની ભારત આવીને રાષ્ટ્રને ધમરોળી નાખવાનું કામ સહેલું લાગવા માંડયું છે …

 

પણ …

 

૧૦ ભારતિય યુવાનો …ત્યાં જઇને એમની ………. ફાડી નાખવાની તાકાત રાખે છે ?

એવા ૧૦ યુવાન પેદા કરનાર સંપૂર્ણ પણે સ્વદેશી અને સંસ્કારી ગર્ભાશય ભારતમાં છે ?

 

.

.

.

 

મારો આક્રોશ વધી રહ્યો છે … એટલે અહી અટકું છું.

.

.

.

 

બાકી આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …

 .. રોજ પૂછાયા કરે છે ..

 .. ફોરવર્ડ થતા રહે છે ..

 અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …

 વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …

Read Full Post »

 

હિતેશભાઇ લખે છેઃ

વિદ્યાર્થીઓની વધતી જતી ઉદ્ધતતા માટે કોણ જવાબદાર ?

દિવસે - વસે વિદ્યાર્થીઓમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોલેજમાં મારામારી અને ગાળાગાળી પર ઉતરી આવતા હતા. હવે આ દૂષણ ધીરે ધીરે શાળાના વિદ્યાર્થીઓમાં પણ પ્રસરી રહ્યું છે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડે એ બરાબર નથી પરંતુ કદાચ કોઈ તેનો સ્વીકાર કરી લે પરંતુ વિદ્યાર્થીઓ હદ બહાર જઈને તેમના શિક્ષકો કે આચાર્ય સામે મારામારી કરવા જાય તે કેટલું યોગ્ય છે ? ઘણીવાર તો શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હોય અને વિદ્યાર્થીને ખોટું લાગી જાય તો વિદ્યાર્થી અને તેના વાલી પણ શિક્ષકોને શાળામાં મારવા આવી ચડતા હોય છે એવા કિસ્સાઓ પણ અખબાર અને ચેનલો પરજોવા  મળે છે.

થોડા સમય પહેલાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીએ તેના શિક્ષક સાથે મારામારી કરી હતી. એવા સમાચાર સાંભળ્યા ત્યારે થયું કે આ વિદ્યાર્થીઓ આટલા બેફામ કેમ થઈ ગયા છે. વિદ્યાર્થીઓના આ પ્રકારના વર્તન પાછળ અનેક કારણો જવાબદાર છે. તે અંગે વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, આચાર્યોએ, શાળાના સંચાલકોએ તેમજ વાલીઓએ આ મામલે ખાસ ચિંતન કરવાની જરૃર છે. શિક્ષણનો મૂળ હેતુ ‘કંકર’માંથી ‘શંકર’ બનાવવાનો છે. વિદ્યાર્થી શાળામાં આવીને બધી રીતે ઘડાય અને નવું કાંઈક શીખે તે જ મહત્ત્વનું છે. શાળાની ચાર દીવાલો વચ્ચે પાટલીઓ પર બેસીને વિદ્યાર્થીઓ માત્ર લેશન શીખીને પ્રશ્નોના ઉત્તરો આપે તેટલું પૂરતું નથી પરંતુ મૂલ્યનિષ્ઠ જીવનના પાઠ પણ તેઓ શીખે તે જરૃરી છે. નેવું ટકા લાવનાર વિદ્યાર્થીમાં જો પ્રામાણિક્તા કે શિસ્ત જોવા ન મળતી હોય તો તેવા શિક્ષણને શું કરવાનું ?

વિદ્યાર્થી શાળામાં પાંચ કલાક ભણે છે જ્યારે ૧૯ કલાક તેના ઘેર હોય છે. આ રીતે જોઈએ તો શાળાના વાતાવરણ કરતાં ઘરના અને આસપાસના વાતાવરણની વધુ અસર વિદ્યાર્થી પર વધુ હોય છે. આજના વિદ્યાર્થીઓ શાળાના સમય સિવાયના કલાકોમાં અભ્યાસ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવે છે તે મહત્ત્વનું છે.  શિક્ષકને તો ૪૦ મિનિટના પિરિયડમાં તેના અભ્યાસક્રમને લઈને ચેપ્ટર કે લેશન પૂરો કરવાનો હોય છે. આવી સ્થિતિમાં ૬૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં દસેક આવા ઉદ્ધત અને ગેરશિસ્ત મચાવનારા વિદ્યાર્થીઓ હોય તો કોઈ પણ શિક્ષકને વર્ગખંડમાં ભણાવવું મુશ્કેલરૃપ બને છે. શિક્ષક વિદ્યાર્થીને શારીરિક શિક્ષા તો કરી શકે નહીં એટલે આવા વિદ્યાર્થીને ક્યારેક ક્લાસની બહાર બેસાડે, ક્યારેક ઉગ્ર મિજાજવાળા વિદ્યાર્થીઓના રોષનો ભોગ શિક્ષક - આચાર્યને બનવું પડતું હોય છે. બદલાઈ ગયેલા વાતાવરણમાં શિક્ષક વિદ્યાર્થીઓ પર વધુ દબાણ કરી શકતા નથી.

શિક્ષણને લઈને કોઈ પણ ઘટના બને છે તો આક્ષેપો સીધા શિક્ષકો પર જ થાય છે. તે બરોબર નથી. શિક્ષક તો વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ‘પંતુજી’ નહીં પણ સાવ રંેજીપેંજી થઈ ગયો છે ! તે વિદ્યાર્થીને ખખડાવીને બે શબ્દો કહી શકતો નથી. એવી સ્થિતિ બધે જ બની છે. હા એ વાત ચોક્કસ છે કે પાટણની પીટીસી કોલેજના બળાત્કારકાંડ જેવા કાંડ કરનાર શિક્ષકોને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. તે શિક્ષણજગતની અત્યંત કલંકિત ઘટના હતી. અહીં મૂળ મુદ્દો વિદ્યાર્થીઓમાં વધતી જતી ગેરશિસ્ત અને શિક્ષકો પ્રત્યેના ખરાબ વર્તનનો છે. આજે વિદ્યાર્થીઓ પહેલાંની જેમ તેમના શિક્ષકો - આચાર્યોનો આદર કરતા નથી. શિક્ષકને જોઈને વિદ્યાર્થી નમ્ર બની જાય તે બાબત જૂના જમાનાની વાત બની ગઈ છે.  વાતાવરણ જ એનું નિર્માણ થયું છે કે વિદ્યાર્થીઓમાં રહેલી તોફાની વૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ રાક્ષસીવૃત્તિ તરફ વળી જતા હોય છે. દોઢ દાયકા પહેલાં આશ્રમ રોડ પરની એક જાણીતી કોલેજના આચાર્યને વિદ્યાર્થીઓએ મારીને તેમનો શર્ટ ફાડી નાંખ્યો હતો. એક આચાર્યને તો હાથે ફેકચર કરી નાખ્યું હતું. શું આ વિદ્યાર્થીઓની ઓળખ છે ? આ શિક્ષણજગત સાથે સંકળાયેલ મામલો છે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો સાથે મળીને આ બાબતે વિચારે અને જાગૃતિ લાવે તો જ આવી સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. ભારતીય શિક્ષણના મોડેલને અમેરિકા કે અન્ય યુરોપીય દેશોના મોડેલ સાથે સરખાવવું ઉચિત નથી કારણ કે અમેરિકાની શાળાઓમાં ભારતના જેવી સ્થિતિ નથી. ત્યાં વર્ગમાં માંડ વીસ વિદ્યાર્થીઓ હોય છે. આપણે ત્યાં ૬૦ વિદ્યાર્થીઓ વર્ગમાં હોય છે. આપણી શિક્ષણપદ્ધતિ અને અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફાર લાવવામાં આવે તો પરિવર્તન લાવી શકાય. આજે એ પ્રક્રિયા શરૃ કરવામાં આવે તો તેની અસર વીસ વર્ષ પછી દેખાશે. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નવી શિક્ષણ નીતિની વાત થઈ હતી, પરંતુ તેમાં કેટલું વિધેયાત્મક પરિવર્તન આપણે લાવી શક્યા છીએ તેનો અંદાજ આજની પરિસ્થિતિ પરથી આપણને ધ્યાનમાં આવે છે. આથી આપણે આપણી શિક્ષણનીતિ ઘડતી વખતે ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને ઘડવી રહી. આપણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માનસિક્તાને પણ ધ્યાનમાં રાખવી જ રહી. પરદેશનું મેકોલે મોડેલ ભારતીય શિક્ષણ પરંપરા અને સંસ્કારને બચાવી શકશે નહીં.

હવે મને લાગે છે કેઃ

આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …   .. રોજ પૂછાયા કરે છે ..   .. ફોરવર્ડ થતા રહે છે ..   અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …   વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …   અમે ( તૃપ્તિ અને મેં )ગુજરાત રાજયમાં કરેલા પ્રવાસની સંખ્યા ભલે ઓછી છે પણ તે દરમ્યાન થયેલા જાત અનુભવો પરથી તારણ તો કાઢી જ શકાય એમ છે કે,   ૧. ૯૯% લોકોનો વ્યવહાર કહેવાનો જુદો, કરવાનો જુદો અને લખવાનો જુદો છે. ૨. સમસ્યાની સામે થઇ જઇને પડકારવાની હિંમત વિકસાવવાને બદલે પોતાનું હિત જળવાઇ જાય એટલે પત્યુંનો જ અભિગમ ચારેય બાજુ દેખાયો છે. ૩. છાપા કે અખબાર અને ટીવી વાળા જે લખે કે બતાવે એ જ  સાચું એવી મનોદશા હેઠળ મોટા ભાગના લોકો જીવે છે. ૪. રાષ્ટ્રહિતની માત્ર વાતો જ કરવામાં આવે છે. ૫. રાષ્ટ્રની સંપત્તિ તેમજ સંસ્કૃતિના જતન અંગે માત્ર ભાષણબાજી જ થાય છે.   મોદી સાહેબના કે પછી આપણા ગુજરાતમાં, પાંચ કરોડ ગુજરાતીઓના ફક્ત ૧૪ વરસની ઉંમરે પહોંચેલા, ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને ધો. ૯માં ભણતા આશરે ૧૨૦૦ બાળકો સાથે અમે કરેલ પ્રવાસ દરમ્યાન થયેલા સંવાદે મને અત્યંત અશાંત કરી મૂકયો છે.   ધો. ૮, ૯, ૧૦ અને ૧૧માં ભણતા બાળકોને એ ખબર નથી કે –   મનીઓર્ડર એટલે શું ? ટપાલખાતું કેવીરીતે ચાલે છે ? પર્યાવરણના પાઠનો સંબંધ તેમની આજુબાજુના વાતાવરણ સાથે શું છે ? રેલ્વે રીઝરવેશન કેવી રીતે થાય ? ચોરી થાય તો પોલિસ સ્ટેશને જઇને શું કરવું ? રક્તદાન એટલે શું  અને તે કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે ? મોબાઇલ ફોન કે એના જેવા અધ્યતન ઇલેક્ટ્રોનિક ઉપકરણને રમકડાની જેમ વાપરનાર બાળક સાદા ગણિતના સાદા હિસાબ કેવી રીતે કરાય ?   આવા તો બીજા અનેક રોજીંદા જીવન સાથે સંબંધીત વિષયો છે.   કોનો વાંક કાઢશો ?   બાળકો ઠોઠ છે ? શિક્ષકો નકામા થઇ ગયા છે ? સંચાલકોને કેળવણીમાં રસ નથી ? વાલીઓને ‘ભણતર’ ની સાચી સમજ નથી ?   આ સાંભળેલી વાતો નથી …. જાતે અનુભવેલી વાત છે.   એ.પી.જે. કલામસાહેબે ૨૦૨૦ સુધીમાં  ભારત સુપર પાવર બનશે તેવી આશા કયા, કેવા અને કેટલા બાળકો પર રાખી હશે ?   આજે ૨૦૦૯માં ૧૪ વરસના બાળકો જ ૨૦૨૦માં ૨૫ વરસના યુવાનો બનશેને ? કે પછી હોંશિયાર, ચતુર, ચબરાક, તેજસ્વી હોય તેવા રેડીમેડ યુવાનોની આયાત કરવા સરકાર વિચારે છે ??   વાંક કાઢીને બેસી રહેવાને બદલે ..   ૧. માતા–પિતાએ પણ શાળા/કોલેજોમાં પોતાના બાળકો સાથે દર સપ્તાહે એક કલાકનો એક પિરિઅડ ભરવાનો સમય આવી ગયો છે. ૨. પ્રત્યેક શિક્ષકના જ્ઞાનનું વર્તમાન જરૂરીયાત સંદર્ભે મુલ્યાંકન કરવું જરૂરી છે. ૩. વ્યવસ્થાપકોની સંસ્થા ચલાવવા અંગેની વૃત્તી ‘કેળવણીલક્ષી’ છે કે ‘વ્યાપારલક્ષી’ છે તે તપાસવી જરૂરી છે. ૪. અભ્યાસક્રમ સમયાનુસાર રાષ્ટ્રની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી બાળકના સર્વાંગી (શારિરિક, માનસિક, ધાર્મિક, અધ્યાત્મિક, આર્થિક અને સામાજિક) વિકાસ કરી શકવા સક્ષમ હોવો જ જોઇએ.

Read Full Post »

આપણું રાષ્ટ્રગીત જણ ગણ મન હોવું જોઇએ કે વન્દે માતરમ વિષય પર આજે મને એક મેઇલ મળી ..

ભાઇ, ગમે તે ગીતને રાષ્ટ્રગીત બનાવી શકાય …

તેનાથી શું પ્રત્યેક હૈયામાં રાષ્ટ્ર પ્રેમ ઉગી નીકળશે ?

જે દેશમાં નિરક્ષર લોકોની સંખ્યા ઇન્ટરનેટ વાપરનારા કરતાં ૧૦૦ ગણી વધારે હોય,

બીડી જલાઇ લે પર ઠુમકા લેનારા લોકોની બહુમતી હોય,

બીગબોસ કે સાસવહુની રોના ધોના સીરીયલ પાછળ સમય વેડફી દેનારી પ્રજા હોય,

નાગરિક જીવનના મૂળ મૂલ્યોનું – રસ્તા ઉપર ટ્રાફિકમાં કે ઇન્કમટેક્ષ ભરવામાં કે પોતાને સોંપેલુ કામ નિષ્ઠાપૂર્વક કરવામાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓથી દેશ ઉભરાતો હોય ..

ત્યાં …

ભાઇ … જણ ગણ મન હોય કે વન્દે માતરમ… શું ફેર પડે છે ?

ફેર પાડવો હોય તો …

તમે વંદેમાતરમની એક ઓડીયો સીડી બનાવો – ખર્ચ રૂ. ૫૦/–

૨ ફૂટ બાય ૪ ફૂટનું ફ્લેક્ષ બેનર બનાવો – જેમાં લખોઃ થોભો, સાંભળો અને વિચારો પછી સન્માન આપો. – ખર્ચ રૂ. ૧૨૦/–

તમારા શહેરની, ઘરની નજીક આવેલા જાહેર માર્ગ પર .. ચાર રસ્તા પર .. દરરોજ સવારે ૯.૦૦ થી ૯.૩૦ માત્ર અડધો કલાક આ સીડી ૨.૧ સીસ્ટમ કે એવા કોઇ એમપ્લીફાયરમાંથી વગાડો …

અને લોકોને.. પ્રજાને સન્માન આપવાની ટેવ પાડો.

કરી શકો તો .. એક સપ્તાહથી માંડી ને એક વરસ સુધી તમારા શહેરના કોઇ એક જ સ્થળે એકધારું કરવા જેવું આ કામ છે.

…. ખરેખર તો જે કરવાનું છે તે કોઇ કરતું નથી .. અને જે કરવાનો કોઇ અર્થ નથી તે … સમજી ગયાને ભાઇ ???

શુભેચ્છા સહ ..

Read Full Post »

નટવરભાઇ,
 
આવું વાંચીને પછી આગળ શું ?
 
રોજ સલાહ આપનારા લોકોનો અહિ તોટો નથી.
 
કામ કરવા વાળા કે કામમાં સહયોગ આપનારા લોકો જલ્દી મળતા નથી.
 
પણ આપણે …
 
કામમાં લઇ શકાય તેવો આઇડીયા મળે એટલે કામ શરૂ કરી દેવાનું.
 
આપણી પહોંચ બહારની વાતમાં પડીને દુઃખી નહિ થવાનું.
 
આપણાથી થાય તેટલું સ્વાવલંબી થઇને જ કર્યે જવાનું …. બીજા પર મદાર રાખવામાં મજા નથી.
 
કોણે શું કરવું જોઇએ … કહેતા પહેલા મારે (પોતે) શું કરવાનું છે તે જાતને પૂછી લેવાનું.
 
બરાબરને ??
 
છાપાના કટારલેખકોને તો કોલમ સે.મી.ના રૂપિયા મળે એટલે લખે.
 
ટીવી સીરીયલોમાં કલાકારોને રડવાના રૂપિયા મળે એટલે રડે.
 
ક્રિકેટરોને રમવાના રૂપિયા મળે એટલે રમે.
 
તમે તેમને લખવા, રડવા કે રમવા સિવાયનું કોઇ કામ રાષ્ટ્ર માટે કરતાં જોયા છે ??
 
દેશને માટે .. સ્વદેશી થઇને સ્વમાન સાથે જીવવાની હિંમત બાપના વિર્યમાંથી અને માના ગર્ભાશયમાંથી મળતી હોય તેવું મને લાગે છે.
 
તમને થતી વેદના માટે મને કોઇ સહાનુભુતિ નથી. તમારા શબ્દોમાં રહેલી લાચારી પર મને ગુસ્સો આવે છે. તમારા જેવો સેન્સીટીવ વ્યક્તિ ઇન્ટરનેટ પર આવી ચર્ચામાંથી મુદ્દો લઇને સીસ્ટમની સામે થઇ જવો જોઇએ નહિ કે અર્થ વગરની ચોળીને ચીકણું કરતી ચર્ચા લાંબી કરે.
 
મારી મદદની જરૂર હોય તો હવે ફોન કરજો … ૦ ૯૪૨૭૨૨૨૭૭૭.

Read Full Post »

મિત્રો,

૨૬મી નવેમ્બર, ૨૦૦૮ રાત્રે ૯.૪૫ કલાકે મુંબઇમાં હોટલ તાજ, હોટલ ઓબેરોય, નરીમાન હાઉસ, વીટી સ્ટેશન સહિતકુલ ૧૧ જુદા જુદા સ્થળોએ દેશમાં અત્યાર સુધીમાં થયેલા આતંકવાદી હુમલાઓ પૈકીના સૌથી મોટા અને વધુ પીડાકારક ઘટનામાં ૧૪ પોલિસકર્મી સહિત ૧૦૧ નાગરિકોએ જાન ગુમાવ્યા.

At 9.45 pm on 26th November, 2008 Terrorist attacked 11 locations of the City of Mumbai including the Hotel Taj, Hotel Oberoi Trident, Nariman House and Chatrapati Shivaji Terminus. The biggest ever in the history of the city and the Nation.

આઇપીએસ કક્ષાના ત્રણ ઉચ્ચ અધિકારીઓ શહિદ થયા.

101 people have lost their lives which include 3 IPS officers and 14 constables from Mumbai Police.

ફક્ત ૨૦–૨૫ આતંકવાદીઓ ૧૨૫ કરોડની વસતી ધરાવતા દેશને બાનમાં લે ત્યારે …

Just 20-25 of them took the whole Nation in Ban.

મારા / તમારા જેવા કોમન મેને શું કરવું જોઇએ ?

What are we - the Common Man like you and me; suppose to be DOing ?

મેં ૪૫૦ એમએલ રક્તદાન કર્યું.

I had donated 450 mls of blood in a local blood bank.

અને સંકલ્પ કરૂ છું કે ….. મારા વિસ્તારમાં રહેતા હોય તેવા, દેશને માટે શહાદત વહોરનાર જાંબાઝ જવાનો કે સિપાહીના પરિવારનું માન–સન્માન અને જીવન જરૂરીયાતો જળવાય તેનું અગ્રીમતા સાથે ધ્યાન રાખીશ.

On this occassion :

Let Us STOP talking & discussing, Please Begin to ACT about what you FEEL and THINK in a capacity that you can afford.

I will take care of the families of our brave soulders who have sacrificed their lives for the Nation while on Duty especially who live in the area where I live.

Now it’s my turn.

I won’t ask ….. when is yours ?

Akhil Sutaria

Read Full Post »

આખી દુનિયા જાણે છે કે,  

આતંકવાદ ફેલાવવામાં  

– કોણ સક્રિય છે.

– કયા દેશમાં આતંકવાદના કેમ્પ યોજાય છે.

– કઇ અને કેટલી કોમ તેને ઉછેરવાનું કામ કરે છે.

– કયા રાષ્ટ્રો તેમને આર્થિક મદદ કરે છે.

– કોણ ભાગ લે છે.

– કોણ પકડાય છે.

– કોણ ભોગ બને છે

– કેટલુ નુકશાન થાય છે

– કેટલી કિંમત ચુકવાય છે

– વિકાસ અને પ્રગતિના કાર્યો સામે કેવા અવરોધ ઉભા થાય છે

– રાષ્ટ્રની પ્રતિષ્ઠા / આબરૂનુ ….શું થાય છે.  

આ બધુ તમે પણ જાણતા જ હશો.  

મને લાગે છે કે એક બીજી કોમ પણ અસ્તિત્વમાં આવી છે.

સ્યુડોસેકયુલર.

આમની પાસે કોઇ કામ–ધંધો છે જ નહીં.

મને તો લાગે છે કે આ કિન્નરોના વંશજ છે.

જેના અસ્તિત્વને પણ હવે ગણત્રીમાં લેવામાં આવતું નથી.

પાયાની વાત એ છે,

વ્યક્તિ વધુમતિ કોમનો હોય કે લઘુમિતિ કોમનો ..

જે રાષ્ટ્રમાં તે રહેતો હોય ત્યાના કાયદા અને વ્યવસ્થા તેણે સ્વીકારવા જ પડે.

પોતાના કાયદે રહેવું હોય તો જે/તે કોમની વધુમતિ જે રાષ્ટ્રમાં હોય ત્યાં જતા રહેવાનું.

ધર્મપ્રેમ ઘરની અંદર રાખવાનો  .. અને રાષ્ટ્રપ્રેમ લઇને જ ઘરની બહાર નિકળવાનુ.

જરૂર લાગે તો …..

શોપિંગ મોલ્સની જેમ મંદિરમોલ્સ બાંધી દેવાના …

બધા જ ભગવાન, ઇશ્ચર … એક જ સાથે, એક જ જગ્યાએ !!

યા તો બધાને બોમ્બ મુકીને ઉડાવો કે પછી સૌની ઉપાસના કરો !!

અરે, ભાઇ … તે .. તો માણસની અંદર છે .. પત્થરમાં નહીં.

વિશ્વશાંતિ કદાચ તો જ સંભવ છે, જો ધર્મ ઝનુનને રાષ્ટ્રપ્રેમમાં ફેરવી નાખવામાં આવે.

અમારા પ્રેરણાદાયી ફિલ્મશો નો આ પણ એક હેતુ છે. કે, વિદ્યાર્થીઓ અને યુવાનોની શામેલગીરી વડે વર્તમાન વ્યવસ્થા કે પરિસ્થિતિમાં કેવુ પરિવર્તન કેવી રીતે અમલમાં લાવી શકાય કે જેથી આવી સમસ્યાનો અંત આવે.

‘આ પરિસ્થિતિમાં કોઇ ફેર નહી પડે‘ની માન્યતાવાળાઓથી અમે દૂર રહીએ છીએ.

‘માત્ર વાતોના વડા કરનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

‘સ્ટેજ પર બેસીને રાષ્ટ્રિયતાને બદલે બીનસાંપ્રદાયિકતા કે સાંપ્રદાયિકતાની પીપુડી વગાડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

‘કોણે, કયાં,શું કરવું જોઇએની માત્ર સલાહ આપનારા અને વિચારને અમલમાં મૂકવાથી ફસકી પડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

પણ …

આ દિશામાં … તનની પરવા રાખ્યા વગર અને મનની સચ્ચાઇ સાથે દેશદાઝથી સળગી રહેલા તમામ વ્યક્તિ / સંસ્થાઓને અમારો સહયોગ છે.

છેલ્લે … પરિવર્તન વાતો / ચર્ચા / મીટીંગો કરવાથી જ થતુ હોત તો કયારનુયે થઇ ગયુ હોત.

તમને શું લાગે છે ?

છતાં …. કોઇ નક્કર કાર્ય હાથ પર લેવું હોય તો જરૂર કહેજો.

Read Full Post »

આ પત્ર બે ભાગમાં લખી રહ્યો છુ –  દરેક સીક્કાને બે બાજુઓ હોય છે.

 

ભાગ – ૧ ( ભૂરા રંગના ફોન્ટ )

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સેટેલાઇટ ચેનલોવાળા …

આશારામબાપૂની પાછળ પડી ગયા છે …

આશ્રમમાં બાળકોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ ..

સાધકો અને પત્રકારો વચ્ચે અથડામણ ..

ઘટનાની માહિતિની મીડીયામાં પ્રસિધ્ધી …

નવો રેલો મધ્યપ્રદેશથી આવ્યો …

ગઇકાલે સાંજે ૫.૩૦થી … ટીવી પર .. ત્રણ ત્રણ ચેનલો …

દર્શકો પર રાત્રે ૧૧.૩૦ સુધી … હથોડા મારતી રહી …

ભાગ – ૨ ( લાલ રંગમા )

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સેટેલાઇટ ચેનલોવાળા …

આશારામબાપૂની પાછળ પડી ગયા છે … કોઇ મદ્રેસાના મૌલવી નથી જડતા કે હિંમત નથી ?

આશ્રમમાં બાળકોના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ .. શું બીજે ક્યાંય આવા અપમૃત્યુ થતા જ નથી ?

સાધકો અને પત્રકારો વચ્ચે અથડામણ .. રાઇટ ટુ ઇન્ફોરમેશનનો ઉપયોગ ન કરી શકાયો હોત ?

ઘટનાની માહિતિની મીડીયામાં પ્રસિધ્ધી … મારી ખીચડીમાં મારુ ઘી જેવુ નથી લાગતુ ? 

નવો રેલો મધ્યપ્રદેશથી આવ્યો … સ્ટીંગ ઓપરેશન શબ્દથી હવે દર્શકોને શુ, કેટલુ, કેવુ, કેટલી વખત, કેટલી વાર, કેવી રીતે બતાડવુ તે નક્કી થતુ હોય એવુ નથી લાગતુ ?

ગઇકાલે સાંજે ૫.૩૦થી … ટીવી પર .. ત્રણ ત્રણ ચેનલો … તેમના નામમાં ભારત આવે અને સાંપ્રદાયિક બીનસાંપ્રદાયિકતાની પોક મૂકે અને મહેમાનો પાસે મૂકાવતી હોય એવુ નથી લાગતુ ?

દર્શકો પર રાત્રે ૧૧.૩૦ સુધી … હથોડા મારતી રહી … સરવાળે દેશની પ્રગતિમાં ૬ કલાક ગુણ્યા કાર્યક્રમ જોનારાની સંખ્યા … આશરે / અંદાજે ફક્ત ૫ કરોડ જ હોય તો પણ … ૩૦ કરોડ માનવકલાકોનો બગાડ કર્યો હોય એવું નથી લાગતુ ?

…….. હુ આશારામજીનો ભક્ત / સાધક / કે વકિલ નથી.

…….. હુ પણ તમારી જેમ જ સ્વતંત્ર ભારતમાં મીડીયાની પરતંત્રતા, મોંઘવારી, ભાવવધારા અને રોજની સ્પર્ધાનો સામનો કરતો સામાન્ય નાગરિક છુ.

સામાન્યરીતે હુ ચેનલ બદલી જ નાખુ … પણ …

આ વખતે જાણવાની ઇચ્છા થઇ કે,

સ્ટીંગ ઓપરેશનના નામે અને કોમપ્યુટરની એડીટીંગની ક્ષમતા દ્વારા ….

વિષયની રજુઆતમાં કેવા અને કેટલા રંગ પૂરી શકાય …!!!

કહેવાય છે કે, ૧૦૦ વાર જુઠ્ઠાણુ ચલાવવામાં આવે તો એ પણ સત્ય લાગવા માંડે !

સાચું શુ અને ખોટુ શુ ?

સાચા કોણ અને ખોટા કોણ ?

સામાન્ય નાગરિકે કોનો ભરોસો કરવો ?

આ બધામાં દૂધે ધોયેલો એક જણ પણ છે ?

…… મારા વિચારોનો આ બળાપો નથી …

…. કંઇક સરસ લખવાના હેતુથી આ લખ્યુ નથી …

… હવે આપણા સૌનુ શું થશે એવો ભય નથી …

…. જન્માષ્ટમી ગઇ … કાન્હાએ જન્મ લઇ લીધો … એ મોટો થઇને આ પ્રોબલેમ સોલ્વ કરશે એવી આશા નથી …

…..  દુખની વાત અને સવાલ એક જ છે કે ….

.. મોટી મોટી વાતો કરનારા ભણેલા… ગણેલા… સુસંસ્કૃત .. સંસ્કારી …વિકસેલા… પ્રતિષ્ઠીતો …

નાની નાની એક્શન લેવામાં બીકણ, બાયલા, ડરપોક કેમ બની જાય છે ?

… દિમાગની વાત દિલથી કરી છે … 

 

ઇચ્છા થાય તો જ જવાબ આપજો …. આપવા ખાતર કે વિવેક જાળવવા ખાતર નહી.

Read Full Post »

 

અમદાવાદ, મુંબઇ, જયપુર અને બેંગલોરના 

આતંકવાદને તસ્વિરોમાં કે ટીવી પર જોયા પછી …

….  કોઇએ કવિતા કરવી નહીં.

સરદાર અને ગાંધીની ભૂમિ પર જીવો છો એ યાદ રાખીને …..

બહાદુર ગુજરાતીને શોભે એવો સંકલ્પ કરવો ..

યાદ રાખો …

તમારી ચબરાક નજર અને ચાલાક વૃત્તિ જ આતંકને કબ્જે કરી શકે એમ છે.

મોત તો આમેય, એક જ વાર આવશે … 

આમને આવી ગયુ ….

તમારુ ક્યારે ?? 

મોતના ભયથી ફફડવાની જરૂર નથી ..

જો તમારા શરીરમાં 

સાચા ગુજરાતીનુ લોહી વહેતુ હોય …

સાચા ભારતિયનુ લોહી વહેતુ હોય …

તો .. કાંડા મજબૂત કરો…

બાવડામાં તાકાત પૂરો …

બરગર કે કુરકુરે છોડીને ઘી–ભાખરી–શાકનુ લોહી બનવા દો …

રામ કે રહીમની કડાકૂટમાં ના પડશો ..

કૃષ્ણ કે કરીમની ભાંજગડમાં ના પડશો ..

જે રાક્ષસ 

ગરવી ગુજરાતને કે મા ભોમને લજવતો જણાય .. 

નુકશાન પહોંચાડતો જણાય ..

તો..તેને …પકડીને ..

ત્યાંને ત્યાં જ .. …… 

જાત પર જરૂર શંકા કરજો ..

જો આટલું વાંચીને  તમારી રક્તવાહીની ફુલી ન જાય ..

આંખનો રંગ લાલ ન થઇ જાય …

બાકી … પ્રેસ .. પોલિસ કે પોલિટીશીયનો … પ્રજાને ..

એટલેકે .. તમને કે મને બચાવે …

એ વાતમાં .. …… …  …..

 

 

Read Full Post »

તેજાબ … નો ઊપયોગ કયારે, કયાં, કેમ, કેવી રીતે અને કોને માટે ..

કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા લોખંડને ઢીલુ કરવા …

અત્યાર સુધીની જીવનસફરના મારા ૫૧ વરસના જ નાનકડા જીવનકાળમાં એવા એવા માણસોય મળ્યા કે,

જેમના તન અને મન …

કટાઇ ગયેલા,

સડી ગયેલા,

કોહવાઇ ગયેલા,

ગંધાઇ ગયેલા, 

અને નબળા પડી ગયેલા જણાયા …

એવા લોકો ડરપોક અને દંભી વિચારધારા સાથે …

જીવનના મુલ્યોની નવી વ્યાખ્યા કરવા માંડયા …

સગવડતા ખાતર .. સલામતી જોઇને .. સુરક્ષાનો વિચાર કરીને …

સભ્ય અને સંસ્કારી ઘરોમાં દુર્બળ યુવાનો પેદા કરવા માંડયા …

પરિકલ્પનાઓ અને પરિકથાઓમાં રાચતા ..

પરસેવો પાડવાની વાત તો દૂર રહી …

રોજ સવારે રડતા ..

કશુંય કરી શકવાને લગભગ અશક્તિમાન થઇ ગયેલા …

નિસ્તેજ ચહેરાઓને

જોવાનુ હવે મને મંજૂર નથી …

એટલે જ …

આ તેજાબ .. ના બે .. બે બુંદથી …

કટાઇ ગયેલા, સડી ગયેલા, કોહવાઇ ગયેલા, ગંધાઇ ગયેલા, નબળા પડી ગયેલા

લોકમાનસને ચળકતુ – ચમકતું કરવાનો મારો આ પ્રયાસ છે.

… હવેથી વાતો બંધ .. કામ શરૂ…… છે મંજૂર ? ?

– અખિલ સુતરીઆ

Read Full Post »

કહેવાતા વિકસેલા, આગળ વધેલા, ભણેલા–ગણેલા વર્ગનું તેજાબી અપમાન એટલે ….

૬૧ વરસ પછીના આઝાદ ભારતમા પછાત વર્ગનુ અસ્તિત્વ !!

પછાત કોમ, પછાત વર્ગ, પછાત જ્ઞાતિ …….. 

પાકી ગયા છે કાન મારા ….

પછાત અને પછાતોની રામકહાણી સાંભળીને.

સાલ્લા, બધા જ રડે ….

બધાને જ ફાયદો જોઇએ ….

બધાને જ લાભ … નિરંતર લાભ જોઇએ…..

દાદાએ લીધો .. દિકરાએ લીધો .. દિકરાના દિકરાએ પણ લીધો … એના દિકરાના દિકરા – જમાઇ લાઇનમાં ઉભા છે….

સમાજ કલ્યાણ ખાતાની મુખ્ય કામગીરી શું ? એવો સવાલ જયારે મે શહેરના જાહેર માર્ગો પર ચાલતા જતા સામાન્ય નાગરિકોને કર્યો ત્યારે ….

જવાબ – ૧ .. બોસ, આપણને ખબર નથી.

જવાબ – ૨ .. ભગવાન જાણે ..

જવાબ – ૩ .. પબ્લિકના પૈસા ચાઉં કરી જવાનુ..

જવાબ – ૪ .. બેકવર્ડ ક્લાસના ફોરવર્ડ માણસોને વિવિધ યોજનાઓના લાભ આપવાનુ..

જવાબ – ૫ .. સવર્ણોનું શોષણ કરવાનુ..

જવાબ – ૬ .. સરકાર કે મુખ્યમંત્રીની ચાપલૂસી કરવાનુ..

…… સાતમો જવાબ મેળવવાને બદલે …. મે સવાલ બદલ્યો ….

યાર, ૬૧ વરસથી આપણા દેશમા આ પછાત વર્ગના લોકો કરે છે શું ?

પછાત વર્ગના લોકોને શા માટે પછાત ગણવા જોઇએ ?

પછાત વર્ગના લોકોને કેવીરીતે પછાત ગણવા જોઇએ ?

પછાત વર્ગની આ માનસીકતા નાબૂદ કરવા શું કરી શકાય ?

જેનુ કામ જે કરેના સિધ્ધાંત પર અસલની વર્ણ અને વ્યવહાર વ્યવસ્થાની ચાર મુખ્ય જ્ઞાતિઓ – બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્રની જાણકારી સૌને છે જ.

આજનુ તંત્ર કેમ ખોરવાઇ ગયુ છે ?

કયાં, કોની, કેવી ભૂલ થઇ છે ?

કેવીરીતે આ ભૂલ સુધારી શકાય ?

… છે કોઇ રસ્તો ?

હા … જલદ .. તેજાબી રસ્તો .. છે.

આજે રાત્રે ૮.૦૦ કલાકે ભારતિય સમયાનુસાર ..  www.akhiltv.com  .. પર લાઇવ !!

Read Full Post »

આજના અખબારોએ રોજના ૧૬ પાના પર ૮ – ૮ કોલમો ભરવાની હોય છે.. 

ચેનલોએ ૨૪ કલાક પોતાનો રોટલો શેકવાનો હોય છે ..

કયા બાપુના કયા આશ્રમમાં કોણ .. કયાં .. કયારે … કેવીરીતે … શું કરે છે .. ની ઝીણામાં ઝીણી માહિતી રોજ સવારે બે રૂપિયામા વેચવા સીવાય કોઇ કામ ખરુ ?

એમના જ રીપોર્ટમાં કહેવામાં આવેલ નાલાયકોના કપડાં ઉતારી પ્રજાને હવાલે કરવાનુ કામ કરવાની હિંમત કોઇ અખબાર કે ચેનલ પાસે છે ?

ત્યારે તો …

મીડીયા માત્ર સમાજનો અરીસો છે … પર વાત અટકી જાય છે …

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારીઓ …

આવા મામલામાં પ્રજાને સાચો માર્ગ બતાવવા આગળ આવી શકે એમ છે ?

કે પછી ..

તેઓ પણ ગંગા કિનારે …

ગંગાજળ પીને …

નિવૃત્તિ લઇને નિષ્ક્રિય થઇ ગયા છે ? ?

Read Full Post »

 

માણસને થાક કયારેક એવો થકવી મારતો હોય છે કે …

નવી શક્તિનો સંચાર કયાંથી કરવો તેની ગડમથલ ઊથી ભઇ જતી હોય છે.

તેમ છતાં થાકને જાણવો હોય તો ….. સાંભળો ..

icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Hits (2)

Read Full Post »

મોંઘવારી ઘટાડવાને બદલે વધારી રહેલી સરકારને જે પ્રજા સહન કરે તેને …. મારે હવે કંઇ કહેવું નથી.

ચાર્લસ કે બોઇલ્સના નિયમાનુસાર ચાલતા રોજીદા વપરાશના કોઇ પણ બે ઊપકરણોના નામ આપી ન શકનાર પદાર્થવિજ્ઞાનના સ્નાતકને …. મારે હવે કંઇ કહેવું નથી.

ઓહ્મના નિયમનો ઉપયોગ કરી ન શકનાર ઇલેકટરીકલ એન્જીનીયરને …. મારે હવે કંઇ કહેવું નથી.

નો એન્ટરીમાં ઘૂસી જઇને હવાલદારને હાથે પકડાતા .. ૫ – ૫૦ પધરાવી પલાયન થઇ જતા મોરલ એજયુકેશનના શિક્ષકને…. મારે હવે કંઇ કહેવું નથી.

શિવાજી, અભિમન્યુ કે લવકુશના બાળપણની વારતાઓને બદલે હેરી પોટર તરફ જઇ રહેલા ભારતિય બાળકોને…. મારે હવે કંઇ કહેવું નથી.

પગારના મસમોટા પેકેજ પાછળ ગાંડાતૂર થયેલા યુવાનોને …. મારે હવે કંઇ કહેવું નથી.

શિક્ષણ – શાળા કે કોલેજને બદલે ટયુશનમાં જ સારુ મળેની માન્યતા છોડી ન શકનાર વાલીઓ અને વિધ્યાર્થીઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

કુરકુરે કે પોટેટો ચીપ્સ ખાઇને ઉછરતા બાળકોની શારિરીક ક્ષમતા અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

પ્રાકૃતિક ગતિની અવગણના કરીને જીવનની ઝડપ વધારી દેતા વૈજ્ઞાનિકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

અવસાન બાદ બારમા કે તેરમાની વિધી શા માટે .. નો જવાબ આપી ન શકનાર શાસ્ત્રીજીને …. મારે હવે કંઇ કહેવું નથી.

પત્થરની મૂર્તીમાં ઇશ્વરને શોધતો માણસ પોતાની જ અંદર શ્વસી રહેલાને પામી ન શકે તો …. મારે હવે કંઇ કહેવું નથી.

ડગલેને પગલે…શીષ્ટાચારપૂર્વક ભ્રષ્ટાચાર તરફ ઘસડીને લઇ જતી પરિસ્થિતિ અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

મુંબઇ, બેંગલોર, જયપુર અને અમદાવાદના આતંક વિરોધમાં ભાષણો ઠોકનારા નેતાઓના લેંઘા ઉતારી; તેમની સાન ઠેકાણે લાવી ન શકનાર પ્રજાને …. મારે હવે કંઇ કહેવું નથી.

પોતાને પછાત જ્ઞાતીમાં શામેલ કરાવવાનો આગ્રહ રાખી આંદોલન આદરતી પ્રજાને આત્મસન્માન અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

અમીર વધુ અમીર ને ગરીબ વધુ ગરીબ બને એવી આર્થિકનીતી ઘડનારા ફાયનાન્સ મીનીસ્ટરને …. મારે હવે કંઇ કહેવું નથી.

ભૌતિક સુખ સગવડના સાધનો કે ચીજવસ્તુઓને બદલે રોજીદા જીવન વપરાશની જરૂરીયાતો પર ભારે કર અને ભાવ વધારો ઝીકતા ફાયનાન્સ મીનીસ્ટરને …. મારે હવે કંઇ કહેવું નથી.

સાદગીપૂર્ણ જીવન જીવવાનો ઊપદેશ આપતા બાપુઓ કે સંતોના લખલૂટ વૈભવને છતી આંખે જોઇ ન શકનાર પાગલ ભક્તોને …. મારે હવે કંઇ કહેવું નથી.

પત્થરની મૂર્તીને ૫૬ ભોગ ધરાવનાર જયારે સામે ઉભેલા સાક્ષાત મજૂર નારાયણની ભૂખ જોઇ ન શકે ત્યારે …. મારે હવે કંઇ કહેવું નથી.

દીક્ષાના વરઘોડામાં બે – પાંચ – દસ મણ ઘીની ઉછામણી બોલનાર વેપારી ગ્રાહકનો રૂપિયો પણ ન છોડી શકે ત્યારે …. મારે હવે કંઇ કહેવું નથી.

રાષ્ટ્રહિતની ફક્ત વાતો જ કરનારા અને માત્ર સ્વહિતના સ્વાર્થી કામો કરનારા લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

શેર ટામેટા કે પોણો શેર બટાકાનો ભાવ ગણી ન શકનાર કોમર્સ ગ્રેજીયુએટને …. મારે હવે કંઇ કહેવું નથી.

ભૂતકાળના સંસ્મરણો છોડી વર્તમાન વાસ્તવિકતાનો સ્વિકાર કરી ન શકનાર વડીલોને …. મારે હવે કંઇ કહેવું નથી.

ધર્મના વાડામાં જ રહીને, ધર્માંતરણ કરાવતા કટ્ટરપંથીઓને રાષ્ટ્રધર્મ અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

પરાયાને પોતાના ગણવામાં જ પોતાનાને પરાયા થઇ જતા રોકી ન શકનાર સગાસબંધીઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

અનરીયલ રીયાલીટી શો  માં પુછાતા ગાંડા સવાલોના જવાબ એસએમએસ દ્વારા મોકલી ઇનામ મેળવવાની આશાએ બેસી રહેતા લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

મોંઘાદાટ સેલફોન કે મોબાઇલ ફોનમાં બાપાને ખર્ચે નાખેલા સીમ કાર્ડનુ બીલ પણ ગણી ન શકનાર તરૂણ – તરૂણીઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

લબરમૂછીયા બાળકોને પૂરઝડપે દોડી શકે તેવી મોટરસાયકલ અપાવી દેતા બીનજવાબદાર માતા–પિતાને …. મારે હવે કંઇ કહેવું નથી.

કાજુ કીસમીસ કરતા પણ મોંઘા એવા ગુટકા ના વ્યસની બની ગયેલા બુધ્ધીશાળી લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

રબડી કે ખીર કરતા પણ મોંઘી શરાબના વ્યસની બની ગયેલા કહેવાતા ફોરવર્ડ લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

ફેશનના નામે દિકરીઓને અતિશય ટૂંકા વસ્ત્રો પહેરતા રોકી ન શકનાર નમાલા બાપને …. મારે હવે કંઇ કહેવું નથી.

રાધાકૃષ્ણ, રામસીતા, લક્ષ્મીનારાયણની સંસ્કૃતિ પર થઇ રહેલા પશ્ચિમના આક્રમણને રોકી ન શકનાર ધર્મગુરૂઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

ધોળા કપડા હેઠળ કાળા કરતૂત કરનારાઓને ઓળખી ન શકનાર મૂરખ પ્રજાને …. મારે હવે કંઇ કહેવું નથી.

વિદેશી કંપનીઓની લોભામણી અને છેતરામણી જાહેરાતોથી ભોળવાઇ જતી નિરક્ષર અને શ્રમજીવી પ્રજાને થતા આર્થિક નુકશાન અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

સ્વદેશમાં નિરાંતે જીવતા માબાપને, વિદેશ બોલાવી બેબીસીટર કે કેરટેકર બનાવી દેતા દિકરી–જમાઇ કે દિકરા–વહુને …. મારે હવે કંઇ કહેવું નથી.

સાંપ્રદાયિકતા અને બીનસાંપ્રદાયિકતા ના મુદ્દાને ગરમા ગરમ રાખીને રાષ્ટ્રિયતાને ભૂલવાડી દેનારા સ્યુડો સેક્યુલારીસ્ટોને …. મારે હવે કંઇ કહેવું નથી.

રીયાલીટી શોની ડ્રામાબાજીથી જાણી જોઇને મૂરખ બનતા દર્શકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

કાવાદાવાથી ખદબદતી .. સુખીસંસારને આગ લગાડી શકે તેવી સાસુ–વહુની સીરીયલો પાછળ ઘેલી થનાર મહિલાઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

સારા કરતા વધુ નરસા સમાચારોનુ ઉત્તેજનાપૂર્ણ રીતે પ્રસારણ કરતી ચેનલોનો બહિષ્કાર કરી ન શકનાર પ્રજાને …. મારે હવે કંઇ કહેવું નથી.

.

.

.

આટલું વાચીને તમને પણ થાય કે,

ઓહ.. અખિલભાઇ… ચાલો.. ચાલો…. આપણે કોઇકને કંઇક તો કહેવું જ જોઇએ ….

…. પણ…… કોને…. શું કહીએ ?

….. કોઇ સાંભળતું જ નથી …..

તો પછી …. મારે હવે તમને પણ કંઇ કહેવું નથી.

 

icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Hits (223)

Read Full Post »