Podbean Podcast Site Category :   General   Tags :                          
Feed on
Posts
Comments

Archive for the 'Uncategorized' Category

મિત્રો,
 
મને એવો વિચાર આવ્યો કે,
 
– જો તમે ગુજરાત રાજયમાં રહેતા હો,
 
– જો તમારે ત્યાં બીએસએનએલનો લેન્ડલાઇન ફોન હોય,
 
– જો તમે ૧૦ થી ૩૦ મીનીટ મારી સાથે મારા ફોન નં. 02632 243474 પર વાતચિત કરી શકો,
 
અને જો તમે તમારા શહેરની નવાજૂની અંગે મારા કેટલાક સાદા .. સરળ.. સહેલા .. સવાલોના જવાબ ફોન પર આપવાની ઇચ્છા રાખતા હો તો …
 
રેડિયો અખિલ પર તમે મને આપેલી જાણકારી તમારા જ અવાજમાં વિશ્વભરના ગુજરાતી શ્રોતાઓ માટે પ્રસારીત કરીશું.
 
ઉદાહરણ તરીકે –
 
૧. ….(તમારા શહેરનું નામ)…. ની નવાજૂની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ….( તમારા શહેરનું નામ )…. ની નવાજૂની રજૂ કરશે …. ( તમારું નામ )
 
૨. નમસ્તે,  સૌ પ્રથમ તો રેડિયો અખિલના તમામ શ્રોતાઓને તમારા નામ, ગામ અને કામની સંક્ષિપ્ત માહિતી આપી દો.
 
૩. તમારા શહેરની એવી નવાજૂની કે જે વિશ્વના ગુજરાતીઓએ સાંભળવી જોઇએ તે એક કાગળ પર મુદ્દાસર લખી રાખો. ત્યાર બાદ મારી સાથે વાર્તાલાપ સ્વરૂપે રજુ કરો. ( સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા કોઇ પણ વિષયના મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવા ).
 
કોઇ સવાલ ?  વધુ માહિતી માટે ફોન કરો 9427222777
 
નવાજૂની જણાવવા ડાયલ કરો … 02632 243474
 
કેવો લાગ્યો આઇડીયા ??
4976 | 30.03.2009

Read Full Post »

૨૬.૦૨.૨૦૦૯ / ૪૪૭૪

પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો સમજી શકે તેવી ભાષામાં જવાબ લખવા વિનંતી.

સ.૧ જીવન વિમો એટલે શું ?

સ.૨ જીવન વિમો શા માટે લેવો જોઇએ ?

સ.૩ જીવન વિમો ક્યારે (કઇ ઉંમરે) લેવો જોઇએ ?

સ.૪ જીવન વિમાના લાભ અને ગેરલાભ જણાવો.

સ.૫ જીવન વિમાની તમે જાણતા હો તેવી અન્ય બચત યોજના કે પધ્ધતિ સાથે સરખામણી કરો.

Read Full Post »

दोस्तो मेरा नाम है अखिल सुतरीआ

मैं आपको परिचय दुंगा हमारे अभियान मार्गदर्शनका .. जीसके द्वारा हम स्थानिक विद्यार्थी, युवाओ और महिलाओको हमारे द्वारा निर्मित छोटी प्रेरणादायी विडीयो फिल्मे दिखाकर वैश्विक जानकारी और ग्यान देनेका काम करते है

आप और हम मीलकर यह फिल्म शोका आयोजन कर सकते है जीसके द्वारा जीवन बहेतर कैसे बनाया जा सकता है, जीवनमे तरक्की कैसे कर सकते है और एसे ही आम जीवनसे जुडे हुए कइ ओर भी विषिय पर बडी आसानीसे ग्यान और जानकारी स्थानिक लोगोको दीये जा सके

आगे सूनिये …

Listen Now:


icon for podbean  Standard Podcasts: Play Now | Play in Popup | Download | Embeddable Player | Hits (1106)

Read Full Post »

આયોજન

રાજકોટ, ચોરવાડ, ગડુ, તલાલા, વેરાવળ, સોમનાથ અને અમદાવાદનો પ્રવાસ.
 
૦૨.૦૨.૨૦૦૯ થી ૦૭.૦૨.૨૦૦૯
 
 
તા. ૦૨.૦૨.૨૦૦૯ને સોમવારે વલસાડથી સૌરાષ્ટ્ર જનતા એક્ષપ્રેસ દ્વારા નીકળીને તા. ૦૩.૦૨.૨૦૦૯ને મંગળવારે રાજકોટ પહોંચવું.
 
રાજકોટમાં મળશું –
 
ડો. વિમલ હેમાણી, ડો. હર્ષદ પંડીત, હિતેષ જોષી, કાજલ જોષી, હિતેન ભટ્ટ, અમિત રામોલિયા અને જો તમે પણ રાજકોટના જ
હો તો તમે !!! (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૩.૦૨.૨૦૦૯ રાજકોટથી સાંજે ૪ના સુમારે નીકળી સોમનાથ જતી બસમાં ચોરવાડ ૭.૩૦ સુધીમાં પહોંચવું.
 
તા. ૦૪.૦૨.૨૦૦૯ અને તા. ૦૫.૦૨.૨૦૦૯ ચોરવાડ, ગડુ અને તલાલાના યુવક યુવતીઓ માટે જીવનવિકાસલક્ષી કાર્યશાળા અને ફિલ્મ શો. જીતુભાઇ ભટ્ટ અને ઉજવલકુમાર. (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૬.૦૨.૨૦૦૯ વેરાવળ, સોમનાથ દર્શન અને સ્થાનિક લોકો સાથે મુલાકાત. વીડી ગોહિલ, શ્રી. તન્ના.
(સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૬.૦૨.૨૦૦૯ને શુક્રવારે રાત્રે વેરાવળથી સોમનાથ એક્ષપ્રેસ દ્વારા નીકળીને તા.૦૭.૦૨.૨૦૦૯ મળસ્કે અમદાવાદ પહોંચવું.
 
અમદાવાદમાં મળશું –
 
હસુભાઇ, પ્રિન્ટોમેજીક, ઉપરાંત અનુકૂળતા હશે અને પ્રત્યુત્તર મળે તો પ્રણય વસાવડા, જીતુ પારેખ, મહેન્દ્ર શાહ, જયવંત પંડયા, મહેશ પટેલ, અનિલ સક્સેના, ભામિની દવે, સુમનબહેન શાહ, પ્રવિણ કોઠારી અને જો તમે પણ અમદાવાદમાં જ હો તો તમે !!! (સાથે સાથે અખિલટીવીના એપીસોડસનું પ્રોડક્શન)
 
તા. ૦૭.૦૨.૨૦૦૯ની સાજે ગુજરાત ક્વીન દ્વારા વલસાડ પાછા ફરવું.

Read Full Post »

‘પછાત‘ એટલે શું ? પછાત કોણ હોય ? વ્યક્તિ .. વર્ગ .. કે જ્ઞાતિ ?

સરકારે જાહેર કરેલ જ્ઞાતિમાં જન્મ થાય એટલે પછાત ? તે સિવાયની જ્ઞાતિમાં જન્મેલા પછાત ના હોઇ શકે ?

વાણિયા .. બામણ .. પટેલો …. આ મોંઘવારીમાં ભલે ભુખ્યા મરતા હોય … પણ તેમને પછાત નહિ ગણવામાં આવે. અમરસિહ કે માધવસિહ નેતા હોવા છતાંય પછાત ??

સરકારી યોજના દ્વારા શું થવું જોઇએ ? વિકાસ .. કોનો ? પછાત વ્યક્તિ, વર્ગ,  વર્ણ કે જ્ઞાતિનો ?

વિકાસના કાર્યોમાં નાબૂદી હોય ખરી ?

નાબૂદ કરવી જરૂરી છે પછાતવિચારધારાને. પોતાને પછાત ગણાવીનેગૌરવ અનુભવતા એ તમામ લોકોને સમજાવવાની જરૂર છે કે આત્મ સન્માન એટલે શું ?

તમે શું વિચારો છો ? તમને કદાચ એવો વિચાર આવે કે,  

આ માટે અમુક ક્રાંતિકારી પગલા ભરાવા જોઇએ..પણ કમનસિબે આ સુધારો કરવો એ આંગળી ને વેઢે ગણી શકાય એટલા લોકો જ કરે છે. અને કાયદાકીય રીતે અભય છે.. કોઇ પણ જગ્યાએ  જ્ઞાતી દર્શાવવાનું સદંતર બંધ થાય તો જ હાલના મુઠી ભર લોકો જ્ઞાતિ વાદ નો ઉપયોગ બંધ કરે. 

તમારા જેવી જ લાગણી દેશની પ્રગતિ ઇચ્છતા સૌ નાગરિકો અનુભવતા હશે. અને સૌ એવી આશામાં જીવી રહ્યા છીએ કે કોઇ .. આવશે … અને સફાઇ કરી આપશે. મને લાગે છે કે … એવું કદી નહિ થાય. મારા આ વાક્યમાં નિરાશાવાદ નથી પણ વિશ્વાસ છે. અસમંજસ નથી. સફાઇ મારે અને તમારે જ કરવાની છે.

 

એવી પણ તૈયારી રાખવાની કે આ કામમાં તમારા અને મારા સીવાય આ દેશના ૧૨૫ કરોડ લોકો માત્ર જોવાનું કામ કરશે… ટીકા કરશે … તમને અને મને નિરુત્સાહી કરશે .. ગાંડા ગણશે … 

 

ટેકો આપનારા, શબ્દોથી પ્રોત્સાહિત કરનારા …. પરસેવો પાડવાના સમયે … ક્યાય પલાયન થઇ જતાં મેં જોયા છે. કારણકે, …. તે તેમની ફિતરત છે … તેમને પડેલી ટેવ .. કુટેવ કે આદત છે. ( હાથી પાછળ …. ) બોલવું અને કરવુંની વચ્ચે આસમાન જમીનનો ફેર છે.

 

મારા સત્યના પ્રયોગોથી વધારે સારુ માર્ગદર્શન આ વિષય પર આપી શકે તેવું પુસ્તક મારી જાણમાં નથી.

 

કોઇ અજ્ઞાત કારણોસર કહેવાતા મોટા અને બુદ્ધિશાળી લોકોના એનજીઓ માત્ર સુફિયાણી વાતો જ કરતા જણાયા છે. પરિસ્થિતીમાં પરિવર્તન લાવવા પરસેવો પાડવા કેટલા તૈયાર છે ?

 

આ તો જેતે જ્ઞાતિના લોકોને જ લાગવું જોઇએ કે પછી તેવી જ્ઞાતિઓના પ્રત્યેક પરિવારની મુલાકાત કરીને અથવા તેમની સભાઓમાં જઇને એ સમજ આપવી જોઇએ કે તેમની જ્ઞાતિનો પછાત જ્ઞાતિના લીસ્ટમાં સમાવેશ એજ તેમનું હડહડતું અપમાન છે. કોઇ પણ જ્ઞાતિનો .. કોઇ પણ વર્ગનો .. માથે કાળા કે ધોળા વાળ વાળો, બે હાથ અને બે પગ અને એક શક્તિશાળી દિમાગવાળો .. આ ધરતી પર રહેતો કોઇ પણ માનવી .. આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે લાચારીથી જોજનો દૂર રહીને મફતનું લેવાની વૃત્તિ વગર જીવી જ શકે છે.

 

અમે આ દિશામાં કાર્યશીલ છીએ. – અખિલ સુતરીઆ / ૯૪૨૭૨૨૨૭૭૭ / www.akhiltv.com

Read Full Post »

Dear Kankshitbhai and Vimalbhai,

I am glad that this eForum has started vibrating. I agree and do believe that if at all we are looking forward to see THE CHANGE around us, we need to change ourselves as a FIRST STEP towards it.

The question here is WHAT TO CHANGE IN OURSELF ?

I THINK - We need to change the personal belief system.

We have to BEGIN BELIEVING THAT THE CHANGE IS POSSIBLE.

…… as we have thousands of people around us who have built a VERY STRONG belief of “NOTHING CAN BE CHANGED”

…. દા.તઃ ઉપરથી ભગવાન પણ ઉતરી આવે તો હવે આ દેશને કોઇ બચાવી શકે તેમ નથી.

…. એવું કહેનારાઓની વચ્ચે રહીને પણ આપણે એ માનવું જ રહ્યું કે ….

મારે જોઇતા પરિવર્તન માટેની શરૂઆત મારાથી જ થઇ શકે તેમ છે…

એટલે મારે મારી જૂની માન્યતાઓ છોડી, આ નવી માન્યતામાં શ્રધ્ધા રાખી અને મનોબળ મજબૂત કરીને ….

મારા વિચારોને મારા વર્તન તેમજ વ્યવહાર દ્વારા અમલમાં મૂકવાનું શરૂ કરી દેવું જોઇએ….

કદાચ શરૂઆતમાં આમ કરવામાં હિંમત ઓછી પડે કે ડગમગી પણ જવાય …

….. છતાં …. જબરજસ્ત ધિરજ સાથે લગે રહો !!! ….

તમને થતા ….. પ્રત્યેક અનુભવે તમે તમારુ મનોબળ મજબૂત થતું અનુભવશો……

મને થયેલા અનુભવે જ મને આ સમજ આપી છે.

ત્રણસોને સત્તરમો સંદેશ પોસ્ટ થયા પછી જ અહિ પરિણામ મળ્યુંને ? ( વાત ગંભીર છે પણ હળવાશથી લેજો …. ધીરજના ફળ મીઠા અને ઉતાવળે આંબા ના પાકે …. તે આનું નામ …)

આ જ ચર્ચાને અથવા આને સંબંધિત અન્ય વિષય પર આપણે અખિલટીવી ડોટ કોમ પર લાઇવ વેબકાસ્ટ દ્વારા પણ કરી શકીએ તેમ છીએ. તેની ખાસ નોંધ લેશો. આ માટે તમારુ પીસી માઇક, સ્પિકર અને વેબકેમ સાથે જોડેલું હોવું જોઇએ. …….

બાકીનું કામ મારે કરવાનું …..

બહુ સહેલુ છે. ચાલો ….

સાથે મળી વિશ્વના ઓટલે બેસીને એવી નક્કર યોજના બનાવીને અમલમાં મૂકીએ કે જેથી …

સાચા અર્થમાં ‘મેરા ભારત મહાન‘ બની જાય.

છો તૈયાર ??

Read Full Post »

જયવંતભાઇ,

લોકોનું માનસ સમજવા જેટલું અઘરું કોઇ કામ મને લાગ્યું જ નથી. તમારી વાત સાચી છે પણ આનો ઉકેલ મારી પાસે નથી. જેમણે મારા અખિલટીવીના ગુગલ ગૃપ એટલે કે ‘અખિલટીવી ઇ ફોરમ‘ની સદસ્યતા મેળવી છે તે સૌને મેં મારા દ્વારા હાથ ધરાયેલા સર્વેની લિંક ચાર વખત મોકલી હતી. જેમાં તમે જણાવ્યા છે તે સંબંધિત મુદ્દાઓ પર સૌના અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

૭૭૫ની સંખ્યા ધરાવતા આ ગૃપના ફક્ત ૨૨ (બાવીસ) વ્યક્તિઓંએ જ જવાબ આપવાની તસ્દી લીધી. ઇ મુખપત્રમાં ( વન વે )થી ઇ ફોરમ ( ટુ વે / મલ્ટીપલ વે )બનાવવાનો નિર્ણય લીધો. જેથી વાચકો પરસ્પર ચર્ચા કરી શકે. હજુ પણ બધા જ સભ્યોને જીમેઇલની થ્રેડ અને ન્યુ ટોપીક ની સગવડનો ઉપયોગ કરવાની ફાવટ નથી. જેને લીધે …કોઇ પણ વિષય પર વાચક તે મેઇલ જયારે વાંચે, પછી તેની પર વિચારે અને પછી તેને સમય મળે ત્યારે પોતાનો પ્રતિભાવ મોકલે….. એટલે થ્રેડ તરીકે મોકલાયેલા પ્રતિભાવ પોતાની જગ્યાએ તારીખ પ્રમાણે ગોઠવાઇ જાય પણ નવા ટોપીક તરીકે મોકલાયેલ તે જ વિષયનો પ્રતિભાવ તમે કહો છો તેવી ગરબડ ઉભી કરે છે. ગુગલ હેલ્પમાં આ બધી જ જાણકારી આપી છે.

શરૂઆતમાં મેં ૧૦૦થી ૧૨૫ મિત્રોને આ ગૃપમાં જોડી દીધા હતા. આ બધા મારા જુના યાહુ પરના મિત્રો હતા/છે. હું બધુ મળીને સાત ગૃપ મોડરેટ કરું છુ. મેં સૌને સલાહ આપી છે અને જાણ કરી છે કે પોતાના રસ પ્રમાણે જ જે તે ગૃપમાં રજીસ્ટર થવું. બે–ત્રણ મેઇલ એવી હોય છે જે બધા ને મોકલું છુ. બાકી બધી જે તે ગૃપના મુખ્ય વિષય પ્રમાણે મોકલું છુ. છેલ્લા સાત મહિના દરમ્યાન મેં એક પણ વ્યક્તિને રજીસ્ટ્રેશન માટે આમંત્રણ મોકલ્યું નથી. મારી વેબસાઇટ પરથી મુલાકાતી પોતે જ પોતાને મેઇલીંગ લીસ્ટમાં ઉમેરવાનું કામ કરી શકે તેવી સુવિધા કરી છે. વ્યક્તિ એક કરતાં વધુ ગૃપના મેમ્બર હોય તેમને સ્વાભાવિક છે કે મેઇલ્સનું ડુપ્લિકેશન થશે. આમેય ફોરવર્ડ થઇને આવતી એકની એક મેઇલ્સ કોઇ પણ ગૃપના મેમ્બર ન હોવા છતાંય મળ્યા જ કરે છે ને ? આનો મને કોઇ ઉકેલ દેખાતો નથી.

હવે તમારા જે અંગત મિત્રો છે …. કે જેઓ પત્રકાર નથી જેમને હું પણ ઓળખતો નથી… તેમના આઇડી પર ઇમુખપત્ર/ ઇફોરમમાં જોડાવાનું આમંત્રણ તમારા સુચનથી મોકલ્યું હતુ. જે તેમણે સ્વીકાર્યું અને તેમને મારી મેઇલ્સ મળતી થઇ. હવે મારી દ્રષ્ટિએ તેમની પાસે બે જ વિકલ્પ છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવો અથવા આ ગૃપમાંથી અનસબસ્ક્રાઇબ થવા માટેની લીંક પણ પ્રત્યેક પોસ્ટની નીચે ફૂટનોટમાં મૂકીજ છે તેનો ઊપયોગ કરીને વિદાય લેવી. [ akhiltv-unsubscribe@googlegroups.com ]

જગત તો માનવમેળો છે …. મળવું … જાણવું … વિદાય લેવી …. આ બધું તો ચાલ્યા કરે. અને એક સાથે .. એક જ સમયે …. સૌને પસંદ પડે તેવું કોઇ એક કામ આ વિશ્વમાં શોધ્યું જડવાનું નથી… તેથી મને લાગે છે કે, દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુધ્ધી વડે નિર્ણય લઇને એવું કામ કરવું કે જેમાં પોતાને મોજ પડે.

મારી છાપ ….. બગડે …. સુધરે ….. કોના પર ?? જે મને જાણે છે તે મને જાણે જ છે. જે મને નથી જાણતા ત્યા શું ફરક પડે છે ? આમેય ….. સ્મશાનયાત્રામાં ચાર જ હોય…. જે મને મળી ગયા છે.

આપણી મિત્રતા … એ આપણો સંબંધ છે. વિચાર કે વ્યવહાર નથી.

ગુગલ ટોક અને યાહુ મેસેન્જરે ભેટમાં વાયરસ આપ્યા છે …

ઉદય ઉદયપુરથી આવીને પીસીની સાફ સફાઇ કરી આપશે પછી ….. જરૂર મળીશુ.

આ પત્રની ઇફોરમના સૌ મેમ્બર્સને પણ મોકલી રહ્યો છું.

Read Full Post »

મિત્રો,

૨૬મી નવેમ્બર, ૨૦૦૮ રાત્રે ૯.૪૫ કલાકે મુંબઇમાં હોટલ તાજ, હોટલ ઓબેરોય, નરીમાન હાઉસ, વીટી સ્ટેશન સહિતકુલ ૧૧ જુદા જુદા સ્થળોએ દેશમાં અત્યાર સુધીમાં થયેલા આતંકવાદી હુમલાઓ પૈકીના સૌથી મોટા અને વધુ પીડાકારક ઘટનામાં ૧૪ પોલિસકર્મી સહિત ૧૦૧ નાગરિકોએ જાન ગુમાવ્યા.

At 9.45 pm on 26th November, 2008 Terrorist attacked 11 locations of the City of Mumbai including the Hotel Taj, Hotel Oberoi Trident, Nariman House and Chatrapati Shivaji Terminus. The biggest ever in the history of the city and the Nation.

આઇપીએસ કક્ષાના ત્રણ ઉચ્ચ અધિકારીઓ શહિદ થયા.

101 people have lost their lives which include 3 IPS officers and 14 constables from Mumbai Police.

ફક્ત ૨૦–૨૫ આતંકવાદીઓ ૧૨૫ કરોડની વસતી ધરાવતા દેશને બાનમાં લે ત્યારે …

Just 20-25 of them took the whole Nation in Ban.

મારા / તમારા જેવા કોમન મેને શું કરવું જોઇએ ?

What are we - the Common Man like you and me; suppose to be DOing ?

મેં ૪૫૦ એમએલ રક્તદાન કર્યું.

I had donated 450 mls of blood in a local blood bank.

અને સંકલ્પ કરૂ છું કે ….. મારા વિસ્તારમાં રહેતા હોય તેવા, દેશને માટે શહાદત વહોરનાર જાંબાઝ જવાનો કે સિપાહીના પરિવારનું માન–સન્માન અને જીવન જરૂરીયાતો જળવાય તેનું અગ્રીમતા સાથે ધ્યાન રાખીશ.

On this occassion :

Let Us STOP talking & discussing, Please Begin to ACT about what you FEEL and THINK in a capacity that you can afford.

I will take care of the families of our brave soulders who have sacrificed their lives for the Nation while on Duty especially who live in the area where I live.

Now it’s my turn.

I won’t ask ….. when is yours ?

Akhil Sutaria

Read Full Post »

 

રોહિતભાઇ,

 

તમારી પ્રોત્સાહક મેઇલ બદલ આભાર.

 

‘ … Our contact arose when you responded to a note about Australian type leadership that some readers were critical off. You were firmly convinced about who the ‘terrorists’ were and were content to dismiss others as secularists and ‘kinnars’. Of course you are, like rest of net users, entitled to your own views. However,  I remember thinking that such a view was incompatible with plural and diverse nature of Indian society.   … ‘

 

સાચી વાત … પ્રત્યેક વ્યક્તિની પોતાની એક અંગત પધ્ધતિ હોય છે વિચારવાની અને વર્તવાની.

થોડા જાણીતા નામ … મો.ક.ગાંધી, મોરારજી દેસાઇ, કપિલ દેવ, …. દાઉદ ઇબ્રાહિમ, લાદેન …. લીસ્ટમાં આપણે પણ કયાંક આવી જ જઇએ. પછી તે પોઝીટીવથી નેગેટીવ હોય કે નેગેટીવથી પોઝીટીવ. આમેય … આ બંને શબ્દો પરસ્પર અચળ સંબંધ ધરાવે છે.

 

મને લાગે છે, વ્યક્તિને થયેલા અનુભવોને આધારે તેની માન્યતા આકાર લેતી હોય .. જેની પર વાતાવરણ અને તેની આંખે અને કાને પડતા દ્રશ્યો અને અવાજની અસર હોય … ગમતુ અને અણગમતું હોય … પોતાના માપદંડ પર બધા માપ લેવાતા હોય … ‘ તે સાચા જ છે ‘ના, જો કદાચ ભ્રમ હોય તો તે કાળક્રમે જ દૂર થાય …

 

મારે એવી ઘણી વ્યક્તિઓ સાથે ગાઢ મિત્રતા થઇ છે કે જેમની સાથેની પહેલી મુલાકાત ખાસ્સી ગરમ બની રહી હોય…  ‘આપણી વચ્ચે મતભેદ છે‘ એવુ સ્વીકારી શકવાની પરિપક્વતાએ પહોંચ્યા પછી બધુ બદલાતુ લાગે છે.

 

“… Your own Internet television work is very interesting as you are able to offer some interesting items and drawing attention of the Gujarati speakers to globalised nature of their lives. Educational work that you do sounds very good to me and I am sure your approach is universal, encompassing all those who use Gujarati as a medium of communication. I must warmly congratulate you on your devotion to this worthy project.  …”

 

તમે ખરેખર .. અંગ્રેજી ભાષામાં સરસ રીતે વિચાર વ્યક્ત કરી શકો છો.. સાદા, સરળ અને સમજાઇ જાય તેવા શબ્દો પસંદ કરવાની તમારી ક્ષમતા મને સ્પર્શી ગઇ છે.

 

‘… I welcome you messages and like to learn about your important work. Yesterday there were quite a few messages from you and may be you can perhaps reduce the volume by cutting down on marginal items. Just a suggestion.  …‘

 

તમારી મેઇલ વાચીને તરત જ …. ગુગલીંગ કરીને …. સર્વે કરી શકાય એવી સાઇટ શોધી … સાત સવાલનો સર્વે તૈયાર કર્યો … અને સૌને મોકલ્યાને અત્યારે ૮ કલાક થવા આવ્યા છે … અને મને ફક્ત ૬ જ પ્રતિભાવ મળ્યા છે !

 

‘ …. Hi All, I have hosted an online survey with just seven questions to know your minds. click the following link and complete the survey. http://www.surveymonkey.com/s.aspx?sm=1BCwZONTGSNwDnCWT4woIg_3d_3d Thank you in advance.  ….‘

 

આ સર્વે પર જવા માટે  www.akhiltv.com ના હોમપેજ પર “સર્વે” ની લીંક આપી છે.

 

‘…. Best wishes to you in your work.   ….‘ આભાર તો અજનબીઓનો હોય, તમે હવે અજનબી નથી રહ્યા એવું લાગે છે.

અખિલ …

Read Full Post »

હજુ તાજો તાજો જ ગુજરાતી લીપીમાં અહીં લખતો થયો છું …

જોડણીની ભૂલો‘ય કરતો હોઇશ ..

વ્યાકરણ, વાકયો અને સાહિત્યના પ્રકાર અંગે કદાચ સમજ નહીવત્ છે.

પણ ..

જેવું વિચારું છું તેવું જ લખી નાખું છુ.

મને લાગે છે કે,

www.akhiltv.com પર

દર શનિવારે

ભારતિય સમયાનુસાર રાત્રે ૮ થી ૯ દરમ્યાન

સાહિત્યસભાનું જીવંત પ્રસારણ સ્વરૂપે આયોજન / સંચાલન કરી શકાય;

કે જે દ્વારા મારા જેવા સાહિત્ય અંગેની ઓછી કે અધકચરી સમજવાળા દર્શકોને પણ લાભ પહોંચાડી શકાય.

જો તમને લાગતું હોય કે,

તમે ૧૦, ૨૦ કે ૩૦ મીનીટ ની સમય અવધી દરમ્યાન તમારી રચનાની પ્રસ્તુતિ કરી શકો એમ છો

અને

બાકીની અનુક્રમે ૫૦, ૪૦ કે ૩૦ મીનીટ દરમ્યાન દર્શકો સાથે સંવાદ કે સવાલજવાબ કરી શકો એમ છો

તો … ૫૦ ટકા કામ પાર પડી ગયું જ જાણજો.

હવે આ માટે તમારી પાસે માઇક અને વેબકેમની વ્યવસ્થા હોવી જોઇએ. એટલે બીજા ૨૫ ટકા કામ થઇ ગયું.

અને છેલ્લા ૨૫ ટકા – તમે આ પ્લેટફોર્મ કેવી રીતે વાપરવુંની તાલીમ મારી પાસેથી લઇ લેશો એટલે પાર પડી જશે.

રસ પડે એવી વાત છે ?

તો,

તમારુ નામ

શહેરનું નામ,

રાજય,

રાષ્ટ્ર,

ઇમેઇલ આઇડી,

સેલ નંબર

અને

તમે નીચે જણાવેલ કેટલી મીનીટના ફોર્મેટમાં રજૂઆત કરવાનુ પસંદ કરશો તે જણાવશો. a.(10+50 mins), b.(20+40 mins), c.(30+30 mins), d.(40+20 mins), e.(50+10 mins)

મને વળતી ટપાલે … વહેલામાં વહેલી તકે જવાબ આપશો તો ગમશે.

તા.કઃ જેમનો લાભ જનતાને મળવો જોઇએ તેવા સૌને આ મેઇલ ફોરવર્ડ કરી … તેમની વિગતો મને મેળવી આપવા મહે … નત કરજો. – મહેરબાની તો ઇશ્વર કરે.

ઉદાહરણ તરીકે મારી વિગતો આપુ છું.

“Akhil Sutaria” - Valsad, - Gujarat, - India, - akhilsutaria@yahoo.com, +91 9427222777, - b.(20+40 mins)

ધન્યવાદ.

Read Full Post »

 

એક પ્રવાસની શરૂઆત આવતી કાલે થશે.

 

તા. ૧૦મી થી ૧૪મી ઓક્ટોબર દરમ્યાન રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે માર્ગદર્શન ફિલ્મ શોનુ આયોજન થયું છે.

 

ઇન્ટરનેટ પર જેમને ઓળખતો થયો છું તેમને પ્રત્યક્ષ મળવાનો અવસર. જીજ્ઞેશ કાલાવડીયા, સંગીતા કામાણી, હિતેશ જોષી, અમિત રામોલિયા, હર્ષદ પંડિત, મારી કોલેજ – એ.વી. પારેખ ટેક. ઇનસ્ટીટયુટ, ટાગોર હોસ્ટેલ, રેસકોર્સ પર પટેલનો આઇસક્રિમ, ગેલેક્ષી પર પોણી ચા, રામકૃષ્ણ મીશન …. મારુ લીસ્ટ !!!

 

તા. ૧૫મી થી ૨૦મી દરમ્યાન નવી દિલ્હી ખાતે .. Digital Empowerment Foundation દ્વારા અપાનાર મંથન એવોર્ડ ૨૦૦૮માં અખિલટીવી ડોટ કોમ ૨૬૪ જેટલી ૧૩ વિવિધ કેટેગરીઝ માટે શોર્ટલીસ્ટ થયેલી વેબસાઇટસમાંથી ઇ–એજયુકેશન અને ઇ–લોકલાઇઝેશનની કેટેગરીમાં ફાઇનલીસ્ટ તરીકે નોમીનેશન પામી છે. આથી તૃપ્તિ અને ઉદય સાથે ગુજરાત અને ગુજરાતીઓનુ ગૌરવ વધારવા ICT Mela Connecting Masses માં અમે સક્રિય રીતે ભાગ લઇશુ.

 

આટલા દિવસો દરમ્યાન કદાચ તમારી સાથે અહીં સંપર્ક રહેવુ મુશ્કેલ રહેશે.

 

પ્રવાસેથી પાછા આવીને … મારો અનુભવ અહી લખીશ .. કે .. બોલીશ.

 

તમારી શુભેચ્છાઓ અને આશિર્વાદ સમાન પોઝીટીવ વાઇબ્રેશન્સની અમારા આ અભિયાનને અને અમને ખૂબ જ જરૂર છે.

 

તૃપ્તિ અને અખિલ.

 

Read Full Post »

 

મિત્રો,

પ્રેરણાદાયી ટૂકી વિડીયો ફિલ્મ્સ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ કોલેજમાં ભણતા સ્થાનિક વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાનનો મજબૂત પાયો નંખાઇ ગયો છે.

તા.૦૧.૧૦.૨૦૦૮

ને રમજાન ઇદની રજા જાહેર થવાથી ગુજરાતના સુરત શહેરની જીવનભારતી સ્કૂલના બાળકો માટે યોજેલ ફિલ્મ શો એક દિવસ વહેલો એટલેકે, તા. ૩૦.૦૯.૨૦૦૮ના રોજ ગોઠવી દીધો.

માધ્યમિક વિભાગના ૫૫૦ વિદ્યાર્થીઓને સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.

ફિલ્મોના ટાઇટલ્સઃ ફયુચર ઓફ ઇન્ડીયા, બાળપણ, મુંબઇની માયા, ગોદાવરીને કિનારે, કાવેરીને કિનારે, જીવનયાત્રા.

પ્રત્યેક ફિલ્મને અંતે એક સવાલ તો પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”

મળેલા જવાબો સાંભળીને …. વિશ્વાસ મજબૂત થયો કે, ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેમની વિચારવાની ક્ષમતા સાહસયુક્ત છે. એટલેકે .. કરેલા વિચારને અમલમાં મૂકીને પરિણામ મેળવવાનુ સાહસ કરી શકે તેમ છે. શરૂઆતમાં થોડા શરમાળ .. પણ પછી .. અત્યંત વાચાળ જણાયા. મર્યાદામાં રહીને જટીલ વિષયને લગતા સવાલ પૂછી શકયા .. તેમણે એવું પણ ટાંકયુ કે, ” સર, આવા સવાલ પપ્પા કે મમ્મીને કદાચ ના પૂછી શકીએ .. બીક લાગે.”

ગુજરાતી માધ્યમમાં ભણતા આ બાળકો સાથેના સંવાદમાં એવું લાગ્યું કે, અંગ્રેજી માધ્યમના ભણતરને બદલે અંગ્રેજી ભાષાના જ્ઞાનને વધારે મહત્વ આપીને શિક્ષણ લેનારા બાળકોની  વિચારવાની રીત વધારે મૌલિક હોય છે.

મને અંગત રીતે એવું લાગ્યું કે, આ વિદ્યાર્થીઓનો શારિરિક વિકાસ નબળો કહેવાય. મનના વિકાસની સરખામણીએ તનની તંદુરસ્તી પાછળ રહી ગઇ હોય એમ જોયું. તન અને મનની વૃધ્ધી વત્તા વિકાસ, ઉંમર સાથે, સરખા પ્રમાણમાં થાય તે ઇચ્છનિય છે.

ત્યાર બાદ,

પ્રાથમિક વિભાગના ૬૫૦ વિદ્યાર્થીઓને બપોરે ૧.૩૦ થી ૩.૦૦ દરમ્યાન એ જ ૬ ફિલ્મો બતાવી. સવાલ–જવાબ, પ્રશ્નોત્તરી અને ચર્ચા કર્યા.

પ્રત્યેક ફિલ્મને અંતે સવાલ પણ એજ પૂછયો જ કે, “તમને આ ફિલ્મમાંથી શું જાણવા અને શિખવા જેવું લાગ્યું?”

અને એક વધારાનો સવાલ પણ પૂછયોકે …. ” ફિલ્મમાં જે પરિસ્થિતિ જોઇ તેમાં સુધારો કરવા શું કરવું જોઇએ? ”

જે જવાબો મળ્યા તેનાથી આ બાળકો દેશ માટે, પોતાના શહેરની વ્યવસ્થા અંગે શુ વિચારે છે અને શુ વિચારી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.

નાજુક બાંધાના બાળકો આગળ બેસવા મળે તે માટે એક જ ખુરશીમાં બબ્બે જણ પણ બેસી ગયા હતા ..અત્યંત ચંચળ અને ચબરાક બાળકોએ મને એટલા સવાલો પૂછયા કે જવાબ આપતા થકવી માર્યો. …. અન્યોના બાળકો મને આટલી જ વારમાં અપનાવીને આત્મિય કરી લે એ પણ એક અદભૂત અનુભવ થયો.

અખિલટીવીની વેબસાઇટ પર આવીને મને ફોન કરનારા બાળકોની સંખ્યા વધવા માંડી છે.

તા. ૦૨.૧૦.૨૦૦૮

ગાંધીજયંતિ નિમિત્તે જાહેર રજાના દિવસે સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ દરમ્યાન યોજેલ કાર્યક્રમનુ જાહેર આમંત્રણ ઇમેઇલ દ્વારા ૩૦૦૦૦ જેટલા વિશ્વભરમાં ફેલાયેલા અને ઇન્ટરનેટ વાપરનારા ગુજરાતીઓને મોકલાયુ, ત્રણ રીમાઇન્ડર અપાયા, સુરતની બહાર વસતા મિત્રોને વિનંતિ કરાઇ કે તમારા સુરત ખાતે રહેતા સબંધીઓને જાણ કરજો ..સુરતના ત્રણ સ્થાનિક અખબારોએ પ્રેસનોટ પ્રકાશિત કરી. લોકલ કેબલ ચેનલના સમાચારમાં આ કાર્યક્રમના ઉદેશ્ય અને આયોજનની સંક્ષિપ્ત જાણકારી અપાઇ હતી …. આ સૌને પરિણામે ..

સુરત શહેરના ૪૨, વલસાડથી ૧૨, વડોદરાથી ૨ અને ચીખલીથી ૧ એમ કુલ ૫૭ વ્યક્તિઓ સભાગૃહમાં હતા !! મારા પરિવાર, સબંધીઓ અને સહાયમાં રહેલા મિત્રોની સખ્યાનો આમાં સમાવેશ નથી કર્યો. ( જો તમે કહી શકો કે, આ સંખ્યા મોટી કરવામાં કયાં –શું ચૂકી ગયો.. તો મને હવે આગળના આયોજનમાં કામ લાગશે. )

શાળાના પ્રબંધન દ્વારા સાધનોની ઉપલબ્ધી થવામાં થયેલા વિલંબને કારણે કાર્યક્રમ ૧૫ મીનીટ મોડો શરૂ થયો.  

– સ્વાગત, – ગાંધીવંદના, – પ્રેરણામૂર્તિઓ, – આ પ્રોજેક્ટમાં અખિલટીવીની ભૂમિકા, – ભારતનુ ભવિષ્ય, – મુંબઇ તારી માયા, – ગોદાવરીને કિનારે, – માર્ગદર્શનનો પરિચય 

જેવી વિડીયો ફિલ્મ્સ પ્રદર્શિત કરી.

સવાલ જવાબ થયા.

અમારી અપેક્ષા તો એટલી જ કે, તમારે તો ફક્ત અમને એક શાળા સાથે જોડવાનું જ કામ કરવાનું છે. 

કોણે અને અન્યોએ શુ કરવુ જોઇએ એ વધારે કેન્દ્રમાં રહ્યુ ..

( મારા મનમાં સવાલ છે કે, કેમ આપણે નિષ્ક્રીય થવા માંડયા છીએ ? )

ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત ‘બાપુને કહા થા‘ પ્રદર્શિત કરી.

બપોરે ૧.૨૦ કલાકે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો.

 

છેલ્લે …… 

 

જે કરવા નક્કી કર્યું છે તે તો અમે કરવાના જ.

કારણકે … મનોબળ વધુ મજબૂત થયું છે.

 

Read Full Post »

સ્નેહી,

 

તમને નથી લાગતું કે, કોઇ પણ ભાષાનું ભૂતકાળમાં સર્જન પામેલુ સાહિત્ય જે તે સમયે અને આજે પણ અતિશય શક્તિશાળી હોવા છતાં … આજની પ્રજામાં જોશ, ઉત્સાહ અને ઉમંગ લાવી શકતા નથી.

 

આનો અર્થ મારી દ્રષ્ટિએ એમ કરુ છુ કે, તે સમયના લોકોની પ્રાથમિકતા અને જરૂરીયાત સાત્વિક હતા અને આજે ભૌતિક છે. કદાચ ત્યારે દંભ કે આડંબર આજે દેખાય છે તેની સરખામણીએ નહીવત હતો. આજે લોકોની જીવનના મૂલ્યોની ‘કહેવાની‘ અને ‘જીવવાની‘ વ્યાખ્યા બદલાયેલી જણાય છે.

 

૧૯૫૮થી ૧૯૬૮ દરમ્યાન હું ના સમજ બાળક હતો. તે પહેલાની વાતો દાદાજી પાસેથી સાંભળતો. ૧૯૬૯થી ……. આજ સુધીની પરિસ્થિતિનો બદલાવ મે જોયો, અનુભવ્યો … અને ક્યાંક એમ લાગે છે કે,

૧૨૫ કરોડની જનતાએ પોતાનુ નેતૃત્વ કરીને પ્રગતિની દિશામા લઇ જઇ શકે તેવા ‘માણસ‘ને શોધવામાં કયારેય ગંભિરતા બતાવી નથી.

રાષ્ટ્રીય સમૃદ્ધીને બદલે અંગત સમૃદ્ધી પામવાની ઘેલછાએ વ્યક્તિને ‘માણસ‘માંથી  ‘મશીન‘ બનાવી દીધો. હવે મશીનને કયાંથી હોય વેદના કે સંવેદના ?? અને જયાં એક જમાનામાં લાગણીઓની નદી વહેતી ત્યાં હવે નાનકડા ઝરણા પણ જોવા મળે છે ??

 

આપણને એમ કહેતા કોઇ રોકતું નથી કે, આ બધુ વડીલો સાચવી ન શકયા એટલે બગડયું છે અને આજની નવી પેઢી વધુ બગાડી રહી છે. તો …. આપણી કોઇ ભૂમિકા જ નથી ? જે થયું કે થાય છે તે તો આપણી સાક્ષીએ જ થાય છે ને ?

 

એક બાળકની વાત યાદ આવે છે …. દરિયા ભરતી પછી આવેલી ઓટમાં કિનારે ફસડાઇ પડેલી તરફડતી માછલીઓને પોતાના નાનકડા હાથમાં લઇ .. પોતાની તમામ શક્તિને કામે લગાડી … ફરી પાછી દરિયાના પાણીમાં ફેકતો હતો. … એક વિદ્વાન તેને જોઇ રહ્યા હતા. …. કુતુહલ સાથે તેમણે ખીસામાં હાથ રાખી બાળકને કહ્યું કે, તું આ બધી માછલીઓને નહી બચાવી શકે. રહેવા દે, તારી શક્તિ વેડફવાની કોઇ જરૂર નથી. ….. બાળકે પોતાનુ કામ ચાલુ રાખીને કહ્યુ … કેટલી બચશે તે વિચારવામાં કે ગણવા કરતાં તો બચાવવામાં જ મને વધારે આનંદ આવે છે.

 

ચાલો, મારા વહાલા ભારતવાસીઓ, ગુજરાતવાસીઓ … ચર્ચા–વિમર્શ કરવાને બદલે આપણે થયેલી ભૂલને સુધારવાનો આરંભ કરીએ. જો બગડવામાં ૬૧ વરસ થયા છે તો સુધારવામાં પણ ૬૧ તો થશે જ !!

 

આ વિશ્વ પાસેથી શીખેલુ .. બાળકો અને યુવાનોને શામેલ કરીને … આપણી તદ્દન આસપાસની દુનિયામાં શુ, કેમ, કેવીરીતે થઇ શકે …ના વિચાર રોપીને … કર્મશિલ બનીએ.

 

જાહેર આમંત્રણ.

 

ક્યારે – ગુરૂવાર, તા. ૨જી ઓક્ટોબર, ૨૦૦૮.

 

સમય – સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ (સમયસર)

 

સ્થળ – રંગભવન, જીવનભારતી સ્કૂલ, ટીમલિયાવાડ, નાનપુરા, સુરત.

 

કેવીરીતે પહોંચશો –

 

રેલ્વે/બસ સ્ટેશનથી ..

 

….. સ્પેશિયલ રીક્ષામાં રૂ. ૨૫/– ( ત્રણ સવારીના) જીવનભારતી સ્કૂલના મુખ્ય દ્વાર સુધી.

…… શટલ રીક્ષામાં વ્યક્તિ દીઠ રૂ. ૭/– ટીમલિયાવાડ સુધી અને ટીમલિયાવાડથી જીવનભારતી સ્કૂલ પગપાળા પાંચ મીનીટનો રસ્તો.

Read Full Post »

આખી દુનિયા જાણે છે કે,  

આતંકવાદ ફેલાવવામાં  

– કોણ સક્રિય છે.

– કયા દેશમાં આતંકવાદના કેમ્પ યોજાય છે.

– કઇ અને કેટલી કોમ તેને ઉછેરવાનું કામ કરે છે.

– કયા રાષ્ટ્રો તેમને આર્થિક મદદ કરે છે.

– કોણ ભાગ લે છે.

– કોણ પકડાય છે.

– કોણ ભોગ બને છે

– કેટલુ નુકશાન થાય છે

– કેટલી કિંમત ચુકવાય છે

– વિકાસ અને પ્રગતિના કાર્યો સામે કેવા અવરોધ ઉભા થાય છે

– રાષ્ટ્રની પ્રતિષ્ઠા / આબરૂનુ ….શું થાય છે.  

આ બધુ તમે પણ જાણતા જ હશો.  

મને લાગે છે કે એક બીજી કોમ પણ અસ્તિત્વમાં આવી છે.

સ્યુડોસેકયુલર.

આમની પાસે કોઇ કામ–ધંધો છે જ નહીં.

મને તો લાગે છે કે આ કિન્નરોના વંશજ છે.

જેના અસ્તિત્વને પણ હવે ગણત્રીમાં લેવામાં આવતું નથી.

પાયાની વાત એ છે,

વ્યક્તિ વધુમતિ કોમનો હોય કે લઘુમિતિ કોમનો ..

જે રાષ્ટ્રમાં તે રહેતો હોય ત્યાના કાયદા અને વ્યવસ્થા તેણે સ્વીકારવા જ પડે.

પોતાના કાયદે રહેવું હોય તો જે/તે કોમની વધુમતિ જે રાષ્ટ્રમાં હોય ત્યાં જતા રહેવાનું.

ધર્મપ્રેમ ઘરની અંદર રાખવાનો  .. અને રાષ્ટ્રપ્રેમ લઇને જ ઘરની બહાર નિકળવાનુ.

જરૂર લાગે તો …..

શોપિંગ મોલ્સની જેમ મંદિરમોલ્સ બાંધી દેવાના …

બધા જ ભગવાન, ઇશ્ચર … એક જ સાથે, એક જ જગ્યાએ !!

યા તો બધાને બોમ્બ મુકીને ઉડાવો કે પછી સૌની ઉપાસના કરો !!

અરે, ભાઇ … તે .. તો માણસની અંદર છે .. પત્થરમાં નહીં.

વિશ્વશાંતિ કદાચ તો જ સંભવ છે, જો ધર્મ ઝનુનને રાષ્ટ્રપ્રેમમાં ફેરવી નાખવામાં આવે.

અમારા પ્રેરણાદાયી ફિલ્મશો નો આ પણ એક હેતુ છે. કે, વિદ્યાર્થીઓ અને યુવાનોની શામેલગીરી વડે વર્તમાન વ્યવસ્થા કે પરિસ્થિતિમાં કેવુ પરિવર્તન કેવી રીતે અમલમાં લાવી શકાય કે જેથી આવી સમસ્યાનો અંત આવે.

‘આ પરિસ્થિતિમાં કોઇ ફેર નહી પડે‘ની માન્યતાવાળાઓથી અમે દૂર રહીએ છીએ.

‘માત્ર વાતોના વડા કરનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

‘સ્ટેજ પર બેસીને રાષ્ટ્રિયતાને બદલે બીનસાંપ્રદાયિકતા કે સાંપ્રદાયિકતાની પીપુડી વગાડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

‘કોણે, કયાં,શું કરવું જોઇએની માત્ર સલાહ આપનારા અને વિચારને અમલમાં મૂકવાથી ફસકી પડનારા‘ઓથી અમે દૂર રહીએ છીએ.

પણ …

આ દિશામાં … તનની પરવા રાખ્યા વગર અને મનની સચ્ચાઇ સાથે દેશદાઝથી સળગી રહેલા તમામ વ્યક્તિ / સંસ્થાઓને અમારો સહયોગ છે.

છેલ્લે … પરિવર્તન વાતો / ચર્ચા / મીટીંગો કરવાથી જ થતુ હોત તો કયારનુયે થઇ ગયુ હોત.

તમને શું લાગે છે ?

છતાં …. કોઇ નક્કર કાર્ય હાથ પર લેવું હોય તો જરૂર કહેજો.

Read Full Post »

 

પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ્સ દ્વારા

સ્થાનિક વિધ્યાર્થીઓ અને યુવાનોને

વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન 

માર્ગદર્શન

ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા આપને અમારુ હાર્દિક આમંત્રણ છે.

તારીખ – ગુરુવાર,  ૨ જી ઓક્ટોબર, ૨૦૦૮ ( જાહેર રજા – ગાંધીજયંતી )

સમય – સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ ( સમયસર શરૂઆત અને સમયસર સમાપન )

સ્થળ – રંગભવન, જીવનભારતી, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત. ( બેઠક વ્યવસ્થા ૫૫૦ વ્યક્તિઓની છે.)

– કાર્યક્રમ –

તમારા મોબાઇલ ફોન્સ કાર્યક્રમમાં અધવચ્ચે રણકી ન ઉઠે તે માટે સાઇલેન્ટ/વાઇબ્રેટ મોડમાં કરીને જ સભાગૃહમાં પ્રવેશ કરવા વિનંતી.

૦૯.૪૫ – ૦૯.૫૮- સભાગૃહમાં બેઠક લઇ લેવી.

૧૦.૦૦ – ૧૦.૧૦ - ગાંધીજીને વંદન, વૈશ્નવજન તો …  ફિલ્મ. (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)

૧૦.૧૦ – ૧૦.૩૦ -દિમાગની વાત, દિલથી – અખિલ સુતરીઆ ( નથી કોઇ અતિથીવિશેષ, નથી કોઇ મુખ્ય મહેમાન કારણકે ….  અને આજે, અત્યારે, અહીં …. આયોજક, સંચાલક અને પ્રાયોજક …) (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)

૧૦.૩૦ – ૧૦.૪૦ - ત્રણ ફિલ્મોનુ સ્ક્રીનીંગ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)

૧૦.૪૦ – ૧૧.૧૦ - પ્રોજેક્ટ માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી અને જાણકારી .. મલ્ટીમીડીઆ પ્રેઝેન્ટેશન (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)

૧૧.૧૦ – ૧૧.૫૫ - સૌને સ્પર્શતા તમારા સવાલના જવાબ અને સંવાદ (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન અન્યોને ખલેલ ન પડે તેવી રીતે બેઠક લઇ લેશે)

૧૧.૫૫ – ૧૨.૫૨ - ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ ” બાપૂને કહા થા” (આ દરમ્યાન મોડા પડનાર મહેમાન સભાગૃહની બહાર પ્રતિક્ષા કરશે)

૧૨.૫૨ – ૧૨.૫૭ - અને છેલ્લે બે શબ્દો.

૧૨.૫૭ – ૦૧.૦૦ - રાષ્ટ્રગીત. – કાર્યક્રમની સમાપ્તિ.

૦૧.૦૦ – ૦૧.૩૦ - માર્ગદર્શનની ટીમમાં જોડાવા ઇચ્છુકોનુ રજીસ્ટ્રેશન અને વ્યક્તિગત સવાલોના વ્યક્તિગત જવાબ.

ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનોમાં સંસ્કાર સિંચનનો નવો ચીલો ચાતરતો આ કાર્યક્રમ રસ ધરાવનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના ઉપક્રમે તદ્દન નિઃશુલ્ક યોજી શકાશે.

તૃપ્તિ અને અખિલ સુતરીઆ.

મોબાઇલ – ૯૪૨૭ ૨૨૨ ૭૭૭. |  ફોન – ૦૨૬૩૨ ૨૪૩૪૭૪. |   વેબ – www.akhiltv.com

Read Full Post »

 
 

નવા જુની શું છે ?

આમજુઓ તો કાંઇ નથી ને તેમ જોવાની ફૂરસદ નથી.

બાકી થાય છે તો એટલું બધુ નવુ રોજ કે તેનો હિસાબ નથી.

હિસાબ રાખવા જાઉં તો નવુ બધુ જૂનુ થઇ જાય છે.

નવુ બધુ જૂનુ બની જાય તે પહેલા તેને માણવાનો સમય નથી.

જયારે જયારે બધુ નવુ હતુ ત્યારે ખબર નહોતી કે

આટલું જલ્દી તે જૂનુ થઇ જશે.

પણ …

જૂનામાં જૂના મારા માતા–પિતા..

… મને રોજ નવાનક્કોર આશિર્વાદ આપે છે ..

આપતા રહે છે .. આપતા રહેશે …

એજ આજની …

નવાજૂની.

અખિલ.

Read Full Post »

માર્ગદર્શન – ફયુચર ઓફ ઇન્ડિયા –

પ્રેરણાદાયી વિડિયો ફિલ્મો વડે વિધ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર દ્વારા રાષ્ટ્રનુ નવનિર્માણ

આચાર્યશ્રી,

અમે અખિલ ટીવી દ્વારા નિર્મિત વિડીયો ફિલ્મ શો નુ આયોજન અને સંચાલન કરીએ છીએ. અમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તેમજ કોલેજમાં ભણતા સ્થાનિક વિધ્યાર્થીઓને વૈશ્વિક નાગરિક બનાવવા વિવિધ વિષયો પર વિડિયો ફિલ્મ મારફત આવશ્યક માર્ગદર્શન આપવાનુ કામ કરીએ છીએ.

આ ફિલ્મો દ્વારા જીવનના મૂલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા વિધ્યાર્થીઓ લેતા જણાયા છે.

અમે ઇચ્છીએ છીએ કે, તમારી શૈક્ષણિક સંસ્થામાં ભણતા વિધ્યાર્થીઓ, શિક્ષકગણ અને વાલીઓને અમારા આ નિઃશુલ્ક કાર્યક્રમનો લાભ મળે.

અમને વિશ્વાસ છે કે તમે પણ સંમત થશો જ કે,

• ભારતનુ ભવિષ્ય જેમના હાથમાં છે તેવા આ વિધ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગથી જીવન જીવવા તત્પર છે.

• વિષમ અને અતિશય સ્પર્ધાત્મક એવી વર્તમાન પરિસ્થિતિમાં આ વિધ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે વાસ્તવિકતા તથા વર્તમાન વ્યવસ્થા અને વ્યાવસાયિક વ્યવહાર અંગેની સમજ આપવી જરૂરી છે.

• પશ્ચિમની કઢંગી અસરથી તેમને સુરક્ષિત રાખવા જરૂરી છે.

• ભૌતિક સમૃધ્ધિને બદલે પ્રગતિશીલ જીવનનુ મહત્વ સમજીને જીવનનુ ધ્યેય હાંસલ કરવા પ્રવૃત્ત કરવા જોઇએ.

તમને નથી લાગતું કે આ આપણી સંયુક્ત જવાબદારી અને ફરજ છે ? 

આ કાર્યક્રમમાં સમાવવામાં આવેલી ફિલ્મો અંગેની સંપૂર્ણ માહિતી અને જાણકારી અમારી વેબસાઇટ ( www.akhiltv.com ) પર જોવા મળશે.

ફક્ત બે થી ત્રણ કલાકની અવધિમાં અમારા ડેટા પ્રોજેક્ટરની મદદથી તમારા મોટા પડદા પર અથવા સફેદ ભીંત પર સભાખંડમાં એક સાથે ૩૦૦ સુધી વિધ્યાર્થીઓ, તેમના વાલીઓ, શિક્ષકગણ, ટ્રસ્ટીગણ માટે આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે.

મોમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વિકારવાની પ્રથાથી અમે દૂર રહીએ છીએ.

તેમ છતાં આ અભિયાનમાં તમારી સંસ્થા આગ્રહપૂર્વક સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશે તો તેનો આદરપૂર્વક સ્વીકાર કરશું.

આપના પ્રત્યુત્તરની રાહ જોઇ રહ્યા છીએ.

તૃપ્તિ અને અખિલ સુતરીઆ

૨૦૨, પૂજા, સ્વર્ગાશ્રમ લેન, તિથલ રોડ, વલસાડ – ૩૦૬૦૦૧, ગુજરાત. 

મો. ૯૪૨૭ ૨૨૨ ૭૭૭  ફોન – ૦૨૬૩૨ ૨૪૩૪૭૪

ઇ મેઇલ –  akhilsutaria@gmail.com

Read Full Post »

  મિત્રો,

સાહિત્યની સમજ દિલને પડે છે.

દિમાગને તેના નિયમોની સમજ નથી.

સાહિત્યના પ્રકાર .. તેના વિવિધ સ્વરૂપ … તેનો ઇતિહાસ … વર્તમાન … સર્જકો … એમ રાખોને કે, કંઇજ જાણતો નથી.

પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી જાણુ છુ.

સુરેશભાઇ જાની અને કાંતિભાઇ પરમારે મને વેબજગતમાં ગુજરાતી લખવાની પ્રેરણા આપી.

ઉત્તમભાઇ ગજજર અને હિમાંશુભાઇ મિસ્ત્રીએ ગુજરાતી ફોન્ટ અને કીબોર્ડ લેઆઉટ / સેટઅપ કરવામાં માર્ગદર્શન આપ્યું.

અને …. અખિલ જેવુ આવડયું તેવુ … કદાચ જોડણીદોષ સહિતનુ લખવા મંડયો…

મૂળમાં અવાજની દુનિયાનો જીવ એટલે થયું ….. 

ચાલોને આ બધાને લાઇવ વેબકાસ્ટમાં મહેમાન બનાવીને એકાદ મઝાના પ્રોગ્રામનુ જ સાપ્તાહિક આયોજન કરી લઇએ.

ઇમહેફિલ પીડીએફ થઇને આવતી જ હતીને ? 

અને આજે ……

અત્યારે …

આપ સૌને આમંત્રણ આપુ છું કે …

અખિલ ટીવી ડોટ કોમ પર …

ભારતિય સમય પ્રમાણે …

દર શનિવારે …

રાત્રે ૮.૩૦ થી ૯.૦૦ …

લાઇવ … હા… સાહેબ…. જીવંતપ્રસારણ

વેબકાસ્ટ દ્વારા કરવાની ગોઠવાણ કરી દીધી છે.

યજમાન તો જાણે મારે જ બનવાનુ છે … 

પણ મહેમાન કોણ ?

અફકોર્સ, તમે.

હા…… ભઇશાબ … તમે જ. …. 

તમારા ઘરમાંથી … 

તમારા વેબકેમ દ્વારા …..

તમારા માઇક વડે ….

તમે સુસજજ થઇ જાઓ ..

અને બસ … લાઇટસ … સાઉન્ડ …. કેમેરા …. એક્શન …

વિશ્વને ઓટલે આપણે સૌ સાથે મળીને ભરીશુ …

સાહિત્યસભા

બાપુ, આઇડિયા કેવો છે ?

પણ યાદ રાખજો,  …..

મહેમાન વગર …. યજમાનથી કાંઈ કાંદો ન વળે હોકે ?? !!!

આપણે આ ગૃપના કેલેન્ડર દ્વારા તમારી અનુકુળતાને અનુરૂપ મહેમાન અને વિષયની ગોઠવણી કરશું, બરાબરને?

તો કરીએ શ્રી ગણેશ ???

 

Read Full Post »

મિત્રો,

મને આજે એક વિચાર આવ્યો કે,

જો તમારી પાસે હેડસેટ કે માઇક અને સ્પિકર્સ હોય …

સાથે સાથે વેબ કેમ પણ હોય તો …

તમે તમારા જ ઘરમાંથી …

અખિલ ટીવી દ્વારા વિશ્વને ઓટલે મારી સાથે બેસી શકશો…. કો–હોસ્ટ બનીને !

આ તો ટેકનોલોજીની જ કમાલ છે.

અખિલ ટીવી પર સાહિત્ય સભાનું લાઇવ અને ત્યાર પછી રેકોર્ડેડ પ્રસારણ કરી શકાય.

ઇચ્છા હોય …

તૈયારી હોય …

કંઇક નવુ કરવામાં રસ હોય …

અખતરા કરવામાં આબરૂ નથી જતી … આત્મ વિશ્વાસ વધે છે.

તો …

શરમમાં રહેવાને કોઇ કારણ નથી.

મારો સંપર્ક કરો…

અખિલ સુતરીઆ

Read Full Post »

 

વાત જાણે એમ છે કે,

અરે, નિતાબહેન, એમાં કંઇ પૂછવાનુ હોય ?

તમે પૂછયું તેનો આનંદ તો થયો જ છે.

ઇન્ટરનેટની દુનિયામાં તો કદાચ ૯૦ ટકા વપરાશકર્તાનો ધંધો કટ, કોપી અને પેસ્ટ પર ચાલે છે !!!!

ફોરવર્ડ કે સેન્ડનુ બટન ક્લિક કરતાં પહેલા પોતાના બે અક્ષર પાડવાનુ કામ પણ ભાગ્યે જ કોક કરે છે.

જેમની પાસેથી તેમના પર એ લખાણ આવ્યુ હોય કે તેના મૂળ લેખકનુ નામ પણ કયારેક તો ઉડાવી દઇને પોતાને નામે …. !!!

ચાલ્યા કરે !!

અગાઉની એક મેલમાં આજે જ સવારે જણાવ્યુ તેમ, મૌલિક રીતે પોતાનુ લખનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે …. !!!

બસ …. પોતા પર આવેલુ લખાણ બહુ જ સરસ લાગે એટલે પોતાના જ મિત્રો પર ધકેલી દેતા લોકોની આ ટેવ જ કદાચ એકની એક મેલ વારંવાર મળવાનુ કારણ હોઇ શકે…. ખરૂને ???

તમે આપણા પ્રોજેક્ટ માર્ગદર્શનના ફન્ડ રેઇઝીંગમાં મદદ કરી શકો તો ખૂબ જ આનંદ થશે.

માહિતી માટે આ લીંક ક્લિક કરો – http://www.akhiltv.com/md.htm neeta kotecha wrote:

akhil bhai ganpati bapa na phota ane aa badhu hu copy kari saku ne blog mate???????????????

Read Full Post »

- Next »