માર્ગદર્શન ફિલ્મ શોના આયોજન વલસાડ જીલ્લાના ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર અને વલસાડ તાલુકાની ૨૬૫ શાળાઓના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતાં અંદાજે ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ફિલ્મો બતાડવાનું આયોજન કર્યું છે. વધુ માહિતી માટે લોગઓન કરો .. www.margdarshan.ning.com
અહી મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાતના ગામડાઓમાં વસતા ઘણા બાળકોએ કદી નજીકના શહેર સુધ્ધાં જોયા નથી કે નથી એ વિશે કઇ વધુ જાણતા. તે માટે અમે ગુજરાત ગ્રામ્યવિકાસ યાત્રા અંતર્ગત માર્ગદર્શન નામના કાર્યક્રમનુ આયોજન અને સંચાલન કરીએ છીએ. નાની અને ટૂકી વિડીયો ફીલ્મોના પ્રદર્શન દ્વારા સ્થાનિક વિધ્યાર્થીને વૈશ્વિક નાગરિક બનાવવાનો અમારો પ્રયાસ છે. તેના ખર્ચને પહોંચી વળવા તમે અમને ડોનેશન આપી શકો છો.